Jamnagar Accident : જામજોધપુર તાલુકાના સતાપર ગામ પાસે મુખ્ય રોડ પર એક બાઈક સ્લીપ થઈ જતાં બાઈકના ચાલક માણાવદરના વતની એક બુઝુર્ગનું ગંભીર ઇજા થવાના કારણે મૃત્યુ નીપજ્યું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના બાંટવા ગામના વતની નારણભાઈ ગોપાલભાઈ નકુમ નામના 65 વર્ષના બુઝુર્ગ કે જેઓ પોતાનું બાઈક લઈને જામજોધપુર તાલુકાના સતાપર ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન અકસ્માજતે બાઈક પરથી પોતાના કાબુ ગુમાવી બેસતાં નીચે પટકાઈ પડ્યા હતા, અને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજ્યું છે.
આ અકસ્માતના બનાવ અંગે મૃતકના કુટુંબી જલ્પેશભાઈ ગગજીભાઈ નકુમ નામના યુવાને પોલિસને જાણ કરતાં જામજોધપુર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.