મુંબઈ : સાતમી ઓગસ્ટથી અમેરિકામાં લાગુ થનારી ટેરિફની વિશ્વના વિવિધ દેશો તથા અમેરિકાના અર્થતંત્ર પર કેવી અસર પડશે તે મુદ્દે હજુપણ અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે વૈશ્વિક સ્તરે સોનામાં સેફ હેવન માગ નબળી પડી છે અને ડોલર મક્કમ બની રહ્યો છે. જો કે શુક્રવારે મોડી સાંજે અમેરિકામાં જુલાઈના રોજગારના આંકડા નબળા આવતા સોનામાં ઉછાળો આવ્યો હતો. રોજગારના આંકડા બાદ ડોલર ઈન્ડેકસ પણ ઘટી ગયો હતો.
સ્થાનિક મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ વધુ ઘટી રૂપિયા ૯૮૨૫૩ મુકાતા હતા.