અમદાવાદ,બુધવાર,6 ઓગસ્ટ,2025
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં બુધવારે બપોરે કિંગ્સટન
રેસિડેન્સીમાં કલર ટ્રોલી લિફટ ચૂટતા ૫૦ ફુટ ઉંચે ફસાયેલા બે શ્રમિકોને ફાયર
વિભાગની ટીમ દ્વારા આશરે વીસ મિનીટ ચાલેલા રેસ્કયૂ ઓપરેશન પછી બચાવી લેવાયા હતા.
ફાયરની ટીમો દ્વારા ૧૪મા માળ ઉપર આવેલા ધાબા ઉપર જઈ એક રસ્સાથી એક વાયર ઉપર લટકી
રહેલી લિફટને બાંધી દેવાઈ હતી.જયારે બીજા રસ્સાની મદદથી પાંચમા માળ ઉપર ફસાયેલા
શ્રમિકોને સલામત રીતે નીચે ઉતારાયા હતા.
ઓઢવ વિસ્તારમાં આવેલા મનમોહન પાર્ક પાસે કિંગ્સટોન
રેસીડેન્સી નામની નિર્માણાધીન કન્સ્ટ્રકશન સાઈટમાં બપોરે બે કલાકના સુમારે પાંચમા
માળ કલર ટ્રોફી લિફટનો એક વાયર તૂટી જતા બે શ્રમિકો અધવચ્ચે ફસાઈ ગયા હતા. ફાયર
વિભાગને જાણ કરાતા ઓઢવ અને નિકોલ ફાયર સ્ટેશનથી રેસ્કયૂ ટીમ ઘટના સ્થળે મોકલાઈ
હતી. ફાયરના જવાનોને બીજા રસ્સાથી અજય સિંહ ઠાકુર અને અજુ સોનકર નામના બે
શ્રમિકોને નીચે ઉતારવામા સફળતા મળી હતી