gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અનિશ્ચિતતા-ગભરાટ વચ્ચે શેરોમાં ફરી તેજીને બ્રેક : સેન્સેક્સ 308 પોઈન્ટ ઘટીને 80710 | Stocks rebound …

G METRO NEWS by G METRO NEWS
August 6, 2025
in Business
0 0
0
અનિશ્ચિતતા-ગભરાટ વચ્ચે શેરોમાં ફરી તેજીને બ્રેક : સેન્સેક્સ 308 પોઈન્ટ ઘટીને 80710 | Stocks rebound …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : રશીયા પાસેથી ભારત ક્રુડ ઓઈલની ખરીદી કરીને નફો કરી રહ્યું હોવાની દલીલ કરીને ભારત પર અમેરિકા ૨૫ ટકા ટેરિફમાં વધુ વધારો કરશે એવી ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીને પગલે આજે ફરી ભારતીય શેર બજારોમાં અનિશ્ચિતતા-ગભરાટ છવાતાં સાવચેતીએ તેજીને બ્રેક લાગી હતી. ટ્રમ્પની ધમકી સામે મોદી સરકાર રશીયા સાથે ભારતના સંબંધને વધુ મજબૂત બનાવશે એવા સંકેત અને ટ્રેડ ડિલમાં અમેરિકાના ઘૂંટણિયે નહીં પડે એવા સંકેત છતાં અમેરિકા અને ભારત વચ્ચે વધુ વાટાઘાટના દોરને લઈ આજે જો અને તો ની સ્થિતિને લઈ નવી તેજીની પોઝિશનથી દૂર ફંડો, ખેલાડીઓએ હળવા થવાનું પસંદ કર્યું હતું. અલબત લોકલ ફંડોની ઓટોમોબાઈલ શેરોમાં પસંદગીની તેજી સાથે કેપિટલ ગુડઝ શેરોમાં આકર્ષણ રહ્યા સામે ફોરેન ફંડોએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાછળ ઓઈલ-ગેસ શેરો તેમ જ બેંકિંગ, હેલ્થકેર-ફાર્મા, આઈટી ફ્રન્ટલાઈન શેરોમાં વેચવાલી કરતાં બજાર નેગેટીવ ઝોનમાં રહ્યું હતું. સેન્સેક્સ ૮૧૦૧૧થી ૮૦૫૫૪ વચ્ચે ફંગોળાઈ અંતે ૩૦૮.૪૭ પોઈન્ટ ઘટીને ૮૦૭૧૦.૨૫ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૪૭૩૪થી ૨૪૫૯૦ વચ્ચે અથડાઈ અંતે ૭૩.૨૦ પોઈન્ટ ઘટીને ૨૪,૬૪૯.૫૫ બંધ રહ્યો હતો.

ઓઈલ શેરોમાં ફંડો હળવા થયા : રિલાયન્સ રૂ.૨૦ ઘટી રૂ.૧૩૯૨ : પેટ્રોનેટ, ગેઈલ, એચપીસીએલ ઘટયા

રશીયા પાસેથી ભારતની ક્રુડ ઓઈલની આયાત મામલે અમેરિકાના કડક વલણ સામે ભારતના આક્રમક જવાબને લઈ બન્ને દેશો વચ્ચે ઘર્ષણ વધવાના સંકેતે આજે ઓઈલ-ગેસ શેરોમાં ફંડો હળવા થયા હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૯.૭૦ ઘટીને રૂ.૧૩૯૧.૬૦, પેટ્રોનેટ એલએનજી રૂ.૫.૯૦ ઘટીને રૂ.૨૭૬.૩૦, ગેઈલ ઈન્ડિયા રૂ.૩.૩૦ ઘટીને રૂ.૧૭૧.૩૫, એચપીસીએલ રૂ.૬.૪૦ ઘટીને રૂ.૪૦૨.૩૦, અદાણી ટોટલ ગેસ રૂ.૯.૦૫ ઘટીને રૂ.૫૯૬.૮૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૨૫૨.૬૬ પોઈન્ટ ઘટીને ૨૬૧૪૯.૯૦ બંધ રહ્યો હતો.

