gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ નહેરૂનગર હિટ એન્ડ રનઃ પોલીસ કસ્ટડીમાં આરોપીને માર મારનારા 4 લોકો સામે ગુનો દાખલ | Ahmedabad …

G METRO NEWS by G METRO NEWS
August 13, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ નહેરૂનગર હિટ એન્ડ રનઃ પોલીસ કસ્ટડીમાં આરોપીને માર મારનારા 4 લોકો સામે ગુનો દાખલ | Ahmedabad …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Hit and Run: અમદાવાદમાં શનિવારે (10 ઓગસ્ટ) મોડી રાત્રે નહેરૂનગર ઝાંસીની રાણી BRTS બસ સ્ટેન્ડ પાસે ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારચાલક રોહન સોનીએ પૂરપાટ ઝડપે આવી બે એક્ટિવા સવાર યુવકને ટક્કર મારતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ત્યાર બાદ ઘટનાસ્થળેથી જ આરોપીની ધરપકડ કરી લેવાઈ હતી અને 12 ઓગસ્ટે રોહન સોનીને અમદાવાદ મેટ્રો કોર્ટમાં રજૂ કરાયો હતો. જોકે, મેટ્રો પોલીસ હજુ આરોપીને બહાર કાઢે ત્યાં તો મૃતકના પરિજનો ટોળું વળી ગયા અને આરોપીને માર મારવા લાગ્યા. આ દરમિયાન મૃતકના પરિજનોએ પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હતી. જેને લઈને પોલીસે કાર્યવાહી કરી અને પોલીસ સાથે ગેરવર્તણૂક તેમજ કસ્ટડીમાં રહેલા આરોપી પર હુમલો કરવાના આરોપમાં 4 લોકો સામે ગુનો દાખલ કર્યો હતો. 

આ પણ વાંચોઃ VIDEO: અમદાવાદમાં અકસ્માત સર્જનારા રોહન સોનીની કોર્ટ પરિસરમાં લોકોએ કરી ધોલાઈ, 2 દિવસના રિમાન્ડ મંજૂર

પોલીસ સાથે કરી ઝપાઝપી

શનિવારે દોઢ વાગ્યે અમદાવાદના નહેરૂનગર ખાતે અકસ્માત સર્જી બે લોકોને કચડી દેનાર આરોપી રોહન સોનીની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ જ્યારે આરોપીને અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજર કરવા લઈ જઈ રહી હતી, તે સમયે એકાએક મૃતકોના સગા ત્યાં પહોંચી ગયા અને આરોપીને બહાર કાઢતાની સાથે જ તેને માર મારવા લાગ્યા. આ લોકો બૂમો પાડી રહ્યા હતા કે, ‘ઈસને અપને આદમી કો મારા હૈ, ઈસકો ભી માર ડાલો.’ સમગ્ર ઘટનામાં પોલીસે તમામ લોકોને રોકવાનો પ્રયાસ કર્યો અને આરોપીને શાંતિથી કોર્ટમાં લઈ જવા માટે કહ્યું. પરંતુ, આ લોકો પોલીસનું સાંભળવા માટે તૈયાર નહતા અને પોલીસ સાથે પણ ઝપાઝપી કરવા લાગ્યા હતા. જોકે, મહા મહેનતે પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો અને આરોપીને ચારેય બાજુથી કોર્ડન કરીને કોર્ટ પરિસરમાં લઈ જવામાં આવ્યો. બાદમાં પોલીસ સાથે ઝપાઝપી કરનાર તેમજ કસ્ટડીમાં રહેલા આરોપી પર હુમલો કરવાના કેસમાં 4 લોકો સામે ગુનો દાખલ કર્યો. જેમાં આદિલ શેખ, ઉજેફ અજમેરી, શાહિદ મિર્ઝા અને આયમન અજમેરી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ ગુજરાત પોલીસ ‘ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ’ થી સજ્જ, વિશેષતા જાણી ચોંકશો

શું હતી ઘટના? 

