
– ભારતીય રેલવેની સાત એન્જિન અને 354 વેગનની સૌથી લાંબી માલગાડી
– 40 કિલોમીટરની ઝડપે દોડતી માલગાડીમાં દરેક વેગન 72 ટન માલસામાનને વહન કરવાની ક્ષમતા ધરાવે છે
નવી દિલ્હી : ભારતીય રેલવેએ સાત એન્જિન અને ૩૫૪ વેગન ધરાવતી સાડા ચાર કિલોમીટર લાંબી રૂદ્રાસ્ત્ર નામની માલગાડીનું સફળ સંચાલન કરી ઇતિહાસ રચ્યો છે. આ માલગાડીએ કલાકે સરેરાશ ૪૦ કિલોમીટરની ઝડપે ૪૦૦ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. ભારતીય રેલવેએ દેશની સૌથી લાંબી માલગાડીનું સફળ સંચાલન કરી શનિવારે એક અનોખી સિદ્ધિ મેળવી હતી. સાડા ચાર કિલોમીટરની લંબાઇ ધરાવતી આ માલગાડીને પંડિત દિનદયાળ ઉપાધ્યાય-પીડીડીયુ ડિવિઝન એટલે કે મોગલસરાય જંકશનથી ધનબાદ ડિવિઝનના ફૂલબસિયા લોડિંગ સ્ટેશન સુધી દોડાવવામાં આવી હતી.










