અમદાવાદ,મંગળવાર,22 જુલાઈ,2025
અમદાવાદ પૂર્વમાં નિકોલ
અને ઓઢવ સહીતના અન્ય વોર્ડ વિસ્તારમાં ગટરો ઉભરાવાની અને વરસાદી પાણી
ભરાવાની સમસ્યા હવે દુર થશે.કઠવાડાથી વિંઝોલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી રુપિયા
૮૧.૪૦ કરોડના ખર્ચે કોર્પોરેશને ઈસ્ટર્ન ટ્રન્ક મેઈન લાઈન નાંખી છે.આ લાઈન કાર્યરત
થવાથી નિકોલ ઉપરાંત ઓઢવ,વસ્ત્રાલ
અને રામોલ વોર્ડના પાંચ લાખ લોકોને રાહત મળશે.
નિકોલ વોર્ડના ગોપાલ ચોક, સુરભી તળાવ,શાલી ગ્રામ
સ્કાય, શુકન ચાર
રસ્તા ઉપરાંત નિકોલ ગામતળ,
કઠવાડામાં આવેલી મધુમાલતી આવાસ યોજના,દયાવાન, વિરાટનગર કેનાલ
વિસ્તાર, ઓઢવ
વોર્ડમાં છોટાલાલની ચાલી વિસ્તાર,
આંજણા ચોક, બેલા ચોક, ગણેશ પાર્ક, વસ્ત્રાલ
વોર્ડમાં કેનાલથી રીંગરોડ સુધીના તમામ વિસ્તાર ઉપરાંત રામોલ-હાથીજણ વોર્ડમાં નવા
વિકસિત વિસ્તારોમાં ડ્રેનેજના પાણી બેક મારવાની તથા વરસાદી પાણી ભરાવવાની સમસ્યા
વિકટ બની હતી.
આ સમસ્યાના ઉકેલ માટે કુલ ૧૨.૮ કિલોમીટરની નવી ઈસ્ટર્ન
ટ્રન્ક મેઈન લાઈન નાંખવામાં આવી છે.લાલગેબી સર્કલથી રાધે હિલ્સ રોડ સુધી ૧૨૦૦
એમ.એમ.ડાયામીટરની વધારાની ગ્રેવીટી લાઈન નાંખવામાં આવી છે.ઓઢવ પમ્પિંગ સ્ટેશનનુ
અપગ્રેડેશન ૧૨ કરોડના ખર્ચે કરાયુ છે.છ નવા પમ્પ ઈન્સ્ટોલ કરાયા છે.જેથી નિકોલથી
લઈ ઓઢવ અને વસ્ત્રાલ સુધીના વિસ્તારમાં
વરસાદી પાણી ભરાવાની સ્થિતિમાં તમામ પમ્પ ચલાવી ઝડપથી પાણીનો નિકાલ થઈ
શકશે.ઈસ્ટર્ન ટ્રન્ક મેઈન લાઈનનુ સિવિલ વર્ક કોન્ટ્રાકટર અંકિતા કન્સ્ટ્રકશન
દ્વારા રુપિયા ૮૧.૪૦ કરોડના ખર્ચે કરાયુ છે.જયારે કોન્ટ્રાકટર પી.દાસ
ઈન્ફ્રાસ્ટ્રકચર દ્વારા રુપિયા ૧૨ કરોડના ખર્ચે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી
કરાઈ છે.