Heavy Rain Warning : ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી સાત દિવસ દરમિયાન દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં 30 ઓગસ્ટ સુધી અને રાજસ્થાનમાં 26 ઓગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે ગુજરાત, રાજસ્થાન, ઉત્તરાખંડ, નવી દિલ્હી, છત્તીસગઢ, હરિયાણા, મધ્ય પ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, બિહાર, ઝારખંડ, મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે.
આ પણ વાંચો : રાજ ઠાકરેનું રાહુલ ગાંધીને સમર્થન, કહ્યું- ‘2014થી અત્યાર સુધીની તમામ