gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટેક્સેબલ ઈનકમ ન હોય તો પણ અવશ્ય ફાઈલ કરો ITR, નહીં તો ભવિષ્યના આ લાભોથી વંચિત રહી જશો! | if there is…

G METRO NEWS by G METRO NEWS
July 28, 2025
in Business
0 0
0
ટેક્સેબલ ઈનકમ ન હોય તો પણ અવશ્ય ફાઈલ કરો ITR, નહીં તો ભવિષ્યના આ લાભોથી વંચિત રહી જશો! | if there is…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ITR Filing 2025-26: ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 15 સપ્ટેમ્બર, 2025 છે. ઘણા લોકો પોતાની ટેક્સેબલ ઈનકમ ઝીરો હોવાથી આઈટીઆર ફાઈલ કરવાનું ટાળતા હોય છે. પરંતુ આજના દોરમાં આઈટીઆર ફાઈલિંગ અત્યંત આવશ્યક ડોક્યુમેન્ટ બન્યુ છે. જેથી તેને ટાળવુ યોગ્ય નથી. તે ભવિષ્યમાં તમારા માટે ફાઈનાન્સ, ટૂર, સંબંધિત અનેક માર્ગો સરળ બનાવી શકે છે.  તે તમારા નાણાકીય ઓળખપત્રોને મજબૂત બનાવે છે, લોન લેવામાં સરળતા રહે છે, અને કર ચકાસણીથી પણ બચાવે છે. વધુમાં સરકારી યોજનાઓનો લાભ લેવામાં પણ મદદરૂપ થાય છે.

ગતવર્ષે 9.19 કરોડથી વધુ લોકોએ ITR ફાઈલ કર્યાં

ગતવર્ષે (2024-25) ભારતમાં કુલ 9.19 કરોડથી વધુ લોકોએ આઈટી રિટર્ન ફાઈલ કર્યા છે. આ સંખ્યા દર્શાવે છે કે, લોકોમાં જાગૃત્તિ વધી રહી છે. માત્ર ચાર વર્ષ પહેલાં (2020-21)માં આ આંકડો 6.72 કરોડ હતો. ઝીરો ટેક્સ ધરાવતા કરદાતાઓ પણ રિટર્ન ફાઈલ કરી રહ્યા છે. જે એક સારી આદત છે.

આઈટીઆર ફાઈલ કરવાના પાંચ મોટા કારણ

1. વિદેશ પ્રવાસ માટે ITR જરૂરી

વિદેશ પ્રવાસ કરવા માગતા લોકો માટે આઈટીઆર ફાઈલિંગ આવશ્યક છે. અમેરિકા, કેનેડા, બ્રિટન, ફ્રાન્સ જેવા દેશોમાં વિઝા મેળવવા માંગો છો? ત્યાંના દૂતાવાસો ઘણીવાર છેલ્લા 2-3 વર્ષના ITRની નકલ માગે છે. જેના આધારે વિઝા નિર્ણયો લેવાય છે. તમે આર્થિક રીતે કેટલા સ્થિર છો અને વિઝા આપવાનું યોગ્ય રહેશે કે નહીં તેનો નિર્ણય પણ લેવાય છે. જો તમારી પાસે ITR ન હોય તો તમે વિઝા ફાઈલ કરી શકતા નથી.

2. ઘર, કાર તથા પર્સનલ લોન માટે જરૂરી

બેન્કો કે કોઈપણ લોન આપતી કંપની (હોમ લોન, કાર લોન, પર્સનલ લોન, એજ્યુકેશન લોન) લોન આપતી વખતે ચોક્કસપણે છેલ્લા 2-3 વર્ષના ITR માગે છે.  ભલે તમારી આવક કર હેઠળ આવતી ન હોય, પણ આઈટીઆર ફાઈલિંગનો ડોક્યુમેન્ટ અત્યંત જરૂરી છે. કારણ કે ITR એ સરકાર દ્વારા માન્ય તમારી આવકનું સૌથી વિશ્વસનીય પ્રમાણપત્ર છે. તેના  વિના લોન મેળવવી ખૂબ જ મુશ્કેલ બની છે.

આ પણ વાંચોઃ કિંમતી ધાતુની તેજી પર બ્રેક વાગી, સોનું એક લાખ અંદર, ચાંદીમાં પણ નોંધાયો ઘટાડો, જાણો આજના ભાવ

3. ટીડીએસ પરત લેવાનો એકમાત્ર માર્ગ

ઘણી વખત એવું બને છે કે ટેક્સેબલ ઈનકમ ન હોવા છતાં તમારી આવક પર TDS કાપવામાં આવે છે. જેમ કે શેરમાંથી મળેલા ડિવિડન્ડ પર અથવા જો તમે ભૂલથી એડવાન્સ ટેક્સ જમા કરાવ્યો હોય તો. ઘણા પગારમાં ટીડીએસ કપાય છે.  આ ટીડીએસની રકમ માટે તમે દાવો કરી શકો છો. જો કે, તેના માટેનો એકમાત્ર માર્ગ આઈટીઆર ફાઇલિંગ છે. જ્યાં સુધી તમે આવકવેરા વિભાગની વેબસાઇટ પર રિટર્ન ફાઈલ ન કરો ત્યાં સુધી તમને ટીડીએસની રકમ પરત મળતી નથી.

