gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પરંપરાગત ખેતીમાં ગુજરાતને કેન્દ્રનો ‘અસહકાર’, સજીવ ખેતી માટે 13 કરોડને બદલે માત્ર 4 કરોડ આપ્યા | guj…

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in GUJARAT
0 0
0
પરંપરાગત ખેતીમાં ગુજરાતને કેન્દ્રનો ‘અસહકાર’, સજીવ ખેતી માટે 13 કરોડને બદલે માત્ર 4 કરોડ આપ્યા | guj…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Organic Farming: રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, જીનેટિકલી એન્જિનિયર્ડ બિયારણ થકી ઉત્પાદિત થતાં કૃષિ પાકો માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આરોગ્ય પ્રત્યે વધતી લોકજાગૃતિને પગલે હવે સજીવ ખેત ઉત્પાદનોની ડિમાન્ડ વધી છે. આ જોતાં હવે ખુદ ખેડૂતો પણ સજીવ ખેતી તરફ વળ્યાં છે. જોકે, રાજ્યપાલ પણ સજીવ ખેતીના હિમાયતી રહ્યાં છે ત્યારે ગુજરાતને પરંપરાગત ખેતીમાં કેન્દ્ર સરકારે જ સહયોગ નથી આપ્યો. કેન્દ્રએ ગુજરાતને સજીવ ખેતી માટે મોટા ઉપાડે 13 કરોડ ગ્રાન્ટ આપવા જાહેરાત કરી હતી પણ માત્ર 4 કરોડ રૂપિયા જ આપ્યા હતાં. 

આ પણ વાંચોઃ નવ દિવસનું ‘વેકેશન’ માણવા ચાર રજાઓની અરજીઓનો ઢગલો, સરકારી કર્મીઓમાં હોટ ટોપિક

બે વર્ષથી કેન્દ્રએ નથી આપી સહાય

ગુજરાતમાં છાણીયું ખાતર, દેશી પદ્ધિતિથી નિંદામણ ઉપરાંત સજીવોના ઉપયોગથી પાકને નુકસાન કરતાં જીવજંતુઓને નિયંત્રણ કરી પરંપરાગત રીતે ખેતી કરવામાં આવે છે. પર્યાવરણની સમતુલા જળવાઇ રહે, રાસાયણિક પ્રદૂષણથી મુક્તિ મળે, સ્વાસ્થ્યને નુકશાન ન થાય તેવા ખેત ઉત્પાદન મળે, ટકાઉ-સલામત ખેતી થાય તે હેતુથી ખેડૂતો સજીવ ખેતી કરવા માંડ્યાં છે. આ બાબતે કેન્દ્ર સરકારે સજીવ ખેતીને પ્રોત્સાહન આપવાની ડીંગો હાંકીને નાણાંકીય સહાય આપવા વચન વાયદા કર્યા હતાં. વર્ષ 2021-22 અને વર્ષ 2022-23માં કુલ મળીને 40 લાખ ગ્રાન્ટ આપવા નક્કી કર્યુ હતું પણ બે વર્ષ સુધી ગુજરાતને સજીવ ખેતી માટે કાણી પાઇ આપી ન હતી. 

ગ્રાન્ટ ફાળવી તેના અડધી સહાય પણ ન કરી

વર્ષ 2023-24માં કેન્દ્રીય કૃષિ મંત્રાલયે ગુજરાતને પરંપરાગત ખેતીને પ્રોત્સાહન મળી રહે તે માટે 7.5 કરોડ રૂપિયા ગ્રાન્ટ આપવા નિર્ણય કર્યો હતો. પણ માત્ર 1.96 કરોડ જ ગ્રાન્ટ ફાળવી હતી. સજીવ ખેતી પાછળ 1.96 કરોડનો ખર્ચ કરાયો હતો. આ ઉપરાંત વર્ષ 2024-25માં ગ્રાન્ટમાં ઘટાડો કરી દેવાયો હતો. 5.6 કરોડની નાણાંકીય સહાય આપવા જાહેરાત કરાઇ હતી પણ  2.82 કરોડ જ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. તે પૈકી 2.48 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. 

