gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ફંડોની ફરી આક્રમક તેજી : સેન્સેક્સ 540 પોઈન્ટ ઉછળી 82727 | Sensex jumps 540 points to 82727

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in Business
0 0
0
ફંડોની ફરી આક્રમક તેજી : સેન્સેક્સ 540 પોઈન્ટ ઉછળી 82727 | Sensex jumps 540 points to 82727
0
VIEWS
Share on FacebookShare on Twitter

ટ્રમ્પના જાપાન સાથે ૧૫ ટકા ટેરિફ ડિલથી એશીયાના દેશો માટે પોઝિટીવ સંકેત

મુંબઈ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચાઈનાને ચેકમેટ કરવા જાપાન સાથે અપેક્ષાથી ઓછા ૧૫ ટકા ટેરિફે ટ્રેડ ડિલ કરતાં એશીયાના દેશો માટે પોઝિટીવ મનાતા આ સંકેત અને હવે ભારત સાથે પણ ૨૦ ટકા જેટલા ટેરિફે ડિલની જાણકારોમાં ચર્ચા થવા લાગતાં આજે ફંડો, મહારથીઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો ફરી શેરોમાં ઓલ રાઉન્ડ તેજીમાં આવી ગયા હતા. ટેરિફના પોઝિટીવ સંકેત અને ચોમાસાની દેશભરમાં સારી પ્રગતિએ આ  વર્ષ મબલક પાક સાથે કૃષિ, ગ્રામીણ ક્ષેત્રે મજબૂત વૃદ્વિનું બની રહેવાની અપેક્ષાએ અને કોર્પોરેટ પરિણામોમાં આજે આઈટી જાયન્ટ ઈન્ફોસીસના રિઝલ્ટ સાથે ફંડોનું શોર્ટ કવરિંગ થયું હતું. ઓટોમોબાઈલ, ફાઈનાન્સ-બેંકિંગ, ટેલીકોમ સહિતના શેરોમાં ફંડો, મહારથીઓએ લેવાલ બન્યા હતા. સેન્સેક્સ ૫૩૯.૮૩ પોઈન્ટ ઉછળીને ૮૨૭૨૬.૬૪ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૫૯ પોઈન્ટની છલાંગે ૨૫૨૧૯.૯૦ બંધ રહ્યા હતા.

ટાટા મોટર્સ રૂ.૧૭ ઉછળીને રૂ.૬૯૦ : સોના બીએલડબલ્યુ, અપોલો, મારૂતી, બજાજ ઓટોમાં તેજી

ઓટોમોબાઈલ કંપનીઓના વાહનોના વેચાણમાં સારા ચોમાસાએ વૃદ્વિની અપેક્ષાએ આજે ફંડોની ઓટો શેરોમાં મોટી ખરીદી થઈ હતી. સોના બીએલડબલ્યુ રૂ.૧૬.૦૫ વધીને રૂ.૪૮૯.૧૦, ટાટા મોટર્સ રૂ.૧૬.૯૦ વધીને રૂ.૬૯૦.૨૦, અપોલો ટાયર રૂ.૭.૮૦ વધીને રૂ.૪૫૭.૨૦, ભારત ફોર્જ રૂ.૧૯.૪૫ વધીને રૂ.૧૨૨૩.૮૫, મધરસન સુમી રૂ.૧.૫૫ વધીને રૂ.૯૮.૮૫, મારૂતી સુઝુકી રૂ.૧૪૩.૯૦ વધીને રૂ.૧૨,૬૪૧, બજાજ ઓટો રૂ.૯૩.૧૦ વધીને રૂ.૮૩૮૭, એમઆરએફ રૂ.૧૫૭૬.૪૦ વધીને રૂ.૧,૪૯,૮૫૧, હીરો મોટોકોર્પ રૂ.૨૨.૩૦ વધીને રૂ.૪૩૬૩.૨૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૪૫૯.૬૦ પોઈન્ટ વધીને ૫૩૮૭૦.૯૮ બંધ રહ્યો હતો.

બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વમાં તેજી : પીએનબી ગિલ્ટ્સ, ક્રેડિટ એક્સેસ, જેએમ ફાઈ., મુથુટ ઉંચકાયા

