ઉંચા વ્યાજે રૂપિયા ધિરનાર ફાઇનાન્સર સામે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાજરાવાડી વિશ્વકર્મા નગરમાં રહેતા ફર્નિચરના વેપારી રાજનાથ રામાનંદભાઇ વિશ્વકર્માએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મારે રૂપિયાની જરૃર પડતા મારા સંબંધી અનિલ અભિરાજભાઇ વિશ્વકર્મા (રહે. ગણેશ નગર, ડભોઇ રોડ) પાસેથી પાંચ લાખ વ્યાજે લીધા હતા. તેમણે 50 હજાર વ્યાજ પેટે કાપી લઇ મને 4.50 લાખ આપ્યા હતા. તેની સામે તેમણે મારા પિતાએ લીધેલા મકાનનો વેચાણ કરાર તથા ત્રણ ચેક આપ્યા હતા.એપ્રિલ મહિના સુધી મેં તેઓને 1.70 લાખ આપ્યા હતા. ત્યારબાદ ધંધામાં મંદી આવતા તેઓને રૂપિયા આપી શક્યો નહતો. તેઓ અવાર – નવાર રૂપિયાની ઉઘરાણી કરતા હોઇ મારી પત્નીના સોનાના 27 ગ્રામ વજનના દાગીના લઇ લીધા હતા. તેમ છતાંય તેઓએ ચેક બાઉન્સનો કેસ કર્યો છે.