Jamnagar Suicide Case : જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના વાંકીયા ગામમાં રહેતા ચંદ્રિકાબેન ચમનલાલ રાણીપા નામના 65 વર્ષના મહિલાએ ગઈકાલે પોતાના ઘેર ઝેરી દવાના ટીકડા ખાઈ લેતાં તેઓને હોસ્પિટલમાં ખસેડાયા બાદ સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે.
આ બનાવ અંગે મૃતક ચંદ્રિકાબેનના પુત્ર બેચરભાઈ ચમનભાઈ રાણીપાએ પોલીસને જાણ કરતાં ધ્રોળના પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ.જે.જાડેજા બનાવના સ્થળે તેમજ હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને ચંદ્રિકાબેનના મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક વૃદ્ધા ચંદ્રિકાબેન, કે જેઓ છેલ્લા કેટલાક સમયથી પગની બીમારીથી પીડાતા હતા, અને તેનો દુખાવો સહન નહીં થતાં ઘરમાં પડેલા ઝેરી ટીકડા ખાઈ લઇ આત્મહત્યાનું પગલું ભરી લીધાનું જાહેર કરાયું છે.