બેંકોની એનપીએ વધવાનું જોખમ :  પેટીએમ, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક ઘટયા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની ત્રણ દિવસીય મીટિંગ આવતીકાલે-બુધવારે પૂરી થઈ રહી હોઈ આ વખતે વ્યાજ દરમાં ઘટાડાની શકયતા ઓછી મૂકાતી હોઈ અને બીજી તરફ ટેરિફ મામલે અનિશ્ચિતતાએ ઉદ્યોગોની ધિરાણ માંગ નબળી રહેવાના અંદાજો અને ડિફોલ્ટરો વધવાની આશંકાએ બેંકોની એનપીએ વધવાના જોખમે ફંડોએ બેંકિંગ શેરોમાં હળવા થવાનું પસંદ કર્યું હતું. આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૭.૩૫ ઘટીને રૂ.૧૪૪૫.૬૫, એચડીએફસી બેંક રૂ.૧૫.૬૫ ઘટીને રૂ.૧૯૭૬.૬૦ રહ્યા હતા. ફાઈનાન્સ શેરોમાં પિરામલ એન્ટરપ્રાઈસીઝ રૂ.૪૦.૭૦ ઘટીને રૂ.૧૧૮૫.૫૦, એસએમસી ગ્લોબલ રૂ.૪.૨૫ ઘટીને રૂ.૧૩૬, શેર ઈન્ડિયા રૂ.૪.૭૫ ઘટીને રૂ.૧૭૨.૯૦, પેટીએમ રૂ.૨૫.૬૫ ઘટીને રૂ.૧૦૫૨.૬૫, પ્રુડેન્ટ એડવાઈઝર રૂ.૬૧.૩૦ ઘટીને રૂ.૨૫૪૨.૫૦, એલઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૧૧.૪૦ ઘટીને રૂ.૫૭૯.૩૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૭૪.૩૩ પોઈન્ટ ઘટીને ૬૧૬૨૦.૪૬ બંધ રહ્યો હતો.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૮૩ હજાર કરોડ ઘટીને રૂ.૪૪૭.૯૬ લાખ કરોડ

શેરોમાં ફરી વેચવાલી વધતાં રોકાણકારોની સંપતિ પણ એટ લે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૮૩ હજાર કરોડ ઘટીને રૂ.૪૪૭.૯૬ લાખ કરોડ રહ્યું હતું.

ઓટો શેરોમાં જળવાયેલું આકર્ષણ : ઉનો મિન્ડા, ટીવીએસ મોટર, મારૂતી સુઝુકી, આઈશર મોટર્સ વધ્યા

ચોમાસું ચાલુ વર્ષે સારૂ રહેતાં કૃષિ, ગ્રામીણ ક્ષેત્રે સારી વૃદ્વિની અપેક્ષા અને ઓટોમોબાઈલ કંપનીઓ નિકાસ માટે નવા બજારો પર ફોક્સ કરવા લાગી હોઈ ફંડોએ આજે ઓટો શેરોમાં સિલેક્ટિવ ખરીદી ચાલુ રાખી હતી. ઉનો મિન્ડા રૂ.૪૩ વધીને રૂ.૧૧૦૪, ટીવીએસ મોટર રૂ.૪૦.૪૦ વધીને રૂ.૨૯૮૨.૨૦, મારૂતી સુઝુકી રૂ.૧૬૦.૬૫ વધીને રૂ.૧૨,૫૨૫.૫૦, આઈશર મોટર્સ રૂ.૬૯.૩૦ વધીને રૂ.૫૬૯૦, એમઆરએફ રૂ.૧૩૫૩.૫૫ વધીને રૂ.૧,૪૫,૬૯૨.૧૦, બજાજ ઓટો રૂ.૩૦.૪૫ વધીને રૂ.૮૨૧૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૦૦.૭૭ પોઈન્ટ વધીને ૫૩૩૬૨.૪૩ બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાં પ્રોફિટ બુકિંગ : ગુજરાત થેમીસ, હેસ્ટર બાયો, યુનિકેમ લેબ., સોલારા, થાયરોકેર ઘટયા

