
NEET PG 2025 Exam Guidelines: નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (NBEMS) આવતીકાલે 3 ઓગસ્ટના રોજ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ પોસ્ટગ્રેજ્યુએટ એટલે કે NEET PG 2025ની પરીક્ષા યોજાશે. પરીક્ષા સવારે 10 વાગ્યાથી બપોરે 1:45 વાગ્યા સુધી એક જ શિફ્ટમાં લેવામાં આવશે. NBEMSએ વિદ્યાર્થીઓને પરીક્ષાના નિર્ધારિત સમય કરતાં ઓછામાં ઓછા એક કલાક પહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા જણાવ્યું છે.
પરીક્ષા માટે મહત્ત્વપૂર્ણ માર્ગદર્શિકા
– ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર તેમના NEET PG એડમિટ કાર્ડની હાર્ડ કોપી લાવવાની રહેશે.










