
– વીજ કંપનીઓને બાકી નાણા ચુકવી દેવા તમામ રાજ્યોને સુપ્રીમનો આદેશ
– દેશભરમાં વીજ કંપનીઓને રૂ. 1.5 લાખ કરોડ ચુકવવાના બાકી, જેની ભરપાઇનો બોજ ગ્રાહકો પર નખાશે
નવી દિલ્હી : દેશભરમાં વીજળી બિલ મોંઘા થઇ શકે છે, સુપ્રીમ કોર્ટે બુધવારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ આપ્યો છે કે તેઓ વીજળી પુરી પાડતી કંપનીઓને ચુકવવાના થતા બાકી નાણા ચાર વર્ષની અંદર ચુકવી આપે. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ હવે જે પણ રાજ્યોએ કંપનીઓને મોટી રકમ ચુકવવાની બાકી છે ત્યાં વીજળી મોંઘી થઇ શકે છે તેથી સ્વાભાવીક છે કે વીજબિલ વધશે.










