gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તમારી દુકાન નીચે સોનું છે… ગોધરાની મહિલા તાંત્રિકની વિધિના નામે 67 લાખની છેતરપિંડી | Woman trader …

G METRO NEWS by G METRO NEWS
August 10, 2025
in GUJARAT
0 0
0
તમારી દુકાન નીચે સોનું છે… ગોધરાની મહિલા તાંત્રિકની વિધિના નામે 67 લાખની છેતરપિંડી | Woman trader …
1
VIEWS
Share on FacebookShare on Twitter

તમારી દુકાન નીચે સોનું છે... ગોધરાની મહિલા તાંત્રિકની વિધિના નામે 67 લાખની છેતરપિંડી 1 - image

AI Image

Viramgam Woman Tantric Cheat: અમદાવાદ જિલ્લાના વિરમગામમાં ફરસાણની દુકાન ધરાવતા વેપારીની દુકાન દબાણમાં જવાની હોવાથી તૂટી જવાની તેમજ અન્ય દુકાન નામે થઈ જાય તે માટે એક મહિલા તાંત્રિકે વિધિ કરવાના નામે તેમજ દુકાનની નીચે કરોડોનું ધન છુપાયેલું છે. જે અપાવવાની લાલચ આપીને વિવિધ વિધિના નામે કુલ 67 લાખની માતબર રકમની છેતરપિંડી કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મૂળ ગોધરાની મહિલા તાંત્રિકે મેલીવિદ્યાના નામે અનેક લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વિરમગામમાં માંડલ રોડ પર આવેલી સર્વોદય સોસાયટીમાં રહેતા 62 વર્ષીય દિનેશભાઈ શેઠ વિરમગામ-માંડલ રોડ પર ફરસાણની દુકાન ધરાવે છે. સપ્ટેમ્બર 2014માં દિનેશભાઈ તેમના એક સગાને મળવા હાલોલ ગયા હતા. આ સમયે તેમના સગા તેમને ગોધરાના જીતપુરામાં રહેતા કોમલ રાઠોડ પાસે લઈ ગયા હતા. કોમલ રાઠોડ નામની મહિલા પોતાને માતાજી તરીકે ઓળખાવીને વિવિધ પ્રશ્નો હલ કરવાની ખાતરી આપતી હતી. કોમલ રાઠોડને મળ્યા ત્યારે તેણે દિનેશભાઈને કહ્યું હતું કે એક સપ્તાહ બાદ મળવા આવજો, હું તમારા પ્રશ્નનું નિરાકરણ લાવી આપીશ. જેથી વિશ્વાસ કરીને દિનેશભાઈ તેમની પત્નીને લઈને મહિલા તાંત્રિક કોમલ રાઠોડને મળવા માટે ગયા હતા. જ્યાં દિનેશભાઈએ તેને જણાવ્યું હતું કે, તેમની હાલની દુકાન પર દબાણ આવવાનું હોવાથી તે તૂટી જાય તેમ છે અને હાલ નવી દુકાનનો સોદો કર્યો છે પણ તે નામે થતી નથી. આ સમયે મહિલા તાંત્રિકે હાલની દુકાન પર રક્ષણ આપવાનું કહ્યું હતું અને નવી દુકાનની નીચે મોટા પ્રમાણમાં ધન છુપાયેલું છે, તેમ જણાવીને દિનેશભાઈને પોતાની વાતમાં ભોળવી દીધા હતા.

પરંતુ, આ વિધિ માટે માતાજીને શણગાર ધરવો પડશે તેમ કહીને સોનાના દાગીનાના નામ લખેલી ચિઠ્ઠી આપી હતી. આ ઉપરાંત, મહિલા તાંત્રિકને એક લાખની જરૂર હોવાથી તેના પતિને નાણાં મોકલી આપ્યા હતા. એક મહિના દરમિયાન ચિઠ્ઠીમાં લખેલા રૂપિયા ત્રણ લાખની કિંમતના દાગીના લઈને તે ગોધરા ગયા હતા. ત્યાં તેણે કહ્યું હતું કે નવી દુકાનની લોન નથી થતી જેથી તે દુકાન પાછી આપી દેવી પડશે. ત્યારે મહિલા તાંત્રિકે નવી દુકાન નીચે રહેલું સોનું વિધિ કરીને ઘરમાં ખેંચી લાવવાની વાત કરી હતી. આ માટે તેણે બેડરૂમનું ફ્લોરિંગ તોડાવીને ત્યાં પૂજા વિધિ કરાવી હતી અને અમાસના દિવસે રસોડામાંથી સોનું નીકળશે તેમ કહ્યું હતું. આ માટે બેડરૂમમાં વિધિ શરૂ કરી હતી, પરંતુ, દિનેશભાઈને કહ્યું હતું કે જો રૂમનો દરવાજો વિધિ પૂરી થયા પહેલા ખોલશો તો માતાજીના પ્રકોપથી મૃત્યુ પામશો અને મોટું નુકસાન થશે. માટે વિધિ પૂરી કરવી પડશે. આ દરમિયાન તેણે અઢી લાખ રૂપિયા મંગાવ્યા હતા.