ફાઈનાન્શિયલ સર્વિસિઝ શેરોમાં આજે ફંડોએ મોટી તેજી કરી હતી. પીએનબી ગિલ્ટ્સ રૂ.૮.૨૭ ઉછળીને રૂ.૧૦૭.૨૦, ક્રેડિટ એક્સેસ ગ્રામીણનો ત્રિમાસિક ચોખ્ખો નફો ૮૫ ટકા ઘટીને રૂ.૬૦.૨ કરોડ થવા છતાં શેર  રૂ.૭૪.૧૫ વધીને રૂ.૧૩૫૪.૩૫, જેએમ ફાઈનાન્શિયલ રૂ.૯.૫૫ વધીને રૂ.૧૭૯.૬૦, મુથુટ માઈક્રોફિન રૂ.૮.૮૫ વધીને રૂ.૧૭૫, ડેમ કેપિટલ રૂ.૧૧.૪૫ વધીને રૂ.૨૪૯.૬૦, આઈઆરએફસી રૂ.૪.૦૫ વધીને રૂ.૧૩૪.૮૫, આઈડીબીઆઈ બેંક રૂ.૨.૨૦ વધીને રૂ.૯૭.૪૫, શેર ઈન્ડિયા રૂ.૩.૯૦ વધીને રૂ.૧૭૮, બજાજ ફાઈનાન્સ રૂ.૧૫.૮૦ વધીને રૂ.૯૬૮.૨૦, બજાજ ફિનસર્વ રૂ.૨૦.૭૦ વધીને રૂ.૨૦૫૯.૯૦, પેટીએમ સારા ત્રિમાસિક પરિણામે રૂ.૧૮.૩૫ વધીને રૂ.૧૦૭૦.૯૫, ક્રિસિલ રૂ.૫૭.૮૦ વધીને રૂ.૫૮૪૩ રહ્યા હતા.

બેંકિંગ શેરોમાં મજબૂતી : બેંક ઓફ બરોડા, ઈન્ડસઈન્ડ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી વધ્યા

બેંકિંગ શેરોમાં પણ ફંડોની આજે ફ્રન્ટલાઈન શેરોમાં ખરીદી રહી હતી. બેંક ઓફ બરોડા રૂ.૩.૬૦ વધીને રૂ.૨૪૩.૧૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૮.૯૦ વધીને રૂ.૮૫૧.૭૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૪.૨૦ વધીને રૂ.૧૪૮૭.૭૫, એચડીએફસી બેંક રૂ.૧૭.૮૫ વધીને રૂ.૨૦૨૪.૬૦, એક્સિસ બેંક રૂ.૭.૧૦ વધીને રૂ.૧૧૦૫.૧૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૫.૧૦ વધીને રૂ.૮૨૦.૧૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૦.૮૫ વધીને રૂ.૨૧૭૦.૮૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૪૭૩.૮૮ પોઈન્ટ વધીને ૬૩૯૦૮.૩૨ બંધ રહ્યો હતો.

રિયાલ્ટી ક્ષેત્રે મંદીના એંધાણે સેલિંગ : લોઢા ડેવલપર્સ રૂ.૧૧૦, બ્રિગેડ રૂ.૩૭, ઓબેરોય રૂ.૫૯ તૂટયા

રિયલ એસ્ટેટ ક્ષેત્રે પ્રોપર્ટીના ઊંચા ભાવો અને મુંબઈ સહિતના મહાનગરોમાં અનેક પ્રોપર્ટી વેચાયા વગરની પડી હોઈ આગામી દિવસોમાં ડીસ્ટ્રેસ સેલિંગના અંદાજો મૂકાવા લાગતાં આજે રિયાલ્ટી કંપનીઓના શેરોમાં વેચવાલી નીકળી હતી. લોઢા ડેવલપર્સ રૂ.૧૦૯.૬૫ તૂટીને રૂ.૧૩૩૩.૪૫, બ્રિગેડ એન્ટરપ્રાઈસીઝ રૂ.૩૭.૩૦ ઘટીને રૂ.૧૦૪૮.૬૫, ઓબેરોય રિયાલ્ટી રૂ.૫૮.૯૦ ઘટીને રૂ.૧૭૬૬.૬૦, પ્રેસ્ટિજ રૂ.૫૧.૨૦ ઘટીને રૂ.૧૭૪૧.૭૫, ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૩૮.૮૦ ઘટીને રૂ.૨૩૨૪.૨૫, ફિનિક્સ રૂ.૨૧.૯૫ ઘટીને રૂ.૧૪૫૩.૧૦ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૨૦૧.૦૬ પોઈન્ટ ઘટીને ૭૫૨૬.૫૬ બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાં ફંડોનું વેલ્યુબાઈંગ : શેલબી, ગ્લેન્ડ ફાર્મા, મેક્સ હેલ્થ, કોન્કોર્ડ બાયો, બાયોકોનમાં તેજી

