gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે એકજૂટ થયા અલ્હાબાદ હાઈકોર્ટના 13 જજ, ફુલ કોર્ટ બેઠક બોલાવવા માગ | Suprem…

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in INDIA
0 0
0
સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે એકજૂટ થયા અલ્હાબાદ હાઈકોર્ટના 13 જજ, ફુલ કોર્ટ બેઠક બોલાવવા માગ | Suprem…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court News: સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ પ્રશાંત કુમાર સામે આપેલા આદેશથી ન્યાયતંત્રમાં અગવડતા અને વિરોધનું મોજું ફરી વળ્યું છે. અલ્હાબાદ હાઈકોર્ટના ઓછામાં ઓછા 13 જજોએ ચીફ જસ્ટિસ અરુણ ભસાલીને પત્ર લખીને આ આદેશ સામે ફુલ કોર્ટ મીટિંગ બોલાવવાની માંગ કરી છે.

ચોથી ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને ન્યાયાધીશ આર. મહાદેવનની બનેલી બેન્ચે એક ફોજદારી કેસમાં ન્યાયાધીશ પ્રશાંત કુમાર દ્વારા આપવામાં આવેલી સુનાવણી અને ચુકાદા પર કડક ટિપ્પણી કરી હતી. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને આદેશ આપ્યો હતો કે, ‘જસ્ટિસ કુમારને ફોજદારી કેસોની સુનાવણીથી અલગ કરવામાં આવે. તેમને નિવૃત્તિ સુધી વરિષ્ઠ ન્યાયાધીશ સાથે ડિવિઝન બેન્ચમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવે.’

13 જજએ વિરોધ કર્યો

જસ્ટિસ અરિંદમ સિંહાએ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને એક ઔપચારિક પત્ર લખીને સુપ્રીમ કોર્ટના આદેશ પર ઊંડો આઘાત અને વ્યથા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, ‘ચોથી ઓગસ્ટનો આદેશ કોઈપણ સૂચના જારી કર્યા વિના પસાર કરવામાં આવ્યો હતો અને ન્યાયાધીશ પ્રશાંત કુમાર સામે ગંભીર ટિપ્પણીઓ કરવામાં આવી હતી.’

આ પણ વાંચો: કાયદામાં રહીને કામ કરો, ચાલાકી નહીં ચાલે : સુપ્રીમે ઈડીનો ઉધડો લીધો

જસ્ટિસ સિંહાએ સૂચન કર્યું કે, ‘ફુલ કોર્ટે નક્કી કરવું જોઈએ કે તે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરશે નહીં કારણ કે સુપ્રીમ કોર્ટનું હાઈકોર્ટની વહીવટી કાર્યવાહી પર કોઈ નિયંત્રણ નથી.’ તેમણે એવો પણ પ્રસ્તાવ મૂક્યો કે કોર્ટે આદેશની ભાષા અને સ્વર પર પણ પોતાની નારાજગી નોંધાવવી જોઈએ.

સુપ્રીમ કોર્ટમાં પણ મતભેદો!

અહેવાલો અનુસાર, સુપ્રીમ કોર્ટના કેટલાક વરિષ્ઠ ન્યાયાધીશોએ પણ જસ્ટિસ પારડીવાલાની બેન્ચ દ્વારા જાહેર કરાયેલા નિર્દેશો સાથે પોતાનો અસંમતિ વ્યક્ત કરી છે. ખાસ વાત એ છે કે સુપ્રીમ કોર્ટે જસ્ટિસ પ્રશાંત કુમાર સંબંધિત કેસને ફરીથી સૂચિબદ્ધ કર્યો છે.

મૂળ વિવાદ શું હતો?

આ કેસ ખાનગી કંપની મેસર્સ શિખર કેમિકલ્સ દ્વારા દાખલ કરાયેલી ફોજદારી ફરિયાદ સાથે સંબંધિત છે. કંપનીએ 52.34 લાખ રૂપિયાનો થ્રેડ પૂરો પાડ્યો હતો, જેમાંથી 47.75 લાખ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા હતા. ફરિયાદીએ બાકીની રકમ અંગે ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી. આના પર આરોપી પક્ષે ફોજદારી કેસનો અંત લાવવા માટે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. દલીલ કરી હતી કે આ કેસ એક ખાનગી વિવાદ છે અને તેને ખોટી રીતે ફોજદારી સ્વરૂપ આપવામાં આવ્યું છે.

પાંચમી મે 2025ના રોજ ન્યાયાધીશ પ્રશાંત કુમારે અરજી ફગાવી દેતા ટિપ્પણી કરી હતી કે, ‘સિવિલ કેસોમાં ઘણો સમય લાગે છે, તેથી આ કેસમાં ફોજદારી કાર્યવાહી યોગ્ય છે.’ સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણીને કાયદેસર રીતે અસ્વીકાર્ય ગણીને આદેશ રદ કર્યો અને કેસને બીજા ન્યાયાધીશને મોકલવાનો નિર્દેશ આપ્યો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
બોલિવૂડ એક્ટ્રેસ હુમા કુરૈશીના પિતરાઈ ભાઈની દિલ્હીમાં હત્યા, પાર્કિંગ વિવાદમાં થયો હતો ઝઘડો | Bollyw…

બોલિવૂડ એક્ટ્રેસ હુમા કુરૈશીના પિતરાઈ ભાઈની દિલ્હીમાં હત્યા, પાર્કિંગ વિવાદમાં થયો હતો ઝઘડો | Bollyw...

ભાવનગર શહેરમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી સંદર્ભે કમિશનરશ્રી એન.કે.મીણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

ભાવનગર શહેરમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી સંદર્ભે કમિશનરશ્રી એન.કે.મીણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

ભાવનગરમા નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા જાગૃતતા શિબિર યોજાઇ

ભાવનગરમા નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા જાગૃતતા શિબિર યોજાઇ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મેમાં 13.60 કરોડ સાથે ઈ-વે બિલ જનરેટ થવાનો અત્યાર સુધીનો ચોથો મોટો આંક | 13 60 crore in May the four…

મેમાં 13.60 કરોડ સાથે ઈ-વે બિલ જનરેટ થવાનો અત્યાર સુધીનો ચોથો મોટો આંક | 13 60 crore in May the four…

2 weeks ago
હવે નવા યુનિફોર્મમાં જોવા મળશે BSF જવાનો, ડિજિટલ પેટર્ન આધારે બનાવાયો ડ્રેસ, જાણો ખાસીયત | The Borde…

હવે નવા યુનિફોર્મમાં જોવા મળશે BSF જવાનો, ડિજિટલ પેટર્ન આધારે બનાવાયો ડ્રેસ, જાણો ખાસીયત | The Borde…

1 year ago
ગોત્રીના બ્યૂટિ પાર્લરમાં દારૃની મહેફિલ માણતા હાલોલ ભાજપના મંત્રી સહિત 4 મિત્રો પકડાયા | 4 friends i…

ગોત્રીના બ્યૂટિ પાર્લરમાં દારૃની મહેફિલ માણતા હાલોલ ભાજપના મંત્રી સહિત 4 મિત્રો પકડાયા | 4 friends i…

7 months ago
રોકડ, જુગારનું સાહિત્ય સહિત 11 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો | More than 11 thousand worth of it…

રોકડ, જુગારનું સાહિત્ય સહિત 11 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો | More than 11 thousand worth of it…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News