બાદમાં થોડા દિવસ બાદ મહિલા તાંત્રિક ઘરે આવી હતી અને રસોડામાં વિધિના નામે જઈને સોના જેવી ધાતુ લઈને આવી હતી. જે રસોડામાંથી મળ્યાનો દાવો કર્યો હતો. પરંતુ, રૂમ ખોલવા માટે માતાજી રજા આપતા નથી તેમ કહીને વિધિ માટે વધારે દાગીનાની જરૂર પડશે અને જો વિધિ પૂરી નહીં થાય તો માતાજીનો પ્રકોપ વરસી પડશે તેમ જણાવી ડરાવ્યા હતા. બાદમાં લાખોના દાગીના પડાવ્યા બાદ ફરીથી વિધિ કરીને જણાવ્યું હતું કે માતાજી રાજી થયા છે. જેથી ફાઈનલ વિધિ કરવાના નામે ફરીથી લાખોની રોકડ પડાવી હતી. પરંતુ, ત્યારબાદ ફરીથી રૂમ નહીં ખોલવાનું કહીને દાગીના માંગ્યા હતા. જેથી દિનેશભાઈને શંકા જતાં તેમણે રૂમ ખોલીને તપાસ કરતાં ત્યાં માત્ર ચુંદડી જ હતી. આમ, છેતરપિંડી થયાનો ખ્યાલ આવતા દિનેશભાઈએ વિરમગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં કોમલ રાઠોડ નામની મહિલા તાંત્રિકે કુલ 67 લાખની મત્તા પડાવી હોવાનો ઉલ્લેખ કરાયો હતો. આ અંગે વિરમગામ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર મંડળ દ્વારા 5,867 કર્મચારીઓને ₹10.32 કરોડથી વધુના PLB બોનસની એક જ દિવસમાં ચુકવણી
GUJARAT

ભાવનગર મંડળ દ્વારા 5,867 કર્મચારીઓને ₹10.32 કરોડથી વધુના PLB બોનસની એક જ દિવસમાં ચુકવણી

October 14, 2026
ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…
GUJARAT

ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…

October 14, 2026
રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન
GUJARAT

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

October 14, 2026
Next Post
ભાવનગર જિલ્લામાં શામપરા પ્રાથમિક શાળા ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ.મોડેલ સ્કૂલ સીદસર અને આજુબાજ…

ભાવનગર જિલ્લામાં શામપરા પ્રાથમિક શાળા ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ.મોડેલ સ્કૂલ સીદસર અને આજુબાજ...

અલંગ-અલંગ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સબબ પોલીસ-સરપંચ પરિસંવાદ ક્રાર્યક…

અલંગ-અલંગ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સબબ પોલીસ-સરપંચ પરિસંવાદ ક્રાર્યક...

I.N.D.I.A. ગઠબંધને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીની તૈયારી શરૂ કરી, જાણો ઉમેદવાર અંગે શું લીધો નિર્ણય | INDIA A…

I.N.D.I.A. ગઠબંધને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીની તૈયારી શરૂ કરી, જાણો ઉમેદવાર અંગે શું લીધો નિર્ણય | INDIA A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ સાંપડ્યો : પોલીસ દ્વારા તપાસ …

જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ સાંપડ્યો : પોલીસ દ્વારા તપાસ …

6 months ago
5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી, કેરલમમાં કોંગ્રેસ આજે CM નક્કી કરી શકે | N Ranga…

5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી, કેરલમમાં કોંગ્રેસ આજે CM નક્કી કરી શકે | N Ranga…

5 months ago
બંગાળમાં શપથવિધિ બાદ હવે યુપીમાં નવા-જૂનીના એંધાણ! યોગી સરકારમાં થશે 6 નવા ચહેરાઓની એન્ટ્રી | up gov…

બંગાળમાં શપથવિધિ બાદ હવે યુપીમાં નવા-જૂનીના એંધાણ! યોગી સરકારમાં થશે 6 નવા ચહેરાઓની એન્ટ્રી | up gov…

5 months ago
જામનગર શહેર કોંગ્રેસ દ્વારા ‘વોટ ચોર-ગાદી છોડ’ના નારા સાથે વોર્ડ નંબર 4 માં સહી ઝુંબેશનો પ્રારંભ | J…

જામનગર શહેર કોંગ્રેસ દ્વારા ‘વોટ ચોર-ગાદી છોડ’ના નારા સાથે વોર્ડ નંબર 4 માં સહી ઝુંબેશનો પ્રારંભ | J…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News