અમેરિકાના ટેરિફ હાલ તુરત ફાર્મા-હેલ્થકેર ક્ષેત્રને ખાસ અસરકર્તા નહીં હોવા છતાં આગામી દિવસોમાં ટ્રમ્પના આકરાં વલણને લઈ ટેરિફનો બોજ શકય હોઈ આજે ફંડોએ હેલ્થકેર-ફાર્મા શેરોમાં પ્રોફિટ બુકિંગ કર્યું હતું. ગુજરાત થેમીસ રૂ.૧૬.૬૦ ઘટીને રૂ.૩૫૬.૦૫, હેસ્ટર બાયો રૂ.૯૧.૯૫ ઘટીને રૂ.૨૦૨૭, યુનિકેમ લેબ રૂ.૨૨.૬૦ ઘટીને રૂ.૫૩૭.૨૫, થાયરોકેર રૂ.૩૯.૨૦ ઘટીને રૂ.૧૩૧૩.૭૦, નોવાર્ટિસ રૂ.૨૬.૧૦ ઘટીને રૂ.૯૪૩.૬૫, બાયોકોન રૂ.૯.૯૦ ઘટીને રૂ.૩૭૨.૫૫, અબોટ ઈન્ડિયા રૂ.૮૧૮.૯૫ ઘટીને રૂ.૩૩,૨૨૧.૧૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૨૧૪.૮૬ પોઈન્ટ ઘટીને ૪૪૧૭૪.૩૫ બંધ રહ્યો હતો.

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં ફરી તેજીને બ્રેક : ઈન્ટેલેક્ટ ડિઝાઈન, નેટવેબ, ૬૩ મૂન્સ ઘટયા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફરી ફંડોએ નવી ખરીદી અટકાવી તેજીને બ્રેક લગાવી હતી. ઈન્ટેલેક્ટ ડિઝાઈન રૂ.૩૪.૫૫ ઘટીને રૂ.૯૭૩.૨૦, નેટવેબ રૂ.૭૨.૧૫ ઘટીને રૂ.૨૨૨૪.૫૦, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૨૭.૫૫ ઘટીને રૂ.૯૬૯.૪૫, સિગ્નિટી ટેકનો રૂ.૪૨.૯૫ ઘટીને રૂ.૧૬૦૪.૮૦, કોફોર્જ રૂ.૩૯.૩૦ ઘટીને રૂ.૧૭૦૬.૩૫, એમ્ફેસીસ રૂ.૪૩.૯૦ ઘટીને રૂ.૨૭૦૩.૧૦, જેનેસિસ રૂ.૮.૭૫ ઘટીને રૂ.૫૮૦.૮૫, ઈન્ફોસીસ રૂ.૨૦.૬૦ ઘટીને રૂ.૧૪૫૯.૭૫, નેલ્કો રૂ.૧૦.૮૦ ઘટીને રૂ.૮૭૬.૪૦, ટાટા એલેક્સી રૂ.૭૦.૯૫ ઘટીને રૂ.૫૯૫૯.૦૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૮૦.૨૨ પોઈન્ટ ઘટીને ૩૪૪૭૦.૫૬ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ શેરોમાં સિલેક્ટિવ મજબૂતી : મઝગાંવ ડોક, એઆઈએ એન્જિ., સીજી પાવર, ભેલ વધ્યા

કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોની આજે પસંદગીની ખરીદી જળવાઈ હતી. મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ રૂ.૮૦.૮૦ વધીને રૂ.૨૮૪૮.૮૦, એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૮૬.૬૦ વધીને રૂ.૩૧૫૪.૩૦, સીજી પાવર રૂ.૧૮.૨૫ વધીને રૂ.૬૮૦.૩૫, ભેલ રૂ.૬.૬૫ વધીને રૂ.૨૪૮.૦૫, સિમેન્સ રૂ.૮૦.૯૫ વધીને રૂ.૩૦૭૫, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૯.૩૦ વધીને રૂ.૫૭૨.૭૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૩૮.૪૦ વધીને રૂ.૩૬૦૪.૬૦, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૩૯.૪૫ વધીને રૂ.૪૫૭૭.૩૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૯૫.૩૨ પોઈન્ટ વધીને ૬૮૭૦૦.૮૨ બંધ રહ્યો હતો.

FPIs/FIIની શેરોમાં કેશમાં રૂ.૨૨ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૩૮૪૦ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે મંગળવારે શેરોમાં કેશમાં રૂ.૨૨.૪૮ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૫,૨૫૧.૨૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૨૭૩.૭૭ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૩૮૪૦.૩૯ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૪,૨૫૦.૯૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૪૧૦.૬૦ કરોડની વેચવાલી કરી હતી.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી ઉંચા મથાળે સાવચેતીમાં ફંડો હળવા થયા : ૨૨૯૯ શેરો નેગેટીવ બંધ

સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના ઘણા શેરોમાં ફરી ઉંચા મથાળે ફંડો, ખેલંદાઓ સાવચેત બનતાં માર્કેટબ્રેડથ ફરી પોઝિટીવમાંથી નેગેટીવ બની હતી.  બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૧૯૭ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૨૮૬થી ઘટીને ૧૭૪૩ અને ઘટનારની સંખ્યા ૧૮૪૭થી વધીને ૨૨૯૯ રહી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

LPG vs PNG: રસોઈ માટે કયું ઈંધણ સુરક્ષિત? જાણો સિલિન્ડર અને પાઈપલાઈન ગેસ વચ્ચેનો તફાવત | LPG vs PNG …
Business

LPG vs PNG: રસોઈ માટે કયું ઈંધણ સુરક્ષિત? જાણો સિલિન્ડર અને પાઈપલાઈન ગેસ વચ્ચેનો તફાવત | LPG vs PNG …

March 22, 2026
રૂપિયો તળિયે, મોંઘવારી આસમાને: 5 વર્ષમાં અમેરિકા-યુરોપના પ્રવાસ પેકેજમાં રૂ.7 લાખ સુધીનો વધારો | Wea…
Business

રૂપિયો તળિયે, મોંઘવારી આસમાને: 5 વર્ષમાં અમેરિકા-યુરોપના પ્રવાસ પેકેજમાં રૂ.7 લાખ સુધીનો વધારો | Wea…

March 22, 2026
સોનામાં રૂા.3500, ચાંદીમાં 7000નો કડાકો : ક્રૂડ ઉછળી 113 ડોલરને પાર | Gold falls by Rs 3500 silver b…
Business

સોનામાં રૂા.3500, ચાંદીમાં 7000નો કડાકો : ક્રૂડ ઉછળી 113 ડોલરને પાર | Gold falls by Rs 3500 silver b…

March 22, 2026
Next Post
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

મ. પ્રદેશના જબલપુરમાં લાખો ટન સોનાનો ભંડાર હોવાનો ઘટસ્ફોટ

યુવતી ઉપર દૂષ્કર્મ ગુજારી અંગત પળોના ફોટા-વીડિયો વાયરલ કર્યા | Photos and videos of intimate moments…

યુવતી ઉપર દૂષ્કર્મ ગુજારી અંગત પળોના ફોટા-વીડિયો વાયરલ કર્યા | Photos and videos of intimate moments...

બળાત્કારી ગુરમીતને 40 દિવસના પેરોલ : ચાર વર્ષમાં 14 વખત છૂટયો | Rapist Gurmeet gets 40 days parole: …

બળાત્કારી ગુરમીતને 40 દિવસના પેરોલ : ચાર વર્ષમાં 14 વખત છૂટયો | Rapist Gurmeet gets 40 days parole: ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Bypoll Election Results : મિઝોરમમાં કોંગ્રેસ-ભાજપને ઝટકો, મિઝો નેશનલ ફ્રન્ટની જીત, 7 બેઠકના પરિણામ બ…

Bypoll Election Results : મિઝોરમમાં કોંગ્રેસ-ભાજપને ઝટકો, મિઝો નેશનલ ફ્રન્ટની જીત, 7 બેઠકના પરિણામ બ…

4 months ago
દેશમાં દર આઠ મિનિટે બાળક લાપતા થવું ગંભીર બાબત ઃ સુપ્રીમ | every eight minutes one child goes missin…

દેશમાં દર આઠ મિનિટે બાળક લાપતા થવું ગંભીર બાબત ઃ સુપ્રીમ | every eight minutes one child goes missin…

4 months ago
વડોદરાના હરણી-વારસિયા રિંગ રોડ પર વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી હુમલો કરી 1 લાખ રોકડા લઈને ચાર આર…

વડોદરાના હરણી-વારસિયા રિંગ રોડ પર વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી હુમલો કરી 1 લાખ રોકડા લઈને ચાર આર…

2 months ago
4000 ફૂટની ઊંચાઈ પર ઈન્ડિગોની ફ્લાઇટથી ટકરાયું ગીધ, રાંચીમાં કરાવવી પડ્યું ઈમરજન્સી લેન્ડિંગ: 175 મુ…

4000 ફૂટની ઊંચાઈ પર ઈન્ડિગોની ફ્લાઇટથી ટકરાયું ગીધ, રાંચીમાં કરાવવી પડ્યું ઈમરજન્સી લેન્ડિંગ: 175 મુ…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News