ફાર્માસ્યુટિકલ્સ, હેલ્થકેર શેરોમાં ફંડોનું આજે ફરી વેલ્યુબાઈંગ થયું હતું. શેલબી રૂ.૧૪.૨૦ વધીને રૂ.૨૦૭.૧૫, સ્ટાર રૂ.૩૯.૦૫ વધીને રૂ.૯૧૬.૯૫, ગ્લેન્ડ ફાર્મા રૂ.૭૦.૮૫ વધીને રૂ.૨૦૩૧, મેક્સ હેલ્થ રૂ.૩૬.૨૫ વધીને રૂ.૧૨૫૫.૧૫, કોન્કોર્ડ બાયો રૂ.૫૩.૭૦ વધીને રૂ.૧૯૫૧, બાયોકોન રૂ.૯.૮૦ વધીને રૂ.૩૯૬.૮૫, ફોર્ટિસ હેલ્થ રૂ.૧૫.૨૦ વધીને રૂ.૮૨૪.૫૫, થાયરોકેર રૂ.૨૨.૩૫ વધીને રૂ.૧૨૦૯, અપોલો હોસ્પિટલ રૂ.૧૩૧.૫૫ વધીને રૂ.૭૩૭૭.૪૦, મેદાન્તા રૂ.૨૨.૪૫ વધીને રૂ.૧૩૧૨.૮૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૧૪.૭૩ પોઈન્ટ વધીને ૪૫૦૧૨.૬૯ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પસંદગીની તેજી : કલ્યાણ જવેલર્સ, ડિક્સન, ક્રોમ્પ્ટન, બર્જર પેઈન્ટ, વોલ્ટાસ વધ્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આજે પસંદગીની ખરીદી થઈ હતી. કલ્યાણ જવેલર્સ રૂ.૧૮.૨૫ વધીને રૂ.૬૧૧.૫૫, ડિક્સન ટેકનોલોજી પ્રોત્સાહક ત્રિમાસિક પરિણામે રૂ.૪૪૧.૭૫ વધીને રૂ.૧૬,૫૫૩.૯૫, ક્રોમ્પ્ટન રૂ.૩.૮૦ વધીને રૂ.૩૩૯.૯૫, બર્જર પેઈન્ટસ રૂ.૪.૫૫ વધીને રૂ.૫૭૪.૮૦, વોલ્ટાસ રૂ.૧૦ વધીને રૂ.૧૩૬૭.૪૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૩૬૮.૫૦ પોઈન્ટ વધીને ૬૦૩૦૧.૨૨ બંધ રહ્યો હતો.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં વેચવાલી અટકી : ગેઈલ ઈન્ડિયા, એચપીસીએલમાં ફંડો લેવાલીએ મજબૂતી

ઓઈલ-ગેસ શેરોમાં આજે ફંડોની ઘટાડે પસંદગીની લેવાલી રહી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં પરિણામ બાદ સતત થયેલી વેચવાલી આજે અટકી ખરીદી થતાં રૂ.૧૧.૭૦ વધીને રૂ.૧૪૨૪.૫૦ રહ્યો હતો. ગેઈલ ઈન્ડિયા રૂ.૨.૫૦ વધીને રૂ.૧૮૬.૪૫, એચપીસીએલ રૂ.૫.૪૫ વધીને રૂ.૪૩૪.૫૦, બીપીસીએલ રૂ.૪.૧૦ વધીને રૂ.૩૪૪.૪૦ રહ્યા હતા.

ઈન્ફોસીસનો નફો વધ્યો : શેર નજીવો વધ્યો : ડાટામેટિક્સ, રામકો સિસ્ટમ, નેટવેબ, ઈમુદ્રા વધ્યા

આઈટી શેરોમાં ઈન્ફોસીસનો ત્રિમાસિક ચોખ્ખો નફો ૮.૭ ટકા વધ્યા સાથે આવક અંદાજો વધારવામાં આવ્યા છતાં શેર નજીવો રૂ.૪.૩૦ વધીને રૂ.૧૫૭૪.૪૦ રહ્યો હતો. અન્ય આઈટી શેરોમાં ડાટામેટિક્સ રૂ.૭૦.૭૦ વધીને રૂ.૮૪૬.૪૫, રામકો સિસ્ટમ્સ રૂ.૧૪ વધીને રૂ.૪૦૪, બીએલએસઈ રૂ.૬.૫૦ વધીને રૂ.૧૯૧.૪૫, નેટવેબ રૂ.૬૦.૨૫ વધીને રૂ.૧૯૫૩.૬૫, ઈમુદ્રા રૂ.૧૫.૬૫ વધીને રૂ.૮૩૦.૫૫, જેનેસિસ રૂ.૫.૪૫ વધીને રૂ.૬૧૭.૯૫ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં વેલ્યુબાઈંગ થતાં માર્કેટબ્રેડથ સુધરી :  ૨૦૨૫ શેરો નેગેટીવ, ૨૦૦૫ પોઝિટીવ બંધ

