gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં મેઘમહેર: હવામાન વિભાગે 7 જિલ્લામાં જાહેર કર્યું રેડ ઍલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી | …

G METRO NEWS by G METRO NEWS
August 19, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં મેઘમહેર: હવામાન વિભાગે 7 જિલ્લામાં જાહેર કર્યું રેડ ઍલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી | …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat IMD Rain Forecast : હવામાન વિભાગે આજે રાજ્યના 7 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં સાંજે 4 વાગ્યા સુધી ઍલર્ટ આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત, હવામાન વિભાગે અન્ય 8 જિલ્લાઓમાં પણ ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં નવસારી, સુરત, ભરુચ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર અને મોરબીનો સમાવેશ થાય છે. આ સિવાય, રાજ્યના અન્ય જિલ્લાઓમાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં રાજ્યમાં કુલ 4 સિસ્ટમ સક્રિય છે, જેના કારણે ભારે વરસાદની શક્યતા વધી છે. આગામી 24 ઑગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતીકાલે (20 ઑગસ્ટ) દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

આગામી 22 ઑગસ્ટ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે અને માર્ગ વ્યવહાર પણ પ્રભાવિત થઈ શકે છે, જેથી લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: જૂનાગઢ-ગીર સોમનાથમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સૂત્રાપાડામાં 12 ઇંચ વરસાદથી જળબંબાકાર
ગુજરાતમાં મેઘમહેર: હવામાન વિભાગે 7 જિલ્લામાં જાહેર કર્યું રેડ ઍલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી 2 - image

માંગરોળમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદથી જળબંબાકાર

છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે આજે વહેલી સવારથી જ ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ, કચ્છ સહિતના વિસ્તારોમાં  વરસાદી માહોલ જામ્યો છે. માંગરોળમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. આ ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

ગુજરાતના 82 તાલુકામાં ધોધમાર વરસાદ 

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 82 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકામાં 12 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે સૂત્રાપાડાનું પ્રશ્નાવડા ગામ સંપૂર્ણપણે જળબંબાકાર બન્યું છે. તો બીજી તરફ વેરાવળમાં 6 ઇંચ અને કોડીનારમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, તાલાલા અને ઉનામાં પણ 3 ઇંચ વરસાદ નોંધાયો છે. 

રાજ્યના ડેમની સ્થિતિ

રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 18 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના કુલ 207 ડેમમાંથી 76 ડેમ હાઈઍલર્ટ એટલે કે 70 થી 100 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 26 ડેમ ઍલર્ટ પર તેમજ 22 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના 76.40 ટકા જળસંગ્રહ ઉપલબ્ધ છે.

ગુજરાતમાં અત્યારસુધીમાં સરેરાશ 68.91 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 72 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં જ્યારે ઉત્તર ગુજરાતમાં 71 ટકા, કચ્છમાં 70 ટકા, પૂર્વ મધ્યમાં 69 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 63 ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટના ધોરાજીમાં 3 ઇંચથી વધુ, માળિયાહાટીમાં 2 ઇંચથી વધુ જ્યારે ડાંગ આહવા, અબડાસા, કામરેજ અને સુબીર તાલુકામાં 2 ઇંચથી વધુ આ ઉપરાંત 24 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ થયો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુભાનપુરામાં પરોઢિયે ડોગ લઇને ચાલવા નીકળેલી મહિલાના અછોડાની લૂંટ | chain snatching of woman our for …
GUJARAT

સુભાનપુરામાં પરોઢિયે ડોગ લઇને ચાલવા નીકળેલી મહિલાના અછોડાની લૂંટ | chain snatching of woman our for …

May 20, 2026
વડોદરા જિલ્લાની ચાર નગર પાલિકામાં પ્રમુખની નિયુક્તીઃ જિ.પંચાયત અને તા.પંચાયતનો કાર્યક્રમ પણ જાહેર | …
GUJARAT

વડોદરા જિલ્લાની ચાર નગર પાલિકામાં પ્રમુખની નિયુક્તીઃ જિ.પંચાયત અને તા.પંચાયતનો કાર્યક્રમ પણ જાહેર | …

May 20, 2026
સિમેન્ટનો બ્લોક ઉપરથી નીચે પડતા ૩ વર્ષની બાળકીનું મોત | 3 year old girl dies after cement block fall…
GUJARAT

સિમેન્ટનો બ્લોક ઉપરથી નીચે પડતા ૩ વર્ષની બાળકીનું મોત | 3 year old girl dies after cement block fall…

May 20, 2026
Next Post
વડોદરાના કમાટીબાગમાં પાન, બીડી, તમાકુ કે ગુટકાનું સેવન કરતા કોઈ ઝડપાશે તો દંડ કરાશે | Anyone caught …

વડોદરાના કમાટીબાગમાં પાન, બીડી, તમાકુ કે ગુટકાનું સેવન કરતા કોઈ ઝડપાશે તો દંડ કરાશે | Anyone caught ...

જામનગર શહેર-જિલ્લામાં તહેવાર પર જુગારની મોજ માણતા 11 મહિલા સહિત 70 ની અટકાયત | 70 people including 1…

જામનગર શહેર-જિલ્લામાં તહેવાર પર જુગારની મોજ માણતા 11 મહિલા સહિત 70 ની અટકાયત | 70 people including 1...

સુરતના અમરોલીમાં 33 વર્ષની શિક્ષિકાનો આપઘાત, સાસરિયાના ત્રાસનો આરોપ | Surat teacher self destruction…

સુરતના અમરોલીમાં 33 વર્ષની શિક્ષિકાનો આપઘાત, સાસરિયાના ત્રાસનો આરોપ | Surat teacher self destruction...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દીદી કે દાદા? બંગાળમાં બીજા ફેઝનું મતદાન શરૂ; શું પ્રથમ તબક્કાનો 93% મતદાનનો રેકોર્ડ તૂટશે? | Bengal…

દીદી કે દાદા? બંગાળમાં બીજા ફેઝનું મતદાન શરૂ; શું પ્રથમ તબક્કાનો 93% મતદાનનો રેકોર્ડ તૂટશે? | Bengal…

3 weeks ago
નર્મદા નદીમાં પૂરના પાણી ઓસર્યા, સરદાર સરોવર ડેમમાં પાણીની આવક ઘટતા 5 દરવાજા બંધ કરાયા | 5 gates clo…

નર્મદા નદીમાં પૂરના પાણી ઓસર્યા, સરદાર સરોવર ડેમમાં પાણીની આવક ઘટતા 5 દરવાજા બંધ કરાયા | 5 gates clo…

10 months ago
લારી અને ફૂટપાથ પર સિમકાર્ડના વેચાણથી ઓનલાઇન ઠગોને ફાવટ,કડક પગલાં લેવા માગ | Online fraudsters benef…

લારી અને ફૂટપાથ પર સિમકાર્ડના વેચાણથી ઓનલાઇન ઠગોને ફાવટ,કડક પગલાં લેવા માગ | Online fraudsters benef…

5 months ago
લર્નિંગ લાયસન્સ માટેની ફેસલેસ ઓનલાઇન સુવિધા શરૂ પણ સુરક્ષામાં વ્યાપક છીંડા | Faceless online facilit…

લર્નિંગ લાયસન્સ માટેની ફેસલેસ ઓનલાઇન સુવિધા શરૂ પણ સુરક્ષામાં વ્યાપક છીંડા | Faceless online facilit…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News