![]()
સંવેદનશીલ જગ્યાએ કરારી માણસો બેસાડાયાનો વિરોધ પક્ષનો આરોપ
માણસા તાલુકા પંચાયતમાં લાંચ લેવાનો કિસ્સો ટાંકીને વિપક્ષે ફટકાર મારતાં કહ્યું કે જિલ્લા અધિકારીઓની પણ આબરૃ ગઇ
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા અપેક્ષા મુજબ તોફાની
બની હતી. તંત્રમાં ભ્રષ્ટાચાર વ્યાપક બન્યાનો આક્ષેપ કરીને વિપક્ષે સભા ગજાવી હતી.
જિલ્લા વિકાસ અધિકારીને સંબોધીને કહેવામાં આવ્યું, કે તાલુકાઓમાં ક્લાર્ક પણ નાણા લીધા વિના કોઇ કાગળમાં સહિ
કરતાં નથી. માણસા તાલુકા પંચાયતમાં લાંચ લેવાનો કિસ્સો ટાંકીને વિપક્ષે ફટકાર
મારતાં કહ્યું કે જિલ્લાના અધિકારીઓની પણ આબરૃ ગઇ છે.
પ્રશ્નોતરી દરમિયાન જેમ પોર્ટલ પરથી ખરીદીના અધિકાર મુદ્દે
ચાલેલી વાત દરમિયાન વિપક્ષના નેતા અજીતસિંહ રાઠોડે તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચારને
રોકવા પગલા લેવાની માંગણી કરવા સાથ જિલ્લા વિકાસ અધિકારીને જણાવ્યુ હતું, કે ૧૫માં નાણા
પંચની કામગીરી જ્યાંથી થાય છે,
તેવી સંવેદનશીલ જગ્યાઓ પર પણ કરાર આધારિત માણસો બેસાડી દેવામાં આવ્યા છે.
તલાટીઓની પણ જાણ બહાર ચૂકવણા કરીને વહીવટો કરી નાંખવામાં આવે છે.
ગામડાના અરજદારોને એક કાગળ પર સહી કરવાના પણ કારકુનો દ્વારા
રૃપિયા ૧૦ હજાર ખંખેરી લેવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સમગ્ર
જિલ્લામાં આ પરિસ્થિતિ હોવાનું જણાવવાની સાથે ભ્રષ્ટાચારીઓ પર કોઇનો કાબુ જ નહીં
હોવાનો આક્ષેપ કરવામાં આવતાં સભામાં સ્તબ્ધતા વ્યાપી ગઇ હતી. સમગ્ર સંવાદ દરમિયાન મૌન રહી સભ્યોએ પણ જાણે સમર્થન કર્યુ હતું.
જેમ પોર્ટલ પરથી ખરીદી કરવામાં લાલીયાવાડી સામે સભ્યોમાં
રોષ
જેમ પોર્ટલ પરથી રૃપિયા હજારથી લઇને લાખ્ખોની ખરીદીનું
ચુકવણુ કરવાની વાતે કોની સતા છે,
તેવો સવાલ પૂછીને વિપક્ષે તંત્રને ભીડવ્યુ હતું. ગ્રીમકોના બદલે ખાનગી કંપનીઓ પાસેથી ફનચર
ખરીદવામાં કોનું હિત સમાયેલુ છે,
તેવો ટોણો પણ માર્યો હતો. આ મુદ્દે ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ કોણ ખરીદી અને
ચુકવણા કરી શકે તેમાં જોકે સરકારી પરિપત્રો સહિત ૪૧ પાનાનો જવાબ આપીને જણાવાયુ
હતું કે ગ્રામ્ય, તાલુકા
અને જિલ્લા કક્ષાએ કોઇપણ ખરીદી માટે સંબંધિત અમલીકરણ અધિકારીના જેમ પોર્ટલના એચઓડી
અને બાયરના એકાઉન્ટ મારફતી ખરીદી અને ચુકવણા કરવાની જોગવાઇ છે. આ સમયે શાશક સભ્યોએ
પણ તડાપીટ બોલાવતા કહ્યુ હતું,
કે ચીજ વસ્તુની ખરીદીમાં વર્ષ કે તેથી વધુ સમય કાઢી નાંખવામાં આવે છે. ત્યારે
નવા મંજુર થયેલા કામોના સંબંધમાં આગામી સામાન્ય સભા પહેલા ખરીદીની પ્રક્રિયા પુરી
કરવાની પણ માંગણી કરાઇ હતી.










