gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હડકવા વિરોધી રસીના એક્સપાયર થયેલા 40 વાઈલ મળ્યા : આજે શો-કોઝ અપાશે | 40 expired vials of anti rabies…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2025
in GUJARAT
0 0
0
હડકવા વિરોધી રસીના એક્સપાયર થયેલા 40 વાઈલ મળ્યા : આજે શો-કોઝ અપાશે | 40 expired vials of anti rabies…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– જિલ્લાના ત્રાપજ સ્થિત આરોગ્ય કેન્દ્રમાં 

– ડિસેમ્બરમાં એક્સપાયર થઈ ત્યાં સુધી કેમ ઉપયોગ ન કર્યો કે અન્ય કેન્દ્રને શા માટે ફાળવણી ન કરી તે અંગે ફાર્માસિસ્ટ-સ્ટાફ નર્સનો ખૂલાસો પૂછાશે 

ભાવનગર : ભાવનગર જિલ્લાના ત્રાપજ સ્થિત આરોગ્ય કેન્દ્રમાં હડકવા વિરોધી રસીના એક્સપાયર થયેલા ૪૦ વાઈલ મળી આવતા આવતીકાલ તા.૨૯ને શનિવારે ફાર્માસિસ્ટ અને સ્ટાફ નર્સને શો-કોઝ આપી ખૂલાસો પૂંછાશે. 

 આ અંગેની પ્રાપ્ય વિગત અનુસાર જિલ્લા પંચાયતના વિપક્ષના નેતાએ જિલ્લા આરોગ્ય અધિકારીને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, જિલ્લાના ત્રાપજ આયુષ્યમાન આરોગ્ય સેન્ટર ખાતે જિલ્લા યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ ગયા ત્યારે શ્વાન કરડવાના કિસ્સાઓમાં વ્યક્તિને હડકવા ન થાય તે હેતુથી આરોગ્ય કેન્દ્રો દ્વારા વેક્સિન આપવામાં આવે છે. પરંતુ ત્રાપજ આરોગ્ય કેન્દ્રમાં  આ વેક્સિનના એક્સપાયર થયેલા ડોઝ હોવાનું ખૂલ્યું છે. આ ગંભીર બાબત છે અને દર્દી સાથે જીવલેણ ચેડા કર્યાની બાબત છે. શું જિલ્લાના તમામ પીએચસી અને સીએચસી (આરોગ્ય કેન્દ્રો)માં પણ આવી જ દવાઓ આપવામાં આવતી હશે ? હડકવા એ ચેપી અને જીવલેણ રોગ છે ત્યારે આવી બાબતોમાં કાળજી ન લેવાતી હોય તો બીજી આરોગ્યની બાબતમાં શું સાવચેતી રાખતી હશે ? એવા વેધક પ્રશ્ન ઉઠાવી તેમણે ૭ દિવસમાં તમામ પીએચસી અને સીએચસીમાં એક્સપાયર થઈ ગયેલી દવાઓના સ્ટોકને ડેડ સ્ટોક કરી સ્ટોરમાંથી દૂર કરવામાં આવે તથા જિલ્લામાં દાખલો બેસાડવા જવાબદાર સામે શિક્ષાત્મક પગલા લેવા માંગ કરી હતી.

 દરમિયાનમાં, આ બનાવના પગલે આરોગ્ય વિભાગની ટીમ આજે ત્રાપજ આરોગ્ય કેન્દ્રમાં તપાસાર્થે પહોંચી હતી. જેમાં હડકવા વિરોધી રસીના એક્સપાયર થઈ ગયેલ હોય તેવા ૪૦ વાઈલ મળી આવ્યા હતા. જેના અનુસંધાને આરોગ્ય વિભાગ દ્વારા ત્રાપજ આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટ અને સ્ટાફ નર્સને શો-કોઝ અપાશે. વેક્સિન ડિસેમ્બર-૨૦૨૪માં એક્સપાયર થઈ ત્યાં સુધી કેમ ઉપયોગ ન કર્યો કે અન્ય કેન્દ્રને શા માટે ફાળવણી ન કરી ? એટલું જ નહીં, આ રકમની તેમની પાસેથી વસુલાત કેમ ન કરવી ? તે અંગે ફાર્માસિસ્ટ અને સ્ટાફ નર્સનો ખૂલાસો પૂછાશે. 

એક્સપાયર થયેલ વેક્સિન કોઈને અપાઈ નથી : સીડીએચઓ

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (સીડીએચઓ)એ જણાવ્યું હતું કે, જે ૪૦ વાઈલ મળ્યા છે તે ડિસેમ્બર-૨૦૨૪માં એક્સપાયર થઈ ગયા હતા. પરંતુ આ વેક્સિન કોઈને આપવામાં આવેલ નથી. સરકારે આ વેક્સિનની બે વર્ષ પૂર્વે સપ્લાઈ કરેલ હતી. નવી જે ફાળવણી થઈ તે વપરાઈ પરંતુ જૂનો જથ્થો પડયો રહ્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…
GUJARAT

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

August 29, 2026
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …
GUJARAT

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

August 27, 2026
જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…
GUJARAT

જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…

August 27, 2026
Next Post
કંપનીઓએ રેકોર્ડ રૂ.11 લાખ કરોડનું ભંડોળ એકત્ર કર્યું | Companies raise a record funds

કંપનીઓએ રેકોર્ડ રૂ.11 લાખ કરોડનું ભંડોળ એકત્ર કર્યું | Companies raise a record funds

મહાપાલિકાએ વેરો નહીં ભરનાર 36 મિલકતની હરરાજીની કાર્યવાહી હાથ ધરી | Municipal Corporation conducts au…

મહાપાલિકાએ વેરો નહીં ભરનાર 36 મિલકતની હરરાજીની કાર્યવાહી હાથ ધરી | Municipal Corporation conducts au...

પુરૂષોની તુલનાએ મહિલાઓ દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં થતું વધુ રોકાણ | Women invest more in mutual funds t…

પુરૂષોની તુલનાએ મહિલાઓ દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં થતું વધુ રોકાણ | Women invest more in mutual funds t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે FIR, પોલીસ પર ગંભીર આક્ષેપો કરવા બદલ બોડેલીમાં ગુનો…

છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે FIR, પોલીસ પર ગંભીર આક્ષેપો કરવા બદલ બોડેલીમાં ગુનો…

4 months ago
હિન્દુ સનાતનીઓ દ્વારા અશાંતધારાના કડક અમલ અંગે વડોદરા કલેકટર કચેરીએ આવેદન અપાયું | application tp Va…

હિન્દુ સનાતનીઓ દ્વારા અશાંતધારાના કડક અમલ અંગે વડોદરા કલેકટર કચેરીએ આવેદન અપાયું | application tp Va…

5 months ago
VIDEO: રાધિકા યાદવના પિતાએ ભાઈને કહ્યું- ‘મારાથી કન્યા વધ થઈ ગયો, મને ફાંસી અપાવી દો’ | 24 year old …

VIDEO: રાધિકા યાદવના પિતાએ ભાઈને કહ્યું- ‘મારાથી કન્યા વધ થઈ ગયો, મને ફાંસી અપાવી દો’ | 24 year old …

1 year ago
અજાણ્યા વાહનની ટક્કરે યુવાનનું સારવાર વખતે મોત | Youth dies during treatment after being hit by unkn…

અજાણ્યા વાહનની ટક્કરે યુવાનનું સારવાર વખતે મોત | Youth dies during treatment after being hit by unkn…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News