![]()
અમદાવાદ : એક તરફ ભારત અને અમેરિકા વચ્ચેના વેપારી સંબંધો અતિ ખટાશ ભર્યા બની ગયા છે અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના અર્થતંત્રને ખાડે ગયેલાનું લેબલ મારી રહ્યા છે ત્યારે અમેરિકાની જાયન્ટ ટેકનોલોજી કંપનીઓ ભારતમાં પોતાના પગ મજબૂત બનાવવા અબજો રૂપિયા રોકીને વિસ્તરણ કરી રહી છે. વિશ્વમાં જેના નામ ટેકનોલોજી જાયન્ટ તરીકે ચર્ચાય છે તેવી ગુગલ,એપલ, માઇક્રોસોફ્ટ,ઓપન એઆઇ, મેટા વગેરેે ભારતમાં વિસ્તરણના પ્લાન અમલી બનાવ્યા છે.
અમેરિકી જાયન્ટ કંપનીઓ હૈદ્રાબાદ અને બેંગલુરૂમાં મોટી ઓફિસો લીઝ પર લઇ રહી છે, રોકાણો કરી રહી છે અને નવા ભાગીદારો શોધી રહી છે
ભારતની જાયન્ટ આઇટી કંપની ઇન્ફોસિસના ભૂતપૂર્વ બોર્ડ મેમ્બર અને સ્ટાર્ટઅપમાં રોકાણ કરતા ટી.વી. મોહનદાસ પાઇએ કહ્યું છે કે અમેરિકામાં પરફેક્ટ તાલિમ પામેલા આઇટી એન્જીન્યરો પૂરતા પ્રમાણમાં નથી માટે આ જાયન્ટ કંપનીઓ ભારતમાં આવી રહી છે. એક અંદાજ અનુસાર ભારતમાં ૭.૫ મિલિયન જેટલા સોફ્ટવેર એન્જીન્યર છે જ્યારે તેની સરખાણીમાં અમેરિકામાં ૬ મિલિયન છે. જે અમેરિકી જાયન્ટ કંપનીઓ ભારતમાં વિસ્તરણ કરી રહી છે તેમની ૩૦ ટાક ઉપરની આવક અમેરિકાની બહારથી આવે છે.
ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફના કારણે વિવાદ ઉભા થયા છે અને ગઇકાલે ૨૭મી ઓગષ્ટથી તેનો અમલ પણ શરૂ થયો છે જેના પગલે ભારતનું શેેરબજાર પણ ડામાડોળ જોવા મળે છે પરંતુ આવી સ્થિતિ વચ્ચે પણ અમેરિકાની જાયન્ટ કંપનીઓ ભારતમાં રોકાણની તકો શોધી રહી છે. માર્કેટના નિષ્ણાતો કહે છેકે દરેક કંપનીને સમૃધ્ધ બનવું છે.
ટ્રેડ અને ટેરિફ તેની જગ્યા પર છે અને કંપનીનું વિસ્તરણ તેની જગ્યા પર છે. કંપનીઓ આગળ વધવા માટે જોખમ ઉઠાવે છે, શિફ્ટીંગનું વિચારે છે તેમજ અચોક્કસ સ્થિતિમાં તેમને સ્થિર રહેતા પણ આવડે છે. કંપનીઓ સસ્તા દરે તૈયાર થતી વધુ સારી પ્રોડક્ટ તૈયાર કરવા માંગે છેે તેમજ તેનું વેચાણ પણ ત્વરીત કરવા પ્લાન બનાવે છે. તેના માટે જોઇતી બેસ્ટ ટેલેન્ટ ભારત પાસે છે.
જાયન્ટ ટેકનોલોજી કંપનીઓને ઇનોવેશન તેમજ નવી પ્રડેક્ટ બનાવવા જોઇતા એપ્લાઇડ એઆઇનો સ્ટાફ,મોડલ ટ્રેનીંગ, ડેટા એન્જીન્યરીંગ તેમજ વ્પારી ધેારણે તેને તૈયાર કરી શકે એવો સ્ટાફ ભારતમાં મળી શકે છે.
મોહનદાસ પાઇએ કહ્યું હતું કે ગ્લોબલ કેપેબીલીટી સેન્ટર(GCCs) ભારતમાં બહુ મહત્વના સાબિત થયા છે. રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ માટે આ સેન્ટરો બહુ ઉપયોગી સાબિત થઇ રહ્યા છે. ભારતમાં ૧૭૦૦ સેન્ટરો છે. જેની નિકાસની આવક ગયા વર્ષ કરતાં ૪૦ ટકા વધી છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અપેલના સીઇઓ ટીમ કૂકને ભારતમાં બહુ વિસ્તરણ નહીે કરવ ાને રોકામ નહીં કરવા આપેલી સલાહ છતાં ૪ સપ્ટેબરે દિલ્હીમાં એપલ સ્ટોરનું ઉદ્ધાટન થઇ રહ્યું છે.
પાંચ લાખ જેટલા ચેટ જીપીટીના લાયસન્સ..
… ૪ સપ્ટેમ્બરે એપલ ભારતમાં પૂણે ખાતે તેનો ચોથો ર્સ્ટાર્સ ખોલી રહ્યું છે
…ઓપન એઆઇ ભારતના વિદ્યાર્થીઓ અને ટીચર્સને પાંચ લાખ જેટલા ચેટ જીપીટીના લાયસન્સ વહેંચ્યા છે.
…માઇક્રોસોફ્ટે હૈદ્રાબાદમાં મહિને ૫.૪ કરોડ રૂપિયાના માસિક ભાડામાં ૨.૬૫ લાખ સ્કેવર ફૂટ જગ્યા લીઝ પર લીધી છે.
…ઓપન એઆઇવાળા નવી દિલ્હીમાં આ વર્ષના અંતે ભારતમાં પોતાની ઓફિસ ખોલી રહ્યા છે.
….એપલે ગયા મહિને ૧૦૧૦ કરોડના ભાડા પર બેંગલુરૂમાં ઓફિસ માટે આખો ફલોર ૧૦ વર્ષ માટે લીઝ પર લીધો છે.
…ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ બેંગલુરૂમાં નવી ઓફિસ ખોલવાની જાહેરાત પણ કરી છે અને તેમાટેનો સ્ટાફ પણ લેવાનું શરૂ કરી દીધું છે.
…. અમેરિકાની કંપનીઓએ ૨૦૨૨થી ૨૦૨૪ દરમ્યાન ૬૫ મિલીયન સ્કેવર ફીટ ઓફિસ સ્પેસ લીઝ પર લીધી છે. જે ભારતની કુલ ઓફિસ સ્પેસ ડીમાન્ડના ૩૨ ટકા જેટલી છે.