સેન્સેક્સ, નિફટીમાં આક્રમક તેજી સાથે આજે ઘણા સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ થતાં માર્કેટબ્રેડથ ગઈકાલની તુલનાએ સુધરી હતી. અલબત ઘટનાર શેરોની સંખ્યા આજે મહત્તમ ૨૦૨૫ રહી હતી. જ્યારે વધનારની સંખ્યા ૨૦૦૫ રહી હતી. બીએસઈમાં કુલ ૪૧૯૮ સ્ક્રિપોમાં ટ્રેડિંગ થયું હતું.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૯૦ લાખ કરોડ વધીને રૂ.૪૬૦.૩૫ લાખ કરોડ

શેરોમાં આજે ફરી વેલ્યુબાઈંગ સાથે સેન્સેક્સ, નિફટીની તેજીએ રિકવરી વ્યાપક બનતાં રોકાણકારોની સંપતિ પણ એટ લે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૯૦ લાખ કરોડ વધીને રૂ.૪૬૦.૩૫ લાખ કરોડ પહોંચ્યું હતું.

FPIs/FIIની કેશમાં રૂ.૪૨૦૯ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૪૩૫૯ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે  બુધવારે શેરોમાં કેશમાં રૂ.૪૨૦૯.૧૧ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૪,૪૭૫.૫૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૮,૬૮૪.૬૧ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૪૩૫૮.૫૨ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૫,૧૪૬.૪૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૭૮૭.૯૧ કરોડની વેચવાલી કરી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિડલ ક્લાસને સરપ્રાઈઝ આપશે RBI? વ્યાજદર મુદ્દે ત્રણ દિવસીય બેઠક શરૂ | rbi mpc meet starts today will…
Business

મિડલ ક્લાસને સરપ્રાઈઝ આપશે RBI? વ્યાજદર મુદ્દે ત્રણ દિવસીય બેઠક શરૂ | rbi mpc meet starts today will…

September 29, 2025
ટ્રમ્પની દાદાગીરી સામે ડ્રેગને બાંયો ચડાવી : ટેરિફ મુદ્દે અમેરિકાને અબજોનું નુકસાન, ખેડૂતો મુશ્કેલીમ…
Business

ટ્રમ્પની દાદાગીરી સામે ડ્રેગને બાંયો ચડાવી : ટેરિફ મુદ્દે અમેરિકાને અબજોનું નુકસાન, ખેડૂતો મુશ્કેલીમ…

September 29, 2025
RBI ના નવા ડેપ્યુટરી ગવર્નર બનશે શિરીષ ચંદ્ર મૂર્મું, કેબિનેટે આપી મંજૂરી | government appoints sc m…
Business

RBI ના નવા ડેપ્યુટરી ગવર્નર બનશે શિરીષ ચંદ્ર મૂર્મું, કેબિનેટે આપી મંજૂરી | government appoints sc m…

September 29, 2025
Next Post
ભાવનગર મહાનગરપાલિકાના 79 અધિકારી-કર્મચારીની સામુહિક બદલી | Mass transfer of 79 officers and employee…

ભાવનગર મહાનગરપાલિકાના 79 અધિકારી-કર્મચારીની સામુહિક બદલી | Mass transfer of 79 officers and employee...

બોગસ દસ્તાવેજ કૌભાંડમાં 3 મહિલા સહિત 7 જણને સજા | 7 people including 3 women sentenced in bogus docu…

બોગસ દસ્તાવેજ કૌભાંડમાં 3 મહિલા સહિત 7 જણને સજા | 7 people including 3 women sentenced in bogus docu...

વહેરાખાડી પાસે ટેન્કરની ટક્કરે રિક્ષા પલટી જતા દાદી અને પૌત્રનાં મોત | Grandmother and grandson die …

વહેરાખાડી પાસે ટેન્કરની ટક્કરે રિક્ષા પલટી જતા દાદી અને પૌત્રનાં મોત | Grandmother and grandson die ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ભારે પવન ફૂંકાવવાની સાથે અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ | Heavy rain …

અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ભારે પવન ફૂંકાવવાની સાથે અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ | Heavy rain …

4 weeks ago
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હત્યા બાદ વાલીઓનો રોષ, LC લેવા માટે 100થી વધુ અરજીઓ મળી | ahmedabad sev…

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હત્યા બાદ વાલીઓનો રોષ, LC લેવા માટે 100થી વધુ અરજીઓ મળી | ahmedabad sev…

1 month ago
સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ ચૂટણી પંચ સામે બે લાખનો દંડ ફટકાર્યો | Supreme Court imposes fine of Rs 2 l…

સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ ચૂટણી પંચ સામે બે લાખનો દંડ ફટકાર્યો | Supreme Court imposes fine of Rs 2 l…

2 days ago
વડોદરાની બહુમાળી સરકારી ઇમારત નર્મદા અને કુબેર ભવનની ચકાસણી | structural chicking at kuber and narma…

વડોદરાની બહુમાળી સરકારી ઇમારત નર્મદા અને કુબેર ભવનની ચકાસણી | structural chicking at kuber and narma…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News