– તળાજાના ગોરખી ગામના શખ્સે દારૂ કારમાં ભરી આપ્યો
– ભાવનગરના બન્ને શખ્સ પાસેથી વિદેશી દારૂ, કાર, મોબાઈલ મળી રૂા. 3.60 લાખનો મુદ્દામાલ કબજે
ભાવનગર : શહેરના ખેડુતવાસ, હનુમાનદાદાના મંદિરવાળા ખાંચામાં, ડાભીના વાડા પાસેથી ઇંગ્લીશ દારૂની બોટલ ૫૭૬ ભરેલી કાર સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચે બે શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર, એલસીબીનો સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે,અગાઉ ઈંગ્લીશ દારૂના કેસમાં પકડાયેલ હર્ષદ ઉર્ફે જર્મન ભીમજીભાઇ ગુજરીયા તથા તેનો સાગરિત કૃણાલ રમેશભાઇ ડાભી ( રહે.બંને ભાવનગર ) ખેડુતવાસ, હનુમાનદાદાના મંદિરવાળા ખાંચામાં, ડાભીના વાડામાં કાર નંબર- જીજે-૦૪-ડીએ ૧૨૮૫ માં બહારથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરીને ઉભા છે. જે બાતમીનાં આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડો કરી કારની અંદર તલાશી લેતા વિદેશી દારૂની ૫૭૬ બોટલ કિંમત રૂ.૫૦,૬૮૮ મળી આવી હતી.પોલીસે હર્ષદ ઉર્ફે જર્મન ભીમજીભાઇ ગુજરીયા અને કુણાલ રમેશભાઇ ડાભીને વિદેશી દારૂ કાર, મોબાઈલ મળી કુલ રૂ.૩,૬૦,૬૮૮ નો મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.પકડાયેલા બન્ને ઇસમોની પૂછપરછ દરમિયાન હર્ષદ ઉર્ફે જર્મનએ દારૂનો જથ્થો લાવવા માટે મામા વિક્રમભાઇ દિલીપભાઇ મકવાણાની કાર લીધી હતી.અને તળાજાના ગોરખી ગામે રહેતો ગોપાલ સુખાભાઇ બારૈયાએ દારૂનો જથ્થો ભરી આપ્યો હતો.અને વિદેશી દારૂમાં હર્ષદ ઉર્ફે જર્મન અને પ્રતીક નલીનભાઇ પટેલ ની ભાગીદારીહોવાની કબૂલાત કરતાં એલસીબીએ પાંચ શખ્સ વિરૂધ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિ.એકટની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.