gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સરકાર એકદમ નકામી વસ્તુ, ચાલતી ગાડીમાં પંક્ચર પાડી શકે : ગડકરી | Government is a useless thing it can…

G METRO NEWS by G METRO NEWS
July 28, 2025
in INDIA
0 0
0
સરકાર એકદમ નકામી વસ્તુ, ચાલતી ગાડીમાં પંક્ચર પાડી શકે : ગડકરી | Government is a useless thing it can…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સત્તા, સંપત્તિ અને સૌંદર્ય કાયમી નથી તેના મદમાં રાચવું જોઈએ નહીં

રાજકારણ નશા સમાન, માણસ નશામાં હોય ત્યારે તેની વિચાર કરવાની શક્તિ જતી રહે છે : કેન્દ્રીય મંત્રી ગડકરી

નવી દિલ્હી: કેન્દ્રીય માર્ગ, પરિવહન મંત્રી નિતિન ગડકરી તેમના આખાબોલા સ્વભાવ અંગે જાણિતા છે. નાગપુર કોર્પોરેશનની ઝાટકણી કાઢતા ગડકરીએ કહ્યું કે સરકાર એકદમ નકામી વસ્તુ છે, તે ચાલુ ગાડીમાં પંક્ચર પાડી શકે છે. વધુમાં તેમણે નાગપુરમાં એક કાર્યક્રમમાં કહ્યું કે, રાજકારણ નશા સમાન છે અને માણસ નશામાં હોય ત્યારે તેની વિચાર કરવાની શક્તિ જતી રહે છે. વધુમાં સત્તા, સંપત્તિ અને સૌંદર્ય ક્યારેય કાયમી નથી હોતા, તે ક્ષણ ભંગુર હોય છે તેથી કોઈએ તેના અભિમાનમાં રાચવું જોઈએ નહીં.

નીતિન ગડકરી નાગપુરમાં સ્ટેડિયમ બનાવવા માગે છે, પરંતુ કોર્પોરેશન, સરકારી શિથિલતાના પગલે તેઓ ખૂબ જ નારાજ હતા અને તેમણે તેમની નિરાશા તથા ઉભરો ઠાલવ્યો હતો. નીતિ ગનડકરીએ નાગપુરમાં સ્પોર્ટ્સ એઝ અ કરિયર કાર્યક્રમમાં જણાવ્યું કે, મારી ખૂબ ઈચ્છા છે કે નાગપુરમાં ૩૦૦ સ્પોર્ટ્સ સ્ટેડિયમ બનાવું, પરંતુ ચાર વર્ષના મારા અનુભવ પછી મારા ધ્યાનમાં આવ્યું કે, સરકાર ખૂબ જ નકામી વસ્તુ છે. એનઆઈટી, કોર્પોરેશન વગેરેના ભરોસે કોઈ કામ થતું નથી. આ લોકો ચાલતી ગાડીમાં પંક્ચર પાડી શકે છે.

ગડકરીએ આ અંગે પોતાનો અનુભવ શૅર કરતા કહ્યું, દુબઈના એક વેપારી તેમને મળ્યા, જે ત્યાં સ્પોર્ટ્સ સ્ટેડિયમ ચલાવે છે. તેમણે નાગપુરમાં સ્ટેડિયમ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી. મેં નિર્ણય કર્યો કે ટેન્ડર કાઢીને ૧૫ વર્ષ માટે અમે જગ્યા આપીશું. લાઈટ, ગેલેરી વગેરે બનાવીને આપીશું, પરંતુ લોનનું મેઈન્ટેનન્સ તેઓ કરશે અને એરિયાની દૃષ્ટિએ ત્યાં સ્પોર્ટ્સ રમી શકાશે. અહીં રમવા આવનારા ખેલાડીઓ પાસેથી ઓછામાં ઓછી રૂ. ૫૦૦થી રૂ. ૧,૦૦૦ ફી લઈશું.

તેમણે ઉમેર્યું કે, ફી લેવી જરૂરી છે. મફતમાં કશું શીખવું જોઈએ નહીં. હું તો રાજકારણમાં છું. રાજકારણ તો ફોગટીયાઓનું બજાર છે. અહીં લોકોને દરેક વસ્તુ ફોગટમાં એટલે કે મફતમાં જોઈએ છે, પરંતુ હું મફતમાં કશું આપતો નથી. સ્પોર્ટ્સ અને રાજકારણ નશા સમાન છે. માણસ નશામાં હોય ત્યારે તેની વિચાર કરવાની શક્તિ જતી રહે છે. તેથી કોઈએ તેના નશામાં રહેવું જોઈએ નહીં. સત્તા, સંપત્તિ અને સૌંદર્ય હંમેશા માટે નથી હોતા, પરંતુ તે ક્ષણભંગુર હોય છે. તેથી તેનું અભિમાન રાખવું જોઈએ નહીં.

