gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં અત્ર તત્ર સર્વત્ર વરસાદ, 4 ઈંચમાં તંત્રની પોલ ખુલી, રસ્તા બેટમાં ફેરવાયા, ઠેર-ઠેર કેડ સમા…

G METRO NEWS by G METRO NEWS
July 27, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં અત્ર તત્ર સર્વત્ર વરસાદ, 4 ઈંચમાં તંત્રની પોલ ખુલી, રસ્તા બેટમાં ફેરવાયા, ઠેર-ઠેર કેડ સમા…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Rain Update:  ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે, ખાસ કરીને અમદાવાદ શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે શહેરના પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાયા છે. સવારે 10 વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ અઢી ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે, જેના પગલે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઇ જતાં ઘર-દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના નીચાણવાળા ભાગોમાં જળબંબાકરની સ્થિતિ સર્જાઇ છે. અઢી ઇંચ જેટલા વરસાદે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખોલી દીધી છે. 

તો બીજી તરફ અમદાવાદમાં જિલ્લામાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 3.54 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેમાં અમદાવાદના દસ્ક્રોઇમાં 3.54 ઇંચ, બાવળમાં 2.9 ઇંચ, ધોળકમાં 1.57 ઇંચ વરસાદ નોંધાયો છે. 

અમદાવાદમાં અત્ર તત્ર સર્વત્ર વરસાદ, 4 ઈંચમાં તંત્રની પોલ ખુલી, રસ્તા બેટમાં ફેરવાયા, ઠેર-ઠેર કેડ સમા પાણી 2 - image

અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ

અમદાવાદના અનેક વિસ્તારોમાં સવારથી જ ભારે વરસાદ નોંધાયો છે. પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ, નિકોલ, નરોડા, અને રબારી કોલોની સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જ્યારે સરસપુર, વટવા, મણિનગર, ચાણક્યપુરી, ચાંદખેડા, ગોતા, થલતેજ, પકવાન ચાર રસ્તા, સિંધુભવન, ઇસ્કોન, સરખેજ, મકરબા, પ્રહલાદ નગર, અને વેજલપુર સહિતના પશ્ચિમના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે.

અમદાવાદના આ વિસ્તારોમાં બે ઇંચથી વધુ વરસાદ 

જોધપુર, સેટેલાઇટ, શિવરંજની, વસ્ત્રાપુર, કાલુપુર, ઇન્કમટેક્સ, શાહપુર, નિકોલ, રામોલ, ગોમતીપુર, રખિયાલ, મણિનગર, લાલ દરવાજા, ગીતામંદિર, વાડજ, ઇન્કમટેક્સ, અને ઉસ્માનપુરા જેવા વિસ્તારોમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ ઉત્તર છત્તીસગઢ અને ઝારખંડ ઉપર ડિપ્રેશન સક્રિય થયું છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાત ઉપર પણ મોનસૂન ટ્રફ સક્રિય છે. ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં કુલ 04 સિસ્ટમ સક્રિય હોવાથી આગામી સમયમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. આ દરમિયાન, પવનની ઝડપ 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: બનાસકાંઠાના વડગામમાં મેઘતાંડવ, સાત ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર, 1 ઓગસ્ટ સુધી આગાહી

ગત 24 કલાકમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ 

છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના કુલ 181 તાલુકાઓમાં મેઘ મહેર જોવા મળી છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં નોંધાયો છે, વડગામમાં 7.52 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યના 72 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ આજે  (27 જુલાઇ) પણ મેઘરાજા વહેલી સવારથી ધમાકેદાર બેટીંગ કરતાં સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન બે કલાકમાં 103 ધડબડાટી બોલાવી છે. 

