gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ સહિત 9 જિલ્લામાં ‘રેડ એલર્ટ’, ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી | ahmedabad red alert…

G METRO NEWS by G METRO NEWS
July 27, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ સહિત 9 જિલ્લામાં ‘રેડ એલર્ટ’, ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી | ahmedabad red alert…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Heavy Rain Alert in Ahmedabad: ગુજરાતમાં આજે અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ આગાહીને પગલે 9 જિલ્લાઓ માટે ‘રેડ એલર્ટ’ અને મોટા ભાગના જિલ્લાઓ માટે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે.

અમદાવાદ સહિત 9 જિલ્લામાં 'રેડ એલર્ટ', ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી 2 - image

હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ, રાતના 10 વાગ્યા સુધી રેડ ઍલર્ટ જાહેર

હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આગાહી મુજબ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં રાત્રિના 10 વાગ્યા સુધી અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા છે, જેના કારણે આ જિલ્લાઓમાં ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથમાં યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે. 

આ સિવાય રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા હોવાથી તેમને ‘ઓરેન્જ એલર્ટ’ હેઠળ રાખવામાં આવ્યા છે. હવામાન વિભાગે નાગરિકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારીના પગલાં લેવા અપીલ કરી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને વાહનવ્યવહારને અસર થવાની સંભાવના છે. લોકોને કારણ વગર બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળોએ રહેવા સૂચના આપવામાં આવી છે. સ્થાનિક પ્રશાસન દ્વારા પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદના દસક્રોઇની મેઘરાજાએ દશા બગાડી: 6 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબકતાં જળ’કરફ્યુ’

ગત 24 કલાકમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ 

છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના કુલ 181 તાલુકાઓમાં મેઘ મહેર જોવા મળી છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં નોંધાયો છે, વડગામમાં 7.52 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યના 72 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ આજે  (27 જુલાઇ) પણ મેઘરાજા વહેલી સવારથી ધમાકેદાર બેટીંગ કરતાં સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન બે કલાકમાં 103 ધડબડાટી બોલાવી છે. 

અરવલ્લી જિલ્લાના મોડાસામાં 6.22 ઇંચ, તલોદમાં 5.31 ઇંચ, સિદ્ધપુરમાં 5.16 ઇંચ, કપરાડામાં 4.92 ઇંચ, દહેગામમાં 4.80 ઇંચ, કઠલાલમાં 4.17 ઇંચ, મહેસાણામાં 3.98 ઇંચ, ધરમપુરમાં 3.78 ઇંચ, પ્રાંતિજમાં 3.66 ઇંચ, કંડાણામાં 3.58 ઇંચ, ડીસામાં 3.58 ઇંચ, ધનસુરામાં 3.50 ઇંચ અને સતલાસણામાં 3.31 ઇંચ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો: ખેડામાં મેઘરાજાની તોફાની બેટિંગ: મહેમદાવાદમાં 6 કલાકમાં સરેરાશ 6 ઇંચથી વધુ વરસાદ, જનજીવન ઠપ

આગામી દિવસોમાં વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી 1 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આથી ખેડૂતો અને સામાન્ય જનતાને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. રાજ્યભરમાં સારો વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

28મી જુલાઈની આગાહી

28 જુલાઈએ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને અન્ય 21 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….
GUJARAT

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….

August 8, 2026
ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
Next Post
અમરેલીના ખાંભાના રેવન્યુ વિસ્તારમાંથી દીપડાનો મૃતદેહ મળ્યો, ઉંમરને કારણે મૃત્યુની આશંકા | leopard fo…

અમરેલીના ખાંભાના રેવન્યુ વિસ્તારમાંથી દીપડાનો મૃતદેહ મળ્યો, ઉંમરને કારણે મૃત્યુની આશંકા | leopard fo...

જાપાનથી કરોડોનો બિઝનેસ અને કંપની છોડી બન્યા શિવભક્ત, જુઓ કાવડિયાને વહેંચ્યું ભોજન | From Japan Busin…

જાપાનથી કરોડોનો બિઝનેસ અને કંપની છોડી બન્યા શિવભક્ત, જુઓ કાવડિયાને વહેંચ્યું ભોજન | From Japan Busin...

‘સરકાર નકામી વસ્તુ, ચાલુ ગાડીમાં પંચર કરી દેશે…’, નીતિન ગડકરીનું સૂચક નિવેદન | Union Minister Niti…

'સરકાર નકામી વસ્તુ, ચાલુ ગાડીમાં પંચર કરી દેશે...', નીતિન ગડકરીનું સૂચક નિવેદન | Union Minister Niti...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘પ્રાણીઓ પણ પ્રેમના હકદાર…’, રખડતા કૂતરાઓ સપોર્ટમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવ, કરી ભાવુક…

‘પ્રાણીઓ પણ પ્રેમના હકદાર…’, રખડતા કૂતરાઓ સપોર્ટમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવ, કરી ભાવુક…

12 months ago
સરદાર સરોવર નર્મદા નિગમની ઢીલી નીતિના કારણે વડોદરા જિલ્લાના પૂર્વ વિસ્તારના 11 ગામોના સવા લાખ રહીશોન…

સરદાર સરોવર નર્મદા નિગમની ઢીલી નીતિના કારણે વડોદરા જિલ્લાના પૂર્વ વિસ્તારના 11 ગામોના સવા લાખ રહીશોન…

9 months ago
લવારપુર બ્રિજ પાસે ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતા ક્લિનરનું મોત, ચાલક ઘાયલ | Cleaner dies driver injured as…

લવારપુર બ્રિજ પાસે ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતા ક્લિનરનું મોત, ચાલક ઘાયલ | Cleaner dies driver injured as…

12 months ago
ધ્રાંગધ્રાના દુદાપર ચોકડી નજીક કારમાંથી દારૂની 95 ઝડપાઇ | 95 kg of liquor seized from a car near Dud…

ધ્રાંગધ્રાના દુદાપર ચોકડી નજીક કારમાંથી દારૂની 95 ઝડપાઇ | 95 kg of liquor seized from a car near Dud…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News