Surat Metro Project : સુરત શહેરમાં સામુહિક પરિવહનના ભાગ રૂપે મેટ્રો રેલ પ્રોજેક્ટ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન આજે ચોક બજાર મેટ્રો સ્ટેશન ખાતે ડાઉનલાઈન ટનલનું બ્રેકથ્રુ સફળ રહ્યો હતો. અપ લાઈનનું કામ પણ ટૂંક સમયમાં પુરું થશે તેવો દાવો મેટ્રો દ્વારા કરવામાં આવ્યો છે. આજે ડાઉન ટનલની કામગીરી પાલિકા અને મેટ્રોના અધિકારીઓની હાજરીમાં ટનલની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
સુરતમાં છેલ્લા કેટલાક વખતથી ચાલી રહેલી મેટ્રોની કામગીરી હવે ઝડપથી આગળ વધી રહી છે. દરમિયાન મંગળવારે સુરત મેટ્રો માટે મહત્વનો દિવસ બની ગયો હતો. મેટ્રોના ડ્રીમ સીટીથી સરથાણા વચચેના કોરિડોર-1માં 9.47 કિલોમીટર લાંબી ડાઉન લાઈનનું કામ સફળતાપૂર્વક થયું છે. આ અંગે માહિતી આપતા મેટ્રોના અધિકારીએ જણાવ્યું હતું કે, સુરત રેલવે સ્ટેશનથી ચોક બજાર મેટ્રો સ્ટેશન સુધી કાર્યરત ટનલ બોરિંગ મશીન ચોક બજાર ખાતે આજે બપોરે 12.30 વાગ્યે બહાર આવ્યું હતું તેની સાથે ડાઉન લાઈનનું કામ પુરુ થયું છે અને અપ લાઈનનું કામ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ ટનલ માટેનું ટનલ બોરિંગ મશીન હાલ મસ્કતિ હોસ્પિટલ સુધી પહોંચ્યું છે તે પણ ઝડપથી પુરું કરવા આયોજન છે. આજે બ્રેક થ્રુની કામગીરી થઈ હતી ત્યારે પાલિકા અને મેટ્રોના અધિકારીઓ હાજર રહ્યા હતા.
મેટ્રો પ્રોજેક્ટમાં સરયાણાથી ડ્રીમસિટી વચ્ચે કુલ 21.91 કિલોમીટરમાં મેટ્રો ટ્રેન દોડશે. જેમાં કુલ 20 સ્ટેશન છે. ડાયમંડ કોરિડોર તરીકે ઓળખાતા કોરિડોર-1માં કુલ 20 મેટ્રો સ્ટેશનો જેમાં ભૂગર્ભ અને 14 એલીવેટેડ અને 6 ભુગર્ભ સ્ટેશનો છે. 6.47 કિમી ભૂગર્ભ સ્ટેશનો વચ્ચે ડાઉનલાઈનનું કામ મંગળવારે પૂર્ણ થયું હતું.
આજે કામગીરી થઈ તે મેટ્રો માટે અનેક ઈજનેરી પડકારો હતો તે કામગીરીમાં સફળતા મળી છે. આ સીટી અને ડાયમંડ બુર્સ કાપોદ્રા અને સરથાણા વિસ્તાર સાથે જોડાશે અને મુસાફરો માટે ઝડપી, સુરક્ષિત તથા આધુનિક પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવશે તેવું મેટ્રોએ જણાવ્યું છે.
રૂટ પરના અંડરગ્રાઉન્ડ સ્ટેશન
(1) ચોકબજાર
(2) મસ્કતિ હોસ્પિટલ
(3) સુરત રેલ્વે સ્ટેશન
(4) સેન્ટ્રલ વેર હાઉસ
(5) લાભેશ્વર ચોક
(6) કાપોદ્રા
સુરત મેટ્રોની 40.35 કિલોમીટર લંબાઈ
સુરત મેટ્રો પ્રોજેક્ટ કુલ 40.35 કિમી લંબાઈ ધરાવે છે, જેમાં બે કોરિડોર અને 38 મેટ્રો સ્ટ્રેશનોનો સમાવેશ થાય છે. કોરિડોર–1, જેને ડાયમંડ કોરિડોર તરીકે ઓળખવામાં આવે છે, ડ્રીમ સીટી અને ડાયમંડ બુર્સથી સરથાણા સુધી 21.61 કિમી લાંબો છે અને તેમાં 20 સ્ટ્રેશનો છે. જ્યારે કોરિડોર–2, ટેક્સટાઇલ કોરિડોર, ભેંસાણથી સારોલી સુધી 18.74 કિમી લાંબો છે અને તેમાં 18 સ્ટ્રેશનો આવે છે. મજુરા ગેટ સ્ટેશન બંને કોરિડોરનું જંકશન છે.