Vadodara Crime : વડોદરામાં થોડા સમય પહેલા રાત્રે જમવાનું નહીં મળતા ભાજપના અગ્રણીના ભાઈ અને રેસ્ટોરાના સંચાલકને ઘેર જઈને કાર ચાલક અને સાગરીતોએ હુમલો કરવાનો બનાવ બન્યો હતો. ત્યારબાદ ગઈકાલે પરોઢિયે નાસ્તાની લારી પર હુમલાનો વધુ એક બનાવો બન્યો હતો.
વડોદરા નજીક આલમગીર ખાતે રહેતા અને ખેતી કામ કરતા ધવલ પટેલે પોલીસને કહ્યું છે કે, ગઈ રાત્રે હું અમારી ગણપતિની મૂર્તિ જોવા માટે આવ્યો હતો. રાત્રે પરત ફરતી વખતે મૂજ મહુડા સર્કલ પાસે નાસ્તાની લારી પર નાસ્તો કર્યો હતો.
આ વખતે મોઢું ધોતા બાજુમાં ઉભેલા એક યુવકે મને જોઈને કોગળા કરવા કહ્યું હતું. જેથી મેં હવે આમ નહીં થાય તેવો જવાબ આપ્યો હતો. આ વખતે ઠપકો આપનાર ભાઈ એ મારી સાથે બોલાચાલી કરી હતી અને તેનું ઉપરાણું લઈ બાજુમાં ઊભેલી એક કારમાંથી બે ત્રણ જણ બહાર નીકળી આવ્યા હતા અને મારી સાથે ઝપાઝપી કરી હતી. પોલીસે કારના નંબરને આધારે તપાસ હાથ ધરી છે.