પહેલા વાર્ષિક રૃા.
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવાર
વાર્ષિક રૃા. ૪ લાખ સુધીની પગારની આવક ધરાવનારાઓને આપવામાં આવતા બીજા ભથ્થાઓ પર કોઈ જ ટેક્સ હવેથી લાગશે નહિ. આ ભથ્થાઓની રકમ અગાઉ આવકમાં ઉમેરવામાં આવતા હતા. આ ભથ્થાઓમાં કંપની તરફથી ભાડાં મુક્ત રહેઠાણ આપવામાં આવતા હતા. ભાડાંમાં કન્સેશન આપવામાં આવતું હતું. મોટરકાર કે પછી ઘરમાં નોકરની સેવા પૂરી પાડતા હોય છે. ગેસના બિલ અને ઇલેક્ટ્રિસિટીના બિલ પણ કંપની જ ભરતી હોય છે. વૉટર સપ્લાય, એજ્યુકેશનના ખર્ચ અને મેડિકલના ખર્ચ ભથ્થા તરીકે આપતા હોય છે. ટ્રાવેલિંગ બિલમાં કન્સેશન કરી આપતા હોય છે. ગિફ્ટવાઉચર આપતા હોય છે. ખાવાનું સસ્તા દરે પૂરું પાડતા હોય છે. આ ભથ્થાઓના ખર્ચા પર અપર લિમિટ મૂકવામાં આવી હોવાનું જણાતું નથી.૫૦,૦૦૦થી વધુની વાર્ષિક આવક ધરાવનારાઓન પરક્વિઝિટની મળતી આ સુવિધાઓને કંપનીની કોસ્ટ ગણીને પગારની આવકમાં ઉમેરવામાં આવતી હતી. પરંતુ રૃા. ૫૦,૦૦૦થી ઓછી આવક ધરાવનારાઓને માટે તેને આવક ગણવામાં આવતી નહોતી. અઢારમી ઓગસ્ટે સીબીડીટીએ પરિપત્ર કરીને રૃા. ૫૦,૦૦૦ની વાર્ષિક આવક મર્યાદા વધારીને વાર્ષિક રૃા. ૪,૦૦,૦૦૦ (ચાર લખ) કરી દેવામાં આવી છે. હવે વાર્ષિક રૃા. ૪ લાખ સુધીની આવક ધરાવનારા પગારદાર નોકરિયાતોને ભથ્થાઓની મળતી સુવિધા પર કોઈ ટેક્સ લગાડવામાં આવશે. બીજા શબ્દોમાં કહીએ તો પહેલા વાર્ષિક રૃા. ૫૦,૦૦૦થી વધારેની આવક ધરાવનારાઓને કંપની તરફથી આપવામાં આવતા પરક્વિઝિટ આવકમાં ઉમેરવામાં આવતા હતા. હવે વાર્ષિક રૃા. ૪ લાખથી વધારેની પગારની આવક ધરાવનારાઓની આવકમાં પરક્વિઝિટ-ભથ્થાને આવક તરીકે ઉમેરવામાં આવશ.
આ જ રીતે બીજો એક નિયમ ૩ડીમાં ૧૭ (૨) રોમન સિક્સમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર મુજબ કંપનીઓ તેમના કર્માચારીઓને શેર્સ અને સિક્યોરીટી મફતમાં આપે છે. તેમને શેર્સ કન્સેશનલ રેટથી એલોટ કરતાં હોય છે. અગાઉ આ બધું જ ટેક્સેબલ હતું. વાર્ષિક રૃા. ૫૦,૦૦૦થી ઓછી આવક ધરાવનારા નોકરિયાતો માટે આ ટેક્સેબલ આવક નહોતી ગણાતીએમ વેરાના જાણકાર પ્રમોદ પોપટનું કહેવું છે. પરંતુ તેમાં પણ ફેરફાર કરીને વાર્ષિક રૃા. ૮ લાખ સુધીની આવક ધરાવનારાઓને કંપની તરફથી શેર્સ કે સિક્યોરિટી, ડિબેન્ચર મફતમાં આપવામાં આવે કે કન્સેશનલ દરથી શેર્સ એલોટ કરવામાં આવે તો તેને વેરાને પાત્ર ગણવામાં આવશે નહિ.