![]()
Jamnagar : જૈન સમુદાયના પાવનકારી પર્યુષણ મહાપર્વની આજે તા.20મીથી આરંભ થઈ રહ્યો હોવાથી જૈનોમાં ધાર્મિક ઉમંગ વ્યાપ્યો છે. સાત દિવસના આ તહેવાર દરમિયાન વ્યાખ્યાનો, સમુહ પ્રતિક્રમણનું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે જુદા-જુદા દિવસોએ આવતી જૈનોના તમામ સંઘોની સંવત્સરી આ વખતે કેલેન્ડર તિથિ મુજબ ભાદરવા સુદ-ચોથ તા.27 ઓગસ્ટના રોજ એકજ દિવસે ઉજવાશે.
પર્વાધિરાજ પર્યુષણના પાવન દિવસોમાં જ્યોતિવિનોદ ઉપાશ્રય ખાતે પંન્યાસજી ગીતાર્થરત્નવિજયજી મહારાજની નિશ્રામાં પર્યુષણના સાતેય દિવસે સવારે 7:30, 8.00 અને 8:30 વાગ્યાના સમયમાં વ્યાખ્યાન અને રોજ સાંજે 7:30 વાગ્યે સમુહ પ્રતિક્રમણનું આયોજન કરવામાં આવ્યું છે.
તે ઉપરાંત રોજની વાત કરીએ તો આજે શ્રાવણ વદ બારસ તા.20ની સાંજે ધીની બોલી બાદ સમુહ પ્રતિક્રમણ, બીજા દિવસે તા.21ના ગુરુવારે સાંજે 7 વાગ્યે કલ્પસૂત્રના ધીની બોલી. તા.22ના શુકવારે ત્રીજા દિવસે સવારે 8:30 વાગ્યે વ્યાખ્યાન દરમિયાન કલ્પસૂત્રના ધીની ઉછામણી સાંજે 6:30 વાગ્યે કલ્પસૂત્રના ધીની બોલી અને રાત્રે મંડપમાં જન્મ વાંચનના વિવિધ લાભના ઘીની બોલી બોલાવાશે તા.23ના શનિવારે ચોથા દિવસે સવારે 8 વાગ્યે કાવ્યસુત્રની અષ્ટપકારી પુજા અને સાંજે પ્રતિક્રમણ બાદ 27ના ભાવનું સ્તવન, પાંચમા દિવસે રવિવારે તા.24મીએ સવારે 10 વાગ્યા બાદ ભગવાન મહાવીરના જન્મનું વાંચન, તા.25ના સોમવારે બપોરે 1 થી 2 બાળકોનું સામાયિક, સાંજે પંચકલ્યાણક સ્તવન, તા.26ના સાતમા દિવસે સવારે પ્રવચન દરમિયાન બારસા સુત્રના ધીની બોલી આઠમા દિવસે 8 વાગ્યે અષ્ટપ્રકારી પુજા, સાંજે 4:30 વાગ્યે સામુહિક પ્રતિક્રમણ બાદ સાવંત્સરિક ક્ષમાપના પછી નવમા દિવસે તા.28ના ગુરુવારે સવારે 8 વાગ્યાથી તપસ્વીઓના પારણા, બપોરે 2:30 વાગ્યે પ્રભુજીની શોભાયાત્રા ચાંદી બજાર ખાતેથી યોજાશે.
પર્યુષણ નિમિત્તે ચાંદી બજારના દેરાસરો, પેલેસ દેરાસર, પાર્શ્વનાથજી દેરાસર, સમેત શિખરજી, ઓશવાળ કોલોની, કામદાર કોલોનીના દેરાસરોમાં વિવિધ અંગરચના (આંગી) ના દર્શન યોજાશે.










