gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિદ્ધપુરમાં સાંબેલાધાર 7 ઇંચ વરસાદ, કાકોશીમાં કોહરામ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી | patan siddhpur h…

G METRO NEWS by G METRO NEWS
July 27, 2025
in GUJARAT
0 0
0
સિદ્ધપુરમાં સાંબેલાધાર 7 ઇંચ વરસાદ, કાકોશીમાં કોહરામ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી | patan siddhpur h…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Heavy Rain in Sidhhpur: ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ મહેર સાથે-સાથે કહેર પણ વરસાવ્યો છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર, સરસ્વતી અને પાટણ તાલુકાઓમાં અનરાધાર વરસાદ પડ્યો છે, જેને કારણે પરિસ્થિતિ વિકટ બની છે. ખાસ કરીને સિદ્ધપુર તાલુકામાં ગત મોડી રાતથી અત્યાર સુધીમાં 7 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

સિદ્ધપુરમાં વિકટ સ્થિતિ

સિદ્ધપુર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સિદ્ધપુરનું ઐતિહાસિક રસુલ તળાવ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયું છે. શહેરના મુખ્ય માર્ગો પર કેડસમા પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે, અને ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેને કારણે અવરજવર ખોરવાઈ ગઈ છે.

જળબંબાકારની સ્થિતિ

પાટણના મેત્રાણા અને કાકોશીમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સિદ્ધપુરના કાકોશી ગ્રામ પંચાયતના રોડ પર, કાકોશી ગામની બજારમાં અને સિદ્ધપુર-કાકોશી હાઈવે પર પણ પાણી ભરાયા છે. સેદ્રાણા ચાર રસ્તા પર પણ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. પાટણ શહેરની ચિત્રકૂટ નગર સોસાયટીના ગેટમાં પણ ઢીંચણસમા પાણી ભરાયા હતા.

આ પણ વાંચો: અમદાવાદના દસક્રોઇની મેઘરાજાએ દશા બગાડી: 6 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબકતાં જળ’કરફ્યુ’

ખેતરો બેટમાં ફેરવાયા

ભારે વરસાદના કારણે ઊભા પાકવાળા ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા છે, જેને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા

સિદ્ધપુર તાલુકાના કાલેડા, ધનાવાડા, પચકવાડા, દશાવાડા, કલ્યાણા, કુંવારા, કાકોશી સહિતના ગામોમાં ભારે વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, સરસ્વતી તાલુકાના ભીલવન ગામમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. સરસ્વતી તાલુકાના વદાણી, જાખા, વાસણી, લાખડપ, વાગદોડ, કાનોસણ સહિતના ગામોમાં પણ વરસાદે હાજરી પૂરાવી છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પાણીના નિકાલ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જોકે, સતત વરસાદને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે.

આ પણ વાંચો: ખેડામાં મેઘરાજાની તોફાની બેટિંગ: મહેમદાવાદમાં 6 કલાકમાં સરેરાશ 6 ઇંચથી વધુ વરસાદ, જનજીવન ઠપ

વહેલી સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ

અમદાવાદના દસક્રોઇમાં 8.70 ઇંચ, ખેડાના મહેમદાવાદમાં 6.22 ઇંચ, કઠલાલમાં 3.86 ઇંચ, નડીયાદમાં 3.74 ઇંચ, માતરમાં 3.50 ઇંચ, અરવલ્લીના ભિલોડામાં 3.39 ઇંચ, બનાસકાંઠાના ભાભરમાં 3.23 ઇંચ, આણંદના ઉમરેઠમાં 3.03 ઇંચ, અમદાવાદના બાવળામાં 2.83 ઇંચ, પાટણ શહેરમાં 2.80 ઇંચ, બનાસકાંઠાના કાંકરેજમાં 2.80 ઇંચ, ડાંગના વઘઇમાં 2.72 ઇંચ, ખેડાના મહુધામાં 2.68 ઇંચ, ડાંગના સુબીરમાં 2.68 ઇંચ, પાટણના સિદ્ધપુરમાં 2.40 ઇંચ, અમદાવાદના ધોળકામાં 2.40 ઇંચ, વડોદરાના ડેસરમાં 2.32 ઇંચ, નવસારીના વાસંદામાં 2.32 ઇંચ, બનાસકાંઠાના વડગામમાં 2.28 ઇંચ, ખેડાના ગળતેશ્વરમાં 2.28 ઇંચ, ખેડાના વાસોમાં 2.24 ઇંચ, પાટણના સરસ્વતીમાં 2.20 ઇંચ, મહેસણાના વિસગનગરમાં 2.20 ઇંચ, ખેડામાં 2.13 ઇંચ વરસાદ ખાબક્યો છે. 

ગત 24 કલાકમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ 

છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના કુલ 181 તાલુકાઓમાં મેઘ મહેર જોવા મળી છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં નોંધાયો છે, વડગામમાં 7.52 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યના 72 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ આજે  (27 જુલાઇ) પણ મેઘરાજા વહેલી સવારથી ધમાકેદાર બેટીંગ કરતાં સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન બે કલાકમાં 103 ધડબડાટી બોલાવી છે. 

