gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વૈશ્વિક સ્તરે મંદીના એંધાણ વચ્ચે કિંમતી ધાતુ ગગડી, ચાંદીમાં 5000 રૂપિયાનું ગાબડું, સોનામાં પણ કડાકો …

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in Business
0 0
0
વૈશ્વિક સ્તરે મંદીના એંધાણ વચ્ચે કિંમતી ધાતુ ગગડી, ચાંદીમાં 5000 રૂપિયાનું ગાબડું, સોનામાં પણ કડાકો …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gold Silver Price Down: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરાયા બાદ વૈશ્વિક સ્તરે મંદી તેમજ ચાંદીની ઔદ્યોગિક માગ નબળી પડવાની ભીતિ વચ્ચે આજે ચાંદીનો ભાવ કડડભૂસ થયો હતો. વૈશ્વિક ચાંદીના સથવારે એમસીએક્સ ચાંદી વાયદો આજે 5000 રૂપિયા પ્રતિ કિગ્રા સુધી તૂટ્યો હતો. વૈશ્વિક સ્તરે સોનું 78.70 ડૉલરતૂટી 3087.50 ડૉલરપ્રતિ ઔંશ, જ્યારે ચાંદી 2.56 ડૉલરતૂટી 32.09 ડૉલરપ્રતિ ઔંશ પર ટ્રેડ થઈ રહી હતી.

અમદાવાદમાં ચાંદીનો ભાવ રૂ. 3500 ગગડ્યો

અમદાવાદમાં આજે ચાંદીનો ભાવ રૂ. 3500 તૂટી રૂ. 96000 પ્રતિ કિગ્રા પર ક્વોટ થયો હતો. જ્યારે સોનાનો ભાવ રૂ. 400 તૂટી રૂ. 93400 પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો. સોનાની કિંમત રૂ. 94000ની ઓલટાઇમ સપાટીએથી છેલ્લા ત્રણ-ચાર દિવસમાં રૂ. 600 ઘટ્યું છે. 

MCX સોના-ચાંદીમાં ગાબડું

એમસીએક્સ ખાતે સાંજના સેશનમાં ચાંદી 5 મે વાયદો રૂ. 5337 તૂટી રૂ. 94416 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ રહ્યો હતો. એમસીએક્સ સોનું પણ 1598 રૂપિયા ગગડી રૂ. 89130 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં મોર્નિંગ સેશનમાં રૂ. 29837.13 કરોડના કામકાજ થયા હતા. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.91230ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.91423ના ઓલ ટાઇમ હાઇને સ્પર્શી, નીચામાં રૂ.90 હજારના સ્તરની નીચે રૂ.89565 બોલાઈ, રૂ. 90728ના આગલા બંધ સામે રૂ.1163ના કડાકા સાથે રૂ.89565ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ રૂ. 814 ગબડી રૂ. 72130ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો 1 ગ્રામદીઠ રૂ. 103 ઘટી રૂ. 9059ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ. 1161 ઘટી રૂ. 89203ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ટેન એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 90800ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 91143 અને નીચામાં રૂ. 89600ના સ્તરને સ્પર્શી, રૂ. 90732ના આગલા બંધ સામે રૂ. 1131ના ભાવ ઘટાડા સાથે રૂ. 89601ના ભાવે બોલાયો હતો. 

સવારે ચાંદીમાં રૂ. 4103નો કડાકો

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ. 99658ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 99658 અને નીચામાં રૂ. 95597ના સ્તરને સ્પર્શી, રૂ. 99753ના આગલા બંધ સામે રૂ. 4103ના કડાકા સાથે રૂ. 95650 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ. 3964 ઘટી રૂ. 95751 થયો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ. 3971 ઘટી રૂ. 95740ના સ્તરે પહોંચ્યો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વૉરના કારણે વૈશ્વિક સ્તરે નાણાકીય બજાર અને કિંમતી ધાતુમાં અનિશ્ચિતતાઓ વધી છે. સ્ટોક માર્કેટમાં પણ આજે મોટા કડાકા નોંધાયા છે. વૈશ્વિક સ્તરે મંદીના અહેવાલોના કારણે ચાંદીની માગ ઘટવાની ભીતિ વ્યક્ત થઈ છે. વધુમાં અમેરિકામાં ફુગાવો વધવાની શક્યતા સાથે ડૉલર ઇન્ડેક્સ ફરી પાછો તેજીમાં આવશે તેવા સંકેત સાથે કિંમતી ધાતુમાં રોકાણકારો પ્રોફિટ બુક કરતાં જોવા મળ્યા છે.

વૈશ્વિક સ્તરે મંદીના એંધાણ વચ્ચે કિંમતી ધાતુ ગગડી, ચાંદીમાં 5000 રૂપિયાનું ગાબડું, સોનામાં પણ કડાકો 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
વડોદરામાં સાળાઓએ બનેવીનો કાન કરડી ખાધો, જમવાની તકરારમાં પત્નીને લાફો ઝીંકનાર પતિને ઢીબી નાખ્યો | Vad…

વડોદરામાં સાળાઓએ બનેવીનો કાન કરડી ખાધો, જમવાની તકરારમાં પત્નીને લાફો ઝીંકનાર પતિને ઢીબી નાખ્યો | Vad...

વક્ફ સંશોધન વિધેયકને લઈને નીતિશ કુમારની પાર્ટીને પહેલો ઝટકો, દિગ્ગજ નેતાનું JDUમાંથી રાજીનામું

વક્ફ સંશોધન વિધેયકને લઈને નીતિશ કુમારની પાર્ટીને પહેલો ઝટકો, દિગ્ગજ નેતાનું JDUમાંથી રાજીનામું

42 લાખ ભારતીયોની નોકરી પર લટકી રહી છે તલવાર: CMIEના રિપોર્ટમાં ચિંતાજનક દાવો | cmie report reveals 4…

42 લાખ ભારતીયોની નોકરી પર લટકી રહી છે તલવાર: CMIEના રિપોર્ટમાં ચિંતાજનક દાવો | cmie report reveals 4...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહુવા પંથકમાં પ્રથમ નોરતે મૂશળધાર 3 ઈંચ વરસાદ | First torrential rain of 3 inches in Mahuva district

મહુવા પંથકમાં પ્રથમ નોરતે મૂશળધાર 3 ઈંચ વરસાદ | First torrential rain of 3 inches in Mahuva district

11 months ago
કેનાલ અને પાણીની લાઇનો સાથે ચેડા કરનારાઓને પકડી લઇ કાયદેસર કરાશે | Those who tamper with canals and …

કેનાલ અને પાણીની લાઇનો સાથે ચેડા કરનારાઓને પકડી લઇ કાયદેસર કરાશે | Those who tamper with canals and …

9 months ago
લખતરમાં ભૂગર્ભ ગટર લાઈન લીકેજ થતાં રસ્તા પર ગંદા પાણી ફરી વળ્યા | Underground sewer line leaks in La…

લખતરમાં ભૂગર્ભ ગટર લાઈન લીકેજ થતાં રસ્તા પર ગંદા પાણી ફરી વળ્યા | Underground sewer line leaks in La…

10 months ago
કોર્પોરેશનની બેદરકારીના કારણે સાઉથ બોપલ વિસ્તારમાં રોડ ઉપર વહી રહેલા ગટરના પાણી | Due to the neglige…

કોર્પોરેશનની બેદરકારીના કારણે સાઉથ બોપલ વિસ્તારમાં રોડ ઉપર વહી રહેલા ગટરના પાણી | Due to the neglige…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News