4. શેર-પ્રોપર્ટીમાં નુકસાન, ભવિષ્યના લાભ માટે જરૂરી

જો તમે શેરબજારમાં રોકાણ કર્યું હોય અથવા મિલકત વેચી હોય અને નુકસાન (મૂડી નુકસાન) ભોગવ્યું હોય, તો આઈટીઆર ફાઇલ કરીને તમે આ નુકસાનને ભવિષ્યના વર્ષોમાં કેરિ ફોરવર્ડ કરી શકો છો. આ નુકસાન ભવિષ્યના નફા (કેપિટલ ગેઈન) પર ટેક્સ ઘટાડવામાં ઉપયોગી થશે. ઉપરાંત, નિયમિતપણે આઈટીઆર ફાઇલ કરવાથી તમારો ક્રેડિટ ઇતિહાસ અને ક્રેડિટ સ્કોર પણ સુધરે છે, જે તમારી નાણાકીય સમજણ દર્શાવે છે.

5. આવકનું પ્રમાણ અને કાયદાનું પાલન

જો તમે ફ્રીલાન્સર, ગિગ વર્કર અથવા નિવૃત્ત છો, તો આઈટીઆર તમારી આવકનો સૌથી મજબૂત પુરાવો છે. તે ટેન્ડર માટે અરજી કરવા, સબસિડી મેળવવા અથવા આવકના પુરાવા માટે ઉપયોગી છે. આ ઉપરાંત, આઈટીઆર ફાઇલ કરવાથી તમે એક જવાબદાર નાગરિક છો અને દેશના કાયદાઓનું પાલન કરો છો, તેની વિશ્વસનીયતામાં વધારો કરે છે.

ટેક્સેબલ ઈનકમ ન હોય તો પણ અવશ્ય ફાઈલ કરો ITR, નહીં તો ભવિષ્યના આ લાભોથી વંચિત રહી જશો! 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી મુંબઈની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન…

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી મુંબઈની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન...

12 હજાર કર્મચારીઓને કાઢી મૂક્યા, તેમાં AIનો વાંક નથી, TCSના CEOનું નિવેદન; જાણો કારણ | TCS CEO expla…

12 હજાર કર્મચારીઓને કાઢી મૂક્યા, તેમાં AIનો વાંક નથી, TCSના CEOનું નિવેદન; જાણો કારણ | TCS CEO expla...

વડોદરાના કેલનપુર ગામે અજગરે બતકનો શિકાર કર્યો: આખરે રેસ્ક્યુ કરાયું | Python hunts duck in Kelanpur …

વડોદરાના કેલનપુર ગામે અજગરે બતકનો શિકાર કર્યો: આખરે રેસ્ક્યુ કરાયું | Python hunts duck in Kelanpur ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોડેલી સેવા સદનમાં ભીષણ આગ, નાયબ કલેક્ટર કચેરીમાં અફરાતફરી, ફાયર સેફ્ટીનો હતો અભાવ | Fire Breaks Out…

બોડેલી સેવા સદનમાં ભીષણ આગ, નાયબ કલેક્ટર કચેરીમાં અફરાતફરી, ફાયર સેફ્ટીનો હતો અભાવ | Fire Breaks Out…

2 months ago
ચોટીલા ડુંગરે 6ઠ્ઠી આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે | The sixth climbing descent competition will be hel…

ચોટીલા ડુંગરે 6ઠ્ઠી આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે | The sixth climbing descent competition will be hel…

9 months ago
’10 બેઠક પણ નહીં જીતી શકે…’ સીટ વહેંચણી મુદ્દે કોંગ્રેસમાં અસંતોષ, દિગ્ગજની ચેતવણી | bihar electio…

’10 બેઠક પણ નહીં જીતી શકે…’ સીટ વહેંચણી મુદ્દે કોંગ્રેસમાં અસંતોષ, દિગ્ગજની ચેતવણી | bihar electio…

10 months ago
પંજાબથી હત્યા કરીને ગુજરાતના મેઘપરમાં રહેતો વોન્ટેડ ઝડપાયો, ગુજરાત ATS અને જામનગર SOGની સંયુક્ત કાર્…

પંજાબથી હત્યા કરીને ગુજરાતના મેઘપરમાં રહેતો વોન્ટેડ ઝડપાયો, ગુજરાત ATS અને જામનગર SOGની સંયુક્ત કાર્…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News