આ પણ વાંચોઃ મોરબીમાં સમાવેશ કરાયો પણ ખેડૂતોને મહેસુલી રેકર્ડ માટે હજુ સુરેન્દ્રનગરનો ધક્કા

ગુજરાતમાં ખેડૂતો કૃત્રિમ ખેતી છોડી સજીવ ખેતી કરે તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખૂબ જ પ્રયાસો કરી રહ્યાં છે તેમ છતાંય ખુદ કેન્દ્રીય કૃષિ મંત્રાલય જાણે સજીવ ખેતીની ધરાર અવગણના કરતું હોય તેવુ ચિત્ર ઊભુ થયું છે. ગુજરાતમાં કેન્સરના કેસોમાં થતા વધારાને ધ્યાને લઈ સજીવ ખેતી જરૂરી બની છે, તેમ છતાંય પાછલા બારણે કૃત્રિમ ખેતીને પ્રોત્સાહન મળી રહ્યુ હોય તેમ લાગી રહ્યુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…
GUJARAT

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

September 23, 2026
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

September 23, 2026
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

September 23, 2026
Next Post
નવ દિવસનું ‘વેકેશન’ માણવા ચાર રજાઓની અરજીઓનો ઢગલો, સરકારી કર્મીઓમાં હોટ ટોપિક | government employees…

નવ દિવસનું 'વેકેશન' માણવા ચાર રજાઓની અરજીઓનો ઢગલો, સરકારી કર્મીઓમાં હોટ ટોપિક | government employees...

મોરબીમાં સમાવેશ કરાયો પણ ખેડૂતોને મહેસુલી રેકર્ડ માટે હજુ સુરેન્દ્રનગરનો ધક્કા | Morbi included but …

મોરબીમાં સમાવેશ કરાયો પણ ખેડૂતોને મહેસુલી રેકર્ડ માટે હજુ સુરેન્દ્રનગરનો ધક્કા | Morbi included but ...

“ધ મેમરી લેન્ડ” – કશિશ રાઠોરના જન્મદિવસે અનોખું કલાપ્રદર્શન

"ધ મેમરી લેન્ડ" – કશિશ રાઠોરના જન્મદિવસે અનોખું કલાપ્રદર્શન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતની ક્રૂડ આયાતમાં ઓપેક રાષ્ટ્રોનો હિસ્સો 29%ના રેકોર્ડ નીચલા તળિયે | OPEC countries’ share of Ind…

ભારતની ક્રૂડ આયાતમાં ઓપેક રાષ્ટ્રોનો હિસ્સો 29%ના રેકોર્ડ નીચલા તળિયે | OPEC countries’ share of Ind…

5 months ago
જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખે પોતાનો જન્મદિવસ માર્ગ પર પડેલા ખાડાઓ સ્વખર્ચે બુરીને અનોખી રીતે ઉજવ્યો …

જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખે પોતાનો જન્મદિવસ માર્ગ પર પડેલા ખાડાઓ સ્વખર્ચે બુરીને અનોખી રીતે ઉજવ્યો …

1 year ago
લાઠી તાલુકાના મતિરાળાની સીમમાં રૂા.77.93 લાખનો ગાંજો પકડાયો

લાઠી તાલુકાના મતિરાળાની સીમમાં રૂા.77.93 લાખનો ગાંજો પકડાયો

10 months ago
તાંદળજામાં ખોરાક શાખાની તપાસ, નિયમભંગ બદલ દુકાનદારને નોટિસ | Vadodara Food Department Raid: Shop Own…

તાંદળજામાં ખોરાક શાખાની તપાસ, નિયમભંગ બદલ દુકાનદારને નોટિસ | Vadodara Food Department Raid: Shop Own…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News