Vadodara Corporation : વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ યોજના હેઠળ મકાનોની પ્રોવિઝનલ ફાળવણી કરાય છે, છતાં આજ દિન સુધી ફાળવેલા આવાસની બાકી રકમ આગામી તા.31 ભરી દેવા માટે જાહેર નોટિસ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, એમએમજીવાય અને પીએમએવાય આવાસ યોજના હેઠળ ઇડબલ્યુએસ (સયાજીપુરા સાઈ રેસીડેન્સીની બાજુમાં, ગોત્રી પાણીની ટાંકી પાછળ), તાંદલજા (શુભમ પાર્ટી પ્લોટ નજીક), હરણી (અંબે વિદ્યાલયની બાજુમાં), સુભાનપુરા વોર્ડ આઠની કચેરીની પાસે, એલઆઈજી (સયાજીપુરા રુદ્રાક્ષ ફ્લેટ સામે), અટલાદરા પ્રમુખ સ્વામી હોસ્પિ.ની બાજુમાં, તાંદલજા(સન ફાર્માની પાછળ), હરણી (સિગ્નશ સ્કૂલ પાછળ), ગોત્રી-તળાવ પાસે, વાસણા રોડ-સોહમ બંગલોની સામે, સમા-અવસર પાર્ટી પ્લોટની પાસેના લાભાર્થીઓ દ્વારા અરજી કરતા પાલિકા દ્વારા આવા સોની પ્રોવિઝનલ ફાળવણી કરવામાં આવેલી છે. આમ છતાં આવાસની આજની સુધી બાકી રહેતી જમા કરાવેલી નથી. જેથી લાભાર્થીને ફાળવેલા મકાનોની બાકી રકમ પાલીતા વેબસાઈટ પર જોવા મળશે બાકી રહેતી રકમ આગામી તા.31 ઓગસ્ટ સુધીમાં જમા કરાવવા પાલિકા દ્વારા જાહેર નોટિસથી જણાવવામાં આવેલું છે. અન્યથા હવે પછી કોઈપણ જાતની જાણ કર્યા સિવાય ફાળવેલા આવાસ રદ કરવામાં આવશે તેમ એફોર્ડેબલ હાઉસિંગ દ્વારા જણાવ્યું છે.