gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વલસાડમાં કલેક્ટર-સાંસદ સામે ભાજપના નેતાઓ રસ્તે… ખાડા વચ્ચે બેસી કર્યા દેખાવ | bjp leaders protest …

G METRO NEWS by G METRO NEWS
July 30, 2025
in GUJARAT
0 0
0
વલસાડમાં કલેક્ટર-સાંસદ સામે ભાજપના નેતાઓ રસ્તે… ખાડા વચ્ચે બેસી કર્યા દેખાવ | bjp leaders protest …
0
VIEWS
Share on FacebookShare on Twitter

BJP Leader Protest in Valsad: વલસાડના કલેકટર અને સાંસદનું હાઇવે ઓથોરિટી સામે કંઇ ઉપજતું નથી તેવું સ્વીકારી ભાજપના જ વલસાડ જિલ્લા પંચાયતના ભાજપના પ્રમુખ અને કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખે નેશનલ હાઇવે નં.848 પરના અસંખ્ય ખાડાઓથી ત્રસ્ત બની ખાડાઓ વચ્ચે બેસીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે કલેક્ટરની 10 દિવસમાં ખાડાઓ પૂરવાની કહેવાતી સૂચનાની પોલ ખુલી ગઈ છે.  

કલેક્ટરની 10 દિવસમાં ખાડા પુરવાની સૂચનાની પોલ ખુલી 

વલસાડ જિલ્લામાંથી પસાર થતાં ત્રણેય હાઈવેના રસ્તાઓ પર એટલાં બધાં ખાડાઓ પડી ગયાં છે કે લોકો સોશિયલ મીડિયામાં ખાડાઓની જગ્યાએ રસ્તો ક્યાં છે તે શોધવાનું જણાવી ભાજપી સાંસદ, ધારાસભ્યો અને નેતાઓની ઠેકડી ઉડાવી રહ્યા છે. દરમિયાન વલસાડ જિલ્લા પંચાયતના ભાજપના પ્રમુખ મનહરભાઈ પટેલ આજે મંગળવારે કપરાડા ગયા હતા પણ રસ્તામાં એટલા બધા મોટા ખાડાઓ હતા કે તેમાંથી મોટી ગાડીને પણ પસાર થવામાં તકલીફ પડી હતી. 

કપરાડા ખાતે હાજર તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન મહાલા અને ભાજપી કાર્યકરોએ રસ્તા બાબતે પોતાનો રોષ ઠાલવ્યો હતો. જેથી જિ.પં.પ્રમુખ મનહરભાઈ પટેલે મોટાં ઉપાડે હાઇવે ઓથોરિટીના મહિલા ઓએસને ફોન લગાવ્યો હતો પરંતુ સામેથી એકદમ ઉડાઉ જવાબ મળતાં તેમનો પિત્તો ગયો હતો અને ઉપસ્થિત તમામ ભાજપ કાર્યકરો સાથે હાઈવે ઉપર રસ્તા વચ્ચે ખાડાઓમાં જ બેસી જઈ વિરોધ નોધાવ્યો હતો. 

નેતાઓએ સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય ચૌધરીની નિષ્ફળતા સ્વીકારી

અગાઉ  કલેક્ટર ભવ્ય વર્માએ હાઇવે ઓથોરિટીને નોટિસ આપી 10 દિવસમાં હાઈવેના તમામ રસ્તાનાં ખાડાઓ પુરાવાની સુચના આપી હતી. હવે 10નાં બમણાં દિવસો થવા છતાં રસ્તાઓની હાલત પહેલાં કરતાં વધારે બદતર થઇ છે ત્યારે હવે ભાજપનાં જ જિ.પં.ના પ્રમુખ અને કપરાડા તા.પં.ના પ્રમુખે સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય જીતુ ચૌધરીની નિષ્ફળતા સ્વીકારી તેમની જ ભાજપ સરકાર સામે હાઈવે પર ખાડાઓ વચ્ચે બેસીને વિરોધ પ્રદર્શન કરતાં ભાજપ સરકારની એક વધુ નિષ્ફળતા સામે આવી છે.

અધિકારીઓ કોઇનું સાંભળતા નથી : જિ.પં.પ્રમુખ મનહર પટેલ

વલસાડ જિ.પં.પ્રમુખ મનહરભાઈ પટેલે જણાવ્યું હતું કે, સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય જીતુ ચૌધરીએ સંકલનમાં મુદ્દો ઉઠાવ્યો હતો અને ખાડાઓ પૂરી રસ્તાઓ વ્યવસ્થિત કરવાં સૂચનાઓ આપી હતી તેમ છતાં પણ કોઈ પરિણામ આવ્યું નથી, હાઇવે ઓથોરિટીનાઅધિકારીઓ કોઈનું સાંભળતા જ નથી. 

