– રાજકોટ, પૂણે સહિત ચાર પેઢીને 13 લાખનો દંડ
– બાલાસિનોરના મોર્ડન સ્ટોરમાં ધારા સિંગતેલ અને લૂણાવાડાની લૂણેશ્વરી સુપર માર્કેટમાં ગોવર્ધન કાઉ ઘી સબસ્ટાન્ડર્ડ
બાલાસિનોર : મહિસાગર જિલ્લામાં હલકી ગુણવત્તા ધરાવતી ખાદ્ય ચીજોનું વેચાણ કરતી બે પેઠીઓને કુલ ૩ લાખનો દંડ ફટકારાયો છે. બાલાસિનોર બસ સ્ટેશન પાસે મોર્ડન જનરલ સ્ટોરમાં ધારા બ્રાન્ડ સિંગતેલ અને લુણાવાડાની લુણેશ્વર સુપર માર્કેટમાં ગોવર્ધન ગાયનું ઘી સબસ્ટાન્ડર્ડ જાહેર થતા કાર્યવાહી કરાઈ છે.
નાગરીકોના આરોગ્ય સાથે ચેડા કરનાર દુકાનદારો, પેઢીઓ સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ મહીસાગર જિલ્લાના ડેઝીગ્નેટેડ ઓફિસરની મંજુરી આદેશના આધારે એડજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર ગોધરાની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જે કેસો ચાલી જતા દંડનીય કાર્યવાહીના ભાગરુપે જિલ્લાની પેઢીઓના બે નમુના સબસ્ટાંડર્ડ જાહેર થયેલા હોવાથી નિવાસી અધિક કલેકટરે તમામને કુલ મળી રુપિયા ૧૩ લાખની રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં બાલાસિનોર બસ સ્ટેશન પાસે મોર્ડન જનરલ સ્ટોરમાં સિંગતેલ (ધારા બ્રાન્ડ ૫૦૦ મીલી ૧ લીટર પેક માંથી)નો રિપોર્ટ સબ સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં ૧,૦૦,૦૦૦નો દંડ અને તેની સાથે રાજકોટ જિલ્લામાં આવેલ દેવ ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ, સ.ન. ૭૧૦/૦૧,અને ૭૧૭, પ્લોટ નં. ૧, તુલસી ઈન્ડસ્ટ્રીયલ એરિયા, જામવાડી, ગોંડલને પણ ૫,૦૦,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉપરાંત લુણાવાડા વરધરી રોડ પર આવેલી લૂણેશ્વર સુપર માર્કેટમાં પ્યોર કાઉ ઘી (ગોવર્ધન બ્રાન્ડ)નો રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં ૨,૦૦,૦૦૦નો દંડ અને પુણે જિલ્લામાં અંબેલાવ તાલુકામાં આવેલા પરાગ મિલ્ક ફૂડ લિ.ને પણ ૫,૦૦,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે.