gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભુજની લક્ઝરી હોટલમાં હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું, દારૂની મહેફિલ માણતા 7ની ધરપકડ | seven people arre…

G METRO NEWS by G METRO NEWS
August 13, 2025
in GUJARAT
0 0
0
ભુજની લક્ઝરી હોટલમાં હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું, દારૂની મહેફિલ માણતા 7ની ધરપકડ | seven people arre…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bhuj News: શ્રાવણ માસમાં જુગારની પ્રવૃત્તિઓ પર લગામ કસવા પોલીસે સક્રિયતા વધારી છે. ત્યારે, ભુજ શહેરના હિલગાર્ડન સામે આવેલી એક લક્ઝરી હોટલમાં એક હાઈપ્રોફાઈલ જુગારધામ પર દરોડો પાડી પોલીસે દારૂની મહેફિલ અને જુગાર રમતા સાત લોકોની ધરપકડ કરી છે. જેમાં કેટલાક અધિકારીઓ અને નિવૃત્ત અધિકારીઓ હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. પરંતુ પોલીસ આ મુદ્દે મગનું નામ મરી પાડતી નથી.

ભુજ એ ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે, મધરાત્રે લગભગ બાર વાગ્યાના અરસામાં હોટલના રૂમ નંબર 404માં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ જ્યારે રૂમમાં પ્રવેશી ત્યારે ટેબલની આસપાસ ખુરશીઓમાં સાત શખ્સો ગંજીફાથી તીનપત્તીનો જુગાર રમી રહ્યા હતા. ટેબલ પર મોંઘી વિદેશી બ્રાન્ડની સ્કૉચ વ્હિસ્કીની બે બોટલો અને પૈસાનો ઢગલો પડેલો હતો. પોલીસના જણાવ્યા મુજબ, બે શખસો દારૂ પીધેલી હાલતમાં હતા. પોલીસે કુલ 15.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.

પોલીસે ઘટનાસ્થળેથી સાત લોકોની ધરપકડ કરી હતી

  • કિરીટ રમેશભાઈ પટેલ (ઉંમર 60, બેન્કર્સ કોલોની, ભુજ)
  • ચંદ્રકાન્ત જાદવજી પટેલ (ઉંમર 65, ગોયલ ઈન્ટરસીટી, થલતેજ, અમદાવાદ)
  • જયેન્દ્રસિંહ મીઠુભા ઝાલા (ઉંમર 54, મુંદરા રીલોકેશન સાઈટ)
  • ચિરાગ બળદેવભાઈ ડોડીયા (ઉંમર 40, રજવાડી બંગ્લો, ભુજ)
  • સંજય પ્રવિણભાઈ પટેલ (ઉંમર 40, ક્રિષ્ના નિવાસ, ભાવેશ્વરનગર, ભુજ)
  • નરેન્દ્ર અરવિંદભાઈ ભદ્રા (ઉંમર 34, ઓધવપાર્ક-02, પ્રમુખ સ્વામીનગર, ભુજ)
  • અરવિંદકુમાર ચતુર્ભુજ ગોર (ઉંમર 68, શિવકૃપાનગર, ભુજ)

પોલીસે દરોડા દરમિયાન, જુગારના પટમાંથી રૂ. 14,000 અને જુગારીઓની અંગઝડતીમાંથી રૂ. 1 લાખ રોકડા મળી કુલ રૂ. 1.14 લાખ જપ્ત કર્યા હતા. આ ઉપરાંત, રૂ. 4.70 લાખના આઠ મોબાઈલ ફોન અને આરોપી ચિરાગ ડોડીયાની રૂ. 10 લાખની વોક્સવેગન કાર પણ જપ્ત કરવામાં આવી છે. આમ, પોલીસે કુલ રૂ. 15.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

દારૂ પીધેલા બે શખ્સો સામે અલગ ગુનો નોંધાયો

ઝડપાયેલા આરોપીઓમાંથી કિરીટ પટેલ અને જયેન્દ્રસિંહ ઝાલા દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું છે. તેમના કબજામાંથી રૂ. 24,000ની કિંમતની વિદેશી બ્રાન્ડના દારૂની બે બોટલો મળી આવી હતી, જે જયેન્દ્ર ઝાલા દ્વારા લાવવામાં આવી હોવાનું ખુલ્યું છે. આથી પોલીસે બંને વિરુદ્ધ દારૂબંધી કાયદા હેઠળ અલગથી ગુનો નોંધ્યો છે.