હાઇવે ઓથોરિટીના અધિકારીઓ ફોન ઉંચકતા નથી : હીરાબેન મહાલા

કપરાડા તા.પં. પ્રમુખ હીરાબેન પી મહાલાએ ભારે રોષપૂર્વક જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ મહિનાથી હાઈવે પર અસંખ્ય ખાડાઓ પડી જતાં હાલત ખરાબ થઇ છે. આ અંગે વારંવાર રજુઆતો છતાં મરામત થઈ નથી. ઘણાં અકસ્માતો થઈ રહ્યાં છે અને નિર્દોષ લોકોના જાન જાય છે, હાઈવે ઓથોરિટીના અધિકારીને ફોન કરે છે તો તેઓ ફોન પણ ઉચકતા નથી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સરસીયા ગામ ની દીકરીઓનું પ્રથમ સ્નેહમિલન સુરત ખાતે યોજાયુ
GUJARAT

સરસીયા ગામ ની દીકરીઓનું પ્રથમ સ્નેહમિલન સુરત ખાતે યોજાયુ

August 6, 2026
ભાવનગર જિલ્લા અને શહેરમાં થશે વિશ્વ સિંહ દિવસની ઊજવણી ઊજવણી સંદર્ભે વિક્ટોરિયા પાર્ક ખાતે આયોજન બેઠક…
GUJARAT

ભાવનગર જિલ્લા અને શહેરમાં થશે વિશ્વ સિંહ દિવસની ઊજવણી ઊજવણી સંદર્ભે વિક્ટોરિયા પાર્ક ખાતે આયોજન બેઠક…

August 5, 2026
ગુજરાતમાં રાજ્યવ્યાપી નારી વંદન ઉત્સવ 2026
GUJARAT

ગુજરાતમાં રાજ્યવ્યાપી નારી વંદન ઉત્સવ 2026

August 5, 2026
Next Post
પોસ્ટ વિભાગ દ્વારા રાખડી મોકલવા વિશેષ કાઉન્ટર સહિતની વ્યવસ્થા, જાણો કેટલો ખર્ચ થશે | post department…

પોસ્ટ વિભાગ દ્વારા રાખડી મોકલવા વિશેષ કાઉન્ટર સહિતની વ્યવસ્થા, જાણો કેટલો ખર્ચ થશે | post department...

100માંથી 2-4 છોકરીનું જીવન જ પવિત્ર હશે, એવું જ છોકરાઓનું પણ હોય છે… પ્રેમાનંદ મહારાજના નિવેદનથી ચ…

100માંથી 2-4 છોકરીનું જીવન જ પવિત્ર હશે, એવું જ છોકરાઓનું પણ હોય છે... પ્રેમાનંદ મહારાજના નિવેદનથી ચ...

હવે આ જાતિના ડિપ્લોમા વિદ્યાર્થીઓને સહાય બંધ, ST સ્કોલરશિપની જેમ પ્રવેશ બાદ સરકારનો ઠરાવ | st schola…

હવે આ જાતિના ડિપ્લોમા વિદ્યાર્થીઓને સહાય બંધ, ST સ્કોલરશિપની જેમ પ્રવેશ બાદ સરકારનો ઠરાવ | st schola...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહિલાને તેની ઇચ્છા વિરુદ્ધ માતા બનવા કોર્ટ મજબૂર ના કરી શકે | Court cannot force a woman to become a…

મહિલાને તેની ઇચ્છા વિરુદ્ધ માતા બનવા કોર્ટ મજબૂર ના કરી શકે | Court cannot force a woman to become a…

6 months ago
‘HR88B8888’ નંબર હવે 26.71 લાખ વેચાયો, પહેલા લાગી હતી 1.17 કરોડની બોલી, જાણો આખરે થયું શું? | HR88B8…

‘HR88B8888’ નંબર હવે 26.71 લાખ વેચાયો, પહેલા લાગી હતી 1.17 કરોડની બોલી, જાણો આખરે થયું શું? | HR88B8…

8 months ago
તમે ઘૂસણખોરોનું લિસ્ટ લટકાવી રાખ્યું છે…: બંગાળ ચૂંટણી નિવેદન મુદ્દે ભારતે બાંગ્લાદેશને અરીસો બતાવ…

તમે ઘૂસણખોરોનું લિસ્ટ લટકાવી રાખ્યું છે…: બંગાળ ચૂંટણી નિવેદન મુદ્દે ભારતે બાંગ્લાદેશને અરીસો બતાવ…

3 months ago
જૂનાગઢમાં મુશળધાર, માંગરોળમાં 4 કલાકમાં પોણા ચાર ઈંચ, દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ | Rainy Spell in J…

જૂનાગઢમાં મુશળધાર, માંગરોળમાં 4 કલાકમાં પોણા ચાર ઈંચ, દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ | Rainy Spell in J…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News