અમદાવાદમાં અત્ર તત્ર સર્વત્ર વરસાદ, 4 ઈંચમાં તંત્રની પોલ ખુલી, રસ્તા બેટમાં ફેરવાયા, ઠેર-ઠેર કેડ સમા પાણી 3 - image

અરવલ્લી જિલ્લાના મોડાસામાં 6.22 ઇંચ, તલોદમાં 5.31 ઇંચ, સિદ્ધપુરમાં 5.16 ઇંચ, કપરાડામાં 4.92 ઇંચ, દહેગામમાં 4.80 ઇંચ, કઠલાલમાં 4.17 ઇંચ, મહેસાણામાં 3.98 ઇંચ, ધરમપુરમાં 3.78 ઇંચ, પ્રાંતિજમાં 3.66 ઇંચ, કંડાણામાં 3.58 ઇંચ, ડીસામાં 3.58 ઇંચ, ધનસુરામાં 3.50 ઇંચ અને સતલાસણામાં 3.31 ઇંચ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો: સાબરકાંઠામાં મેઘરાજા મનમૂકીને વરસ્યાં, તલોદમાં 5 ઈંચ, પ્રાંતિજમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો

આગામી દિવસોમાં વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી 1 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આથી ખેડૂતો અને સામાન્ય જનતાને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. રાજ્યભરમાં સારો વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આજે ત્રણ જિલ્લામાં રેડ ઍલર્ટ

હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં રવિવારે (27મી જુલાઈ) સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં રેડ એલર્ટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, ભરુચ, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

Gujarat: Rain lashes parts of Ahmedabad pic.twitter.com/5zbET4fSgC

— IANS (@ians_india) July 27, 2025

28મી જુલાઈની આગાહી

28 જુલાઈએ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને અન્ય 21 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
મોં અને ગળાના કેન્સરના કેસના 50% દર્દી 50 વર્ષથી ઓછી વયના, તમાકુનું સેવન જોખમી સાબિત | cancer cases …

મોં અને ગળાના કેન્સરના કેસના 50% દર્દી 50 વર્ષથી ઓછી વયના, તમાકુનું સેવન જોખમી સાબિત | cancer cases ...

અમદાવાદ-ગાંધીનગર માટે આગામી 3 કલાક ‘અતિભારે’, અનેક વિસ્તારો જળબંબાકાર, 9 જિલ્લામાં રેડ એલર્ટ | ahmed…

અમદાવાદ-ગાંધીનગર માટે આગામી 3 કલાક 'અતિભારે', અનેક વિસ્તારો જળબંબાકાર, 9 જિલ્લામાં રેડ એલર્ટ | ahmed...

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ કેન્દ્ર સરકારનું આકરૂ વલણ, એર ઈન્ડિયાને આપ્યા બે કડક નિર્દેશ | government cl…

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ કેન્દ્ર સરકારનું આકરૂ વલણ, એર ઈન્ડિયાને આપ્યા બે કડક નિર્દેશ | government cl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

USની ઇન્ટરનેટ જાયન્ટ કંપનીઓના ભારતમાં ડેરાતંબુ | US internet giants set up camp in India

USની ઇન્ટરનેટ જાયન્ટ કંપનીઓના ભારતમાં ડેરાતંબુ | US internet giants set up camp in India

1 year ago
ગોરવા હત્યા કેસમાં આરોપી સોહિલ રાણાની જામીન અરજી કોર્ટે ફગાવી | Court rejects bail application of ac…

ગોરવા હત્યા કેસમાં આરોપી સોહિલ રાણાની જામીન અરજી કોર્ટે ફગાવી | Court rejects bail application of ac…

6 months ago
અમદાવાદના દાણીલીમડામાં ‘બાપ’ કહેવા બાબતે બે પરિવારો વચ્ચે લોહિયાળ જંગ, મહિલા અને સગીર પર હુમલો | fig…

અમદાવાદના દાણીલીમડામાં ‘બાપ’ કહેવા બાબતે બે પરિવારો વચ્ચે લોહિયાળ જંગ, મહિલા અને સગીર પર હુમલો | fig…

7 months ago
જામનગરમાં શરૂ સેક્શન રોડ પર યુવાનના માથામાં હથોડી ફટકારી ફેક્ચર કરી નાખ્યું : અજાણ્યા શખ્સ સામે ફરિય…

જામનગરમાં શરૂ સેક્શન રોડ પર યુવાનના માથામાં હથોડી ફટકારી ફેક્ચર કરી નાખ્યું : અજાણ્યા શખ્સ સામે ફરિય…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News