અરવલ્લી જિલ્લાના મોડાસામાં 6.22 ઇંચ, તલોદમાં 5.31 ઇંચ, સિદ્ધપુરમાં 5.16 ઇંચ, કપરાડામાં 4.92 ઇંચ, દહેગામમાં 4.80 ઇંચ, કઠલાલમાં 4.17 ઇંચ, મહેસાણામાં 3.98 ઇંચ, ધરમપુરમાં 3.78 ઇંચ, પ્રાંતિજમાં 3.66 ઇંચ, કંડાણામાં 3.58 ઇંચ, ડીસામાં 3.58 ઇંચ, ધનસુરામાં 3.50 ઇંચ અને સતલાસણામાં 3.31 ઇંચ વરસાદ નોંધાયો છે.

આગામી દિવસોમાં વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી 1 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આથી ખેડૂતો અને સામાન્ય જનતાને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. રાજ્યભરમાં સારો વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આજે ત્રણ જિલ્લામાં રેડ ઍલર્ટ

હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં રવિવારે (27મી જુલાઈ) સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં રેડ એલર્ટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, ભરુચ, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

28મી જુલાઈની આગાહી

28 જુલાઈએ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને અન્ય 21 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પત્ની હેરાન કરે છે, નજીક આવશો તો કુદી પડીશ..! કોમ્પ્લેક્સ પર ચડી ગયેલા યુવકના રેસ્ક્યુ માટે હાઈ વૉલ્…
GUJARAT

પત્ની હેરાન કરે છે, નજીક આવશો તો કુદી પડીશ..! કોમ્પ્લેક્સ પર ચડી ગયેલા યુવકના રેસ્ક્યુ માટે હાઈ વૉલ્…

March 28, 2026
ટ્રાફિક ACPને બઢતી, PSI થી DCP સુધીના તમામ હોદ્દા વડોદરામાં 100 મીટરની ઓફિસોમાં મેળવ્યા | Traffic AC…
GUJARAT

ટ્રાફિક ACPને બઢતી, PSI થી DCP સુધીના તમામ હોદ્દા વડોદરામાં 100 મીટરની ઓફિસોમાં મેળવ્યા | Traffic AC…

March 28, 2026
રાજકોટ: શિક્ષિકા-વિદ્યાર્થી વિવાદમાં નવો વળાંક, દુષ્કર્મના આરોપમાં ધ્રુવલ દેસાઈનો આપઘાતનો પ્રયાસ | G…
GUJARAT

રાજકોટ: શિક્ષિકા-વિદ્યાર્થી વિવાદમાં નવો વળાંક, દુષ્કર્મના આરોપમાં ધ્રુવલ દેસાઈનો આપઘાતનો પ્રયાસ | G…

March 28, 2026
Next Post
4 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અ…

4 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અ...

સુરત: શિવજી બ્રહ્મ હત્યાનું પાપ અને ગંગાજી પાપ ધોવા આવ્યા હતા તેવું પ્રાચીન શિવ મંદિર એટલે ફુલપાડાનુ…

સુરત: શિવજી બ્રહ્મ હત્યાનું પાપ અને ગંગાજી પાપ ધોવા આવ્યા હતા તેવું પ્રાચીન શિવ મંદિર એટલે ફુલપાડાનુ...

અમદાવાદ જળમગ્ન બન્યું: પૂર્વ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ, રસ્તા બેટમાં ફેરવાયા, મીઠાખળી અંડરપા…

અમદાવાદ જળમગ્ન બન્યું: પૂર્વ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ, રસ્તા બેટમાં ફેરવાયા, મીઠાખળી અંડરપા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હત્યાના બનાવમાં સંડોવાયેલા ચાર આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of four accused involve…

હત્યાના બનાવમાં સંડોવાયેલા ચાર આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of four accused involve…

7 months ago
મધ્ય-પૂર્વમાં યુદ્ધથી એર ઈન્ડિયાની મુશ્કેલીમાં, 2500 ફ્લાઈટ કેન્સલ, માત્ર 30% ઓપરેશન ચલાવવા મજબૂર | …

મધ્ય-પૂર્વમાં યુદ્ધથી એર ઈન્ડિયાની મુશ્કેલીમાં, 2500 ફ્લાઈટ કેન્સલ, માત્ર 30% ઓપરેશન ચલાવવા મજબૂર | …

6 days ago
૮૮ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીની પાસામાં અટકાયત | Accused involved in 88 crimes detained in Pasa

૮૮ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીની પાસામાં અટકાયત | Accused involved in 88 crimes detained in Pasa

4 months ago
બંને દેશો વચ્ચે તણાવ ઘટશે કે નહીં…? જયશંકરના ઢાકા પ્રવાસ મામલે બાંગ્લાદેશ સરકારે આપી પ્રતિક્રિયા |…

બંને દેશો વચ્ચે તણાવ ઘટશે કે નહીં…? જયશંકરના ઢાકા પ્રવાસ મામલે બાંગ્લાદેશ સરકારે આપી પ્રતિક્રિયા |…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News