![]()
જુગારધામ ચલાવનાર શખ્સ પકડાયો
ધોલેરા પોલીસે સાત શખ્સને રોકડ, મોબાઈલ મળી કુલ રૂા.૯૦ હજારનો મુદ્દામાલ કબજે લીધો
ભાવનગર: ધોલેરા તાલુકાના ધનાળા ગામે ચાલતા જુગાર ધામ પર ધોલેરા પોલીસે ત્રાટકી સાત શખ્સને રૂ.૯૦ હજાર સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ધોલેરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે,ધંધુકા તાલુકાના ધનાળા ગામનો વનરાજસિંહ બહાદુરસિંહ વાઘેલા નામનો શખ્સ પોતાના મકાનની બાજુમાં આવેલ ઉતારા રૂમમાં પોતાના અંગત ફાયદા શરૂ બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે.જે બાતમીના આધારે ધંધુકા પોલીસે ધનાળા ગામે દરોડો પાડી જુગારની બાજુ માંડી બેઠેલા વનરાજસિંહ બહાદુરસિંહ વાઘેલા,શક્તિસિંહ નવુભા વાઘેલા,જયેન્દ્રસિંહ ધીરૂભા વાઘેલા,મયુરધ્વજસિંહ દિલિપસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ જીવુભા વાઘેલા,સવજી અભુભાઈ ગોહીલ,સંજયસિંહ પ્રવિણસિંહ ચુડાસમાને પટમાં પડેલા રોકડા રૂપિયા મોબાઈલ મળી કુલ રૂ.૯૯,૧૯૦ સાથે ધરપકડ કરી તેમાં વિરૂધ્ધ ધોલેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