કેન્દ્રીય મંત્રી ગડકરીએ ઉમેર્યું કે, સારા દિવસો હોય છે ત્યારે તમારી પ્રશંસા કરનારા અનેક લોકો હોય છે, પરંતુ ખરાબ સમય આવે છે ત્યારે કોઈ પૂછવાવાળું હોતું નથી. તેમણે કહ્યું કે, હું નાણાકીય સલાહકાર નથી કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ નથી, પરંતુ હું નાણાકીય નિષ્ણાત જરૂર છું. હું પાંચ લાખ કરોડ રૂપિયાના કામ રૂપિયા આપ્યા વિના જ પૂરા કરાવી શકું છું. મને ખબર છે કે કયું કામ કેવી રીતે પૂરું કરી શકાય છે. ગડકરીએ યુવાનોને કારકિર્દીમાં પ્રમાણિક અને મહેનત કરવાની સલાહ આપી હતી.

– પહલગામ હુમલા, ઓપરેશન સિંદૂર મુદ્દે સવાલ ઉઠાવ્યા

– વાજપેયી વડાપ્રધાન અલગ હતા, ભાજપ પણ અલગ હતી : કોંગ્રેસ

નવી દિલ્હી: પહલગામમાં આતંકી હુમલા અને ઓપરેશન સિંદૂર અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરતા કોંગ્રેસ નેતા જયરામ રમેશે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં કારગિલ યુદ્ધ સમયે ભાજપના આચરણની સરખામણી કરી હતી. 

૧૯૯૯ના કારગિલ યુદ્ધ પછી તુરંત જ ચાર સભ્યની કારગિલ સમિતિ રચવાના વાજપેયીના નિર્ણયનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ મહાસચિવ અને પક્ષના કમ્યુનિકેશન ઈન્ચાર્જ જયરામ રમેશે કહ્યું કે, કારગિલ યુદ્ધ પૂરું થયાના ત્રણ જ દિવસ પછી વાજપેયીએ ચાર સભ્યોની સમિતિની રચના કરી હતી. તે સમયે વડાપ્રધાન અલગ હતા, શાસક ભાજપ પણ અલગ હતો અને રાજકીય વાતાવરણ પણ અલગ હતું. 

પહલગામ આતંકી હુમલા અને ઓપરેશન સિંદૂર પર સોમવારે લોકસભામાં વિશેષ ચર્ચાના એક દિવસ પહેલાં જયરામ રમેશે કહ્યું કે, ૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ પહલગામમાં આતંકી હુમલો થયો. 

તેના માટે જવાબદાર આતંકીઓને હજુ સુધી ન્યાયના કઠેડામાં લવાયા નથી. પહલગામ આતંકી હુમલા પછી યોજાયેલી સર્વપક્ષીય બેઠકનું અધ્યક્ષપદ પીએમ મોદીએ કર્યું નહોતું. તેમણે રાષ્ટ્રીય સંકટ સમયે સર્વસંમતિ સાધવામાં સરકારની ગંભીરતા સામે સવાલ ઉઠાવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
રતનપર ખાણ વિસ્તારમાં ગટરોના ગંદા પાણીથી રોગચાળો ફેલાવવાની દહેશત | Fear of spreading disease through …

રતનપર ખાણ વિસ્તારમાં ગટરોના ગંદા પાણીથી રોગચાળો ફેલાવવાની દહેશત | Fear of spreading disease through ...

સુપ્રીમમાં અરજી થતા હાઇકોર્ટે વર્ષોથી પેન્ડિંગ અપીલનો સપ્તાહમાં જ ચુકાદો આપ્યો | After application f…

સુપ્રીમમાં અરજી થતા હાઇકોર્ટે વર્ષોથી પેન્ડિંગ અપીલનો સપ્તાહમાં જ ચુકાદો આપ્યો | After application f...

રિક્ષામાં 2.020 કિ.ગ્રા. ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા | Two people caught with 2 020 kg of mar…

રિક્ષામાં 2.020 કિ.ગ્રા. ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા | Two people caught with 2 020 kg of mar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતમાં બેરોજગારી દર સત્તાવાર આંકડા કરતા બમણો, 50થી વધુ સ્વતંત્ર અર્થશાસ્ત્રીઓનો મત | Unemployment r…

ભારતમાં બેરોજગારી દર સત્તાવાર આંકડા કરતા બમણો, 50થી વધુ સ્વતંત્ર અર્થશાસ્ત્રીઓનો મત | Unemployment r…

11 months ago
અમરેલી: વડીયાના મોરવાડા નજીક બાઈક સાથે અથડાયેલી રીક્ષામાંથી દેશી દારૂ ભરેલા કોથળા રોડ પર વિખેરાયા | …

અમરેલી: વડીયાના મોરવાડા નજીક બાઈક સાથે અથડાયેલી રીક્ષામાંથી દેશી દારૂ ભરેલા કોથળા રોડ પર વિખેરાયા | …

3 months ago
આર્ટસમાં પહેલી વખત ૯૦૦ વિદ્યાર્થીઓ ઈન્ટર્નશિપ કરશે | students of faculty of arts of msu will do inte…

આર્ટસમાં પહેલી વખત ૯૦૦ વિદ્યાર્થીઓ ઈન્ટર્નશિપ કરશે | students of faculty of arts of msu will do inte…

7 months ago
ખોરજમાં વધુ એક જમીન કૌભાંડ : ખેડૂતો સહિત ૧૧ સામે ષડયંત્રનો ગુનો દાખલ | Another land scam in Khoraj: …

ખોરજમાં વધુ એક જમીન કૌભાંડ : ખેડૂતો સહિત ૧૧ સામે ષડયંત્રનો ગુનો દાખલ | Another land scam in Khoraj: …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News