વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નીષીધભાઈ દેસાઈનું હૃદયરોગના હુમલાને કારણે આજરોજ આકસ્મિક અવસાન થયું હતું. સાંજે લગભગ 6:30 વાગ્યે ચક્કર આવવાની તકલીફ જણાતા તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું અવસાન થયું છે.
જુલાઈ 2024માં અધ્યક્ષ તરીકે નિયુક્ત થયેલા દેસાઈએ પોતાના કાર્યકાળમાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. શાળાઓના આધુનિકરણ અને વિકાસ કાર્યો પ્રત્યે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા હતા. ફેબ્રુઆરી માસમાં તેમણે અંદાજિત 52 કરોડ રૂપિયાના કામોના ખાતમુહૂર્ત કર્યા હતા. બાળપણથી જ નિષીધભાઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપાના પાયાના કાર્યકર તરીકે સક્રિય રહ્યા હતા તેઓના અવસાનને પગલે શિક્ષણ સમિતિની કચેરી આવતીકાલે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તેમજ ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા યોજાનાર “પી.એમ. સ્વનિધિ રોજગાર મેળો” સહિતના કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે. આવતીકાલે સોમવાર સવારે 11 વાગ્યે તેમના અકોટા ગાર્ડન નજીક મંગલમ્ ટેનામેન્ટ નિવાસસ્થાનેથી નીકળશે અને વડીવાડી સ્મશાને પહોંચશે. અત્રે યાદ અપાવવું જરૂરી છે કે, અગાઉ પણ શિક્ષણ સમિતિના ચેરમેન હિતેશ પટણીનું પણ હાર્ટ એટેકને કારણે અવસાન થયું હતું. હવે નીષીધ દેસાઈના નિધનથી સમિતિ ફરી એક વાર અધ્યક્ષ વિહોણી થઈ ગઈ છે.