Air India Flight Technical Issue : એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ફરી ખામી સર્જાઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ નવી દિલ્હી એરપોર્ટ પર આજે (31 જુલાઈ) એર ઈન્ડિયાની બે ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ છે. દિલ્હીથી લંડન અને અમૃતસર જઈ રહેલા બે વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાયા બાદ રદ કરી દેવામાં આવી છે.
એર ઈન્ડિયાની બે ફ્લાઈટમાં ખામી
નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે (31 જુલાઈ) પાયલટની સૂઝબૂઝના કારણે મોટી દુર્ઘટના ટળી છે.