પોલીસના કાર્યવાહી સામે ઉઠ્યા છે સવાલ

આ હાઈપ્રોફાઈલ દરોડા અંગે પોલીસે હજુ સુધી આરોપીઓના ફોટા સાથેની પ્રેસનોટ જારી કરી નથી, જેના કારણે અનેક પ્રશ્નો ઊભા થયા છે. જેમ કે, ટેબલ પર ચાર ગ્લાસ હોવા છતાં માત્ર બે જ વ્યક્તિઓ દારૂ પીધેલા કેમ પકડાયા? શું બાકીના આરોપીઓ તેમની કાર વગર આવ્યા હતા? રૂમ કોણે બુક કરાવ્યો હતો? આ અંગે ભુજ એ ડિવિઝનના પીઆઈ અલ્પેશ પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો પ્રતિસાદ મળ્યો નહોતો. આ ઘટનાએ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર ચિંતા ઊભી કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિધ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3 ના શિક્ષકો અને GSRTC ના વર્ગ 3/4 ના કર્મચારીઓના પ્રલંબિત પ્…
GUJARAT

વિધ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3 ના શિક્ષકો અને GSRTC ના વર્ગ 3/4 ના કર્મચારીઓના પ્રલંબિત પ્…

August 14, 2026
તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…
GUJARAT

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…

August 14, 2026
અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
Next Post
આદિત્ય ઠાકરે, એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ… ત્રણેય દિગ્ગજ નેતા કાલે એક મંચ પર એકસાથે જોવા મળશે | …

આદિત્ય ઠાકરે, એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ... ત્રણેય દિગ્ગજ નેતા કાલે એક મંચ પર એકસાથે જોવા મળશે | ...

દેશની સૌથી મોટી બેંક SBIએ આપ્યો મોટો ઝટકો, 15 ઓગસ્ટથી આપવા પડશે વધારે પૈસા | SBI Hikes Charges From …

દેશની સૌથી મોટી બેંક SBIએ આપ્યો મોટો ઝટકો, 15 ઓગસ્ટથી આપવા પડશે વધારે પૈસા | SBI Hikes Charges From ...

જીઆઇડીસી રોડ પર મેડિકલ વેસ્ટ ઠાલવવા મુદ્દે સ્થાનિકોનો હોબાળો | Locals raise an uproar over dumping o…

જીઆઇડીસી રોડ પર મેડિકલ વેસ્ટ ઠાલવવા મુદ્દે સ્થાનિકોનો હોબાળો | Locals raise an uproar over dumping o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નીતિન નબીન ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ, અટલ-અડવાણી જેવા દિગ્ગજોના પક્ષનું સુકાન હવે 45 વર્ષીય…

નીતિન નબીન ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ, અટલ-અડવાણી જેવા દિગ્ગજોના પક્ષનું સુકાન હવે 45 વર્ષીય…

7 months ago
ભારતને મળ્યો રહસ્યમય કિલ્લો, ખોદકામમાં મળી મૂર્તિઓ, ખૂલ્યા ઇતિહાસના અનેક રાઝ | aurangabad ancient co…

ભારતને મળ્યો રહસ્યમય કિલ્લો, ખોદકામમાં મળી મૂર્તિઓ, ખૂલ્યા ઇતિહાસના અનેક રાઝ | aurangabad ancient co…

1 year ago
સગીરાએ સાથે જવા ઇન્કાર કરતાં યુવકે એસીડ એટેકની ધમકી આપી | Young man threatens acid attack after mino…

સગીરાએ સાથે જવા ઇન્કાર કરતાં યુવકે એસીડ એટેકની ધમકી આપી | Young man threatens acid attack after mino…

12 months ago
માતાની હાજરીમાં જ વિદ્યાર્થી ઉપર અન્ય વિદ્યાર્થીનો પટ્ટા વડે હુમલો | Student attacked with belt by a…

માતાની હાજરીમાં જ વિદ્યાર્થી ઉપર અન્ય વિદ્યાર્થીનો પટ્ટા વડે હુમલો | Student attacked with belt by a…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News