– આયસરમાં સવાર અન્ય લોકોને ઇજા પહોંચી
– અમદાવાદથી રમકડાંનો વ્યવસાય કરવા માટે આયસર બંધાવી ભાવનગર આવતા અકસ્માત
ભાવનગર : માઢિયા નજીક બંધ પડેલ ટ્રક પાછળ આયસર ઘૂસી જતા એકનું મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય મુસાફરીને ઇજા પહોંચી હતી.
અમદાવાદના ત્રિકમપુરા ખાતે રહેતા અને રમકડાંનો વ્યવસાય કરતા પ્રવીણભાઈ જેન્તીભાઇ વાઘેલા સહિત રમકડાના વ્યવસાયીઓ આયશર નંબર જીજે ૦૧ કેટી ૬૯૨૬ બંધાવીને ભાવનગર શીતળા માતાના મંદિરે રમકડાના વ્યવસાય માટે આવતા હતા.દરમિયાનમાં માઢિયા ગામ નજીક પાર્ક કરેલા ટ્રક પાછળ ધુસી જતા આયસરમા બેઠેલા ૧૭ જેટલા ી પુરુષોને ઇજા થતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે કસેડવામાં આવ્યા હતા.જ્યાં સુમિતભાઈ મુન્નાભાઈ ડાભીનું મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે પ્રવીણભાઈએ આયસર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.