વડોદરાઃ વડોદરા ફાયર બ્રિગેડના કોન્ટ્રાક્ટ પરના ડ્રાઇવરોના મુદ્દે લાંબા સમયથી ચાલતી લડત કોઇ સાંભળવા તૈયાર નથી.
એકતરફ ફાયર બ્રિગેડમાં ખરીદીઅને એનઓસીના નામે લાખોનો ભ્રષ્ટ્રાચાર થઇ રહ્યો છે ત્યારે ફાયર બ્રિગેડ માટે રાત દિવસ કામ કરતા ડ્રાઇવરોનું ભારે શોષણ થઇ રહ્યું છે અને તેમની રજૂઆત કોઇ સાંભળવા તૈયાર નથી.
ફાયર બ્રિગેડના ૫૦ થી વધુ ડ્રાઇવર કોન્ટ્રાક્ટ પર છે.જેમાંથી ૨૦ તો ૧૨ વર્ષથી વધુ સમયથી છે.જ્યારે બીજા ડ્રાઇવરો ચાર વર્ષથી વધુ સમયથી ફરજ પર છે.જૂના ડ્રાઇવરોએ લેબર કોર્ટનો આશરો પણ લીધો હતો.જેમાં તેમની તરફેણમાં ચૂકાદો આવ્યો હતો.પરંતુ છતાં તેઓ ન્યાય માટે ભટકી રહ્યા છે.