– તહેવારો ટાણે ટ્રાફિક પોલીસની ગેરહાજરીથી
– કાયમી ટ્રાફિક પોઇન્ટનો મુકી નિયમોનો ઉલાળિયો કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા માંગ
લીંબડી : લીંબડી શહેરમાં શાક માર્કેટ, મોર ભાઈના ડેલા ચોક, મહાલક્ષ્મી મંદિર ચોક, સરોવરીયા હનુમાનજી ચોક , લેકયુ બીંલડીંગ, રાજપુત સમાજની વાડી, રાજકવિ ચોક, નવા બસ્ટેશન રોડ સહિતના મુખ્ય માર્ગો પર તથા મેઈન બજારોમાં છેલ્લાં ઘણા સમયથી વાહન ચાલકો દ્વારા રસ્તા પર આડેધડ વાહન પાકગ કરવામાં આવે છે. તેમજ શાક માર્કેટમાં શાકભાજી વાળા રોડ પર બેથી ત્રણ ફૂટ જગ્યાઓ પર પાથરણા પાથરીને તથાં લારી રાખીને વેચાણ કરતા હોય છે.
તેમજ વ્હાઈટ હાઉસ ચોકથી સરોવરીયા હનુમાન ચોક સુધીના રોડ પર નાના મોટા વેપારીઓ દ્વારા રોડ ગેરકાયદે દબાણ કરવામાં આવી રહ્યું છે. જેને કારણે ત્યાંથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલી ભોગવવી પડે છે. તમ છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના કડક પગલાં લેવામાં આવતા નથીં. જેને કારણે લોકોને પોલીસનો કોઈ ખોફ રહ્યો નથી. પોતાની મનમાનીથી જેમ ફાવે તેમ વાહનો પાર્ક કરીને ખરીદી કરવા ચાલ્યા જાય છે. તેમજ રાજકવિ ચોક માંથી દરોજની ૩૦ થી વધુ એસ ટી બસો એસ.ટી ડેપો ખાતે થી નીકળી ને રાજકવિ ચોક માંથી પસાર થઈ ગ્રીનચોક અને ઉટડી પુલ તરફ ધંધુકા રાણપુર ચુડા સહિતના ગામોમાં જતી હોય છે. પરંતુ રાજકવિ ચોકમાં તથા તેની આસપાસના વિસ્તારોમાં રોકટોક વગર વાહન ચાલકો આડેધડ વાહન પાકગ કરીને ચાલ્યા જાય છે. જેને કારણે એસ.ટી બસના ડ્રાઈવરને તથા રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. તેમજ નાના મોટા ઝઘડા થાય છે. છતાંય પોલીસ તંત્ર ના પેટમાં પાણી પણ ડગતુ નથી.
જેને લઈને રાહદારીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો. રોષે ભરાયેલા લોકોએ લીંબડી શહેરમાં પોલીસ તંત્ર દ્વારા કાયમી ટ્રાફિક પોલીસ પોઈન્ટ મુકીને કડક પગલાં લેવામાં આવે તેવી રાહદારીઓની ઉગ્ર માગ ઉઠી છે. અને જો વાહન ચાલકો તેમજ વેપારીઓની દુકાનો પાસે આડેધડ વાહન પાકગ કર્યું હોય તેવા વાહન ચાલકોને તથા જેતે વેપારીઓને પણ દંડ ફટકારવામાં આવેતો આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેમ છે.
એસપીના આદેશનું 10 દિવસ પાલન થાય, પછી સ્થિતિ જૈસે થે
લીંબડી પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં જ્યારે લોક દરબાર યોજાય છે. ત્યારે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે. પરંતુ શહેરમાં એક ટ્રાફિકની સમસ્યાનો મુદ્દો કાયમી ધોરણે રહ્યા કરે છે તેનો ઉકેલ આવતો નથી. જ્યારે ટ્રાફિકના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં ત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા તંત્રને આદેશ આપવામાં આવે તેનું તંત્ર દ્વારા દસ દિવસ પાલન કરવામાં પછી જેસે તે સમસ્યા થઈ જાય છે. તેમજ આજ દિન સુધી કાયમી પોલીસ પોઈન્ટ તો મુક્યો જ નથી.