– મહિલાઓ અને વેક્સિન ન લીધી હોય તેમને વધુ જોખમ
– સંશોધકોએ જોખમ ધરાવતા દર્દીઓની રક્તવાહિનીઓના ફેરફારની સમયસર ઓળખ કરવાની સલાહ આપી
– આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં 16 દેશોના રસી મેળવેલા અને નહિ મેળવેલા લોકોની સરખામણી કરાઈ હતી
Corona side effects: એક નવા આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં જણાયું છે કે કોવિડ સંક્રમણ રક્તવાહિનીની વયને લગભગ પાંચ વર્ષ ઝડપી બનાવે છે જેના કારણે હૃદયરોગના હુમલા અને સ્ટ્રોક જેવા કાર્ડિયોવેસ્ક્યુલર રોગોના જોખમમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. સંશોધકોને જણાયું છે કે કોવિડના હળવા કેસમાં પણ જેમને ક્યારેય કોવિડ ન થયો હોય તેની સરખામણીએ ધમનીઓ ઝડપથી જડ થઈ જાય છે જે રક્તવાહિનીઓના વૃદ્ધત્વનો મુખ્ય સંકેત છે.