અમદાવાદમાં 10 ઓગસ્ટે હિટ એન્ડ રનની ઘટના બની હતી. શહેરના નહેરુનગર વિસ્તાર નજીક આવેલા ઝાંસીની રાણીના પૂતળા પાસે બીઆરટીએસ કોરિડોર નજીક બેફામ કારે એક્ટિવાને અડફેટે લીધું હતું. જેમાં એક્ટિવા પર સવાર બે યુવકોના દુર્ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યાં હતા. અકસ્માત બાદ ફરાર થયેલા રોહન સોનીએ સોમવારે (11 ઓગસ્ટ) સવારે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. ત્યારબાદ મંગળવારે (12 ઓગસ્ટ) પોલીસે આરોપી રોહન સોનીને અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવા લઈ ગઈ હતી. રેસ લગાવીને નહેરૂનગર વિસ્તારમાં અકસ્માત સર્જનારા રોહન સોનીના મેટ્રોપોલિટન કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 

જણાવી દઈએ કે, અકસ્માતમાં અશફાક અજમેરી અને અકરમ કુરેશીનું મોત થયું હતું. મૃતકો જમાલપુરના રહેવાસી હતા. આ ઘટના બાદ સામે આવેલા સીસીટીવી પરથી એવો દાવો કરાઈ રહ્યો છે કે, રોહન સોની અન્ય કાર સાથે રેસ લગાવી રહ્યો હતો જેના પરિણામે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. જો કે પોલીસે આ મામલે પુષ્ટિ કરી નથી પરંતુ પુરાવા એકઠા કરીને તપાસ માટે મોકલી આપ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…
GUJARAT

‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…

March 31, 2026
ભાવનગરના 22 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના એક લીવર અને બે કિડનીનું દાન, સિવિલ હોસ્પિટલમાં 233મું અંગદાન | …
GUJARAT

ભાવનગરના 22 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના એક લીવર અને બે કિડનીનું દાન, સિવિલ હોસ્પિટલમાં 233મું અંગદાન | …

March 31, 2026
મહુવા લાંચ કેસ: તત્કાલીન મામલતદાર જે.સી. મહેતા વિરુદ્ધ ACBનો ગુનો દાખલ, 50 હજારની લાંચની કરી હતી માં…
GUJARAT

મહુવા લાંચ કેસ: તત્કાલીન મામલતદાર જે.સી. મહેતા વિરુદ્ધ ACBનો ગુનો દાખલ, 50 હજારની લાંચની કરી હતી માં…

March 31, 2026
Next Post
નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપના મુકાબલા રોમાંચક બન્યા | The matches of the National Ranking …

નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપના મુકાબલા રોમાંચક બન્યા | The matches of the National Ranking ...

વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ : ગેરકાયદે બાંધકામ તોડવા બ્રેકર સાથે તંત્રની ટીમે તોડફોડ શરૂ કરી | VMC t…

વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ : ગેરકાયદે બાંધકામ તોડવા બ્રેકર સાથે તંત્રની ટીમે તોડફોડ શરૂ કરી | VMC t...

વડોદરામાં સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીના અમલ વખતે લારીધારકને પોતાની એકથી વધુ લારી ઊભી નહીં રાખવા અપીલ કરા…

વડોદરામાં સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીના અમલ વખતે લારીધારકને પોતાની એકથી વધુ લારી ઊભી નહીં રાખવા અપીલ કરા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રાંગધ્રા શહેરમાં માનસાગર પાસે રાજાશાહી વખતનો બ્રિજ બિસ્માર | A bridge from the royal era near Mans…

ધ્રાંગધ્રા શહેરમાં માનસાગર પાસે રાજાશાહી વખતનો બ્રિજ બિસ્માર | A bridge from the royal era near Mans…

3 months ago
આગળ ઉનાળો આકરો છે, પાણી સાચવીને વાપરજો, ગરમીના આરંભે અમદાવાદમાં પાણીની માંગમાં ધરખમ વધારો | Summer i…

આગળ ઉનાળો આકરો છે, પાણી સાચવીને વાપરજો, ગરમીના આરંભે અમદાવાદમાં પાણીની માંગમાં ધરખમ વધારો | Summer i…

2 weeks ago
હડાદ પોલીસે અંતરિયાળ વિસ્તારમાં દિવાળીની અનોખી ઉજવણી કરી

હડાદ પોલીસે અંતરિયાળ વિસ્તારમાં દિવાળીની અનોખી ઉજવણી કરી

5 months ago
વિદેશમાંથી ભારતીયો દ્વારા 135 અબજ ડોલરથી વધુનું રેમિટેન્સ ઠલવાયું | Indians abroad send over 135 bil…

વિદેશમાંથી ભારતીયો દ્વારા 135 અબજ ડોલરથી વધુનું રેમિટેન્સ ઠલવાયું | Indians abroad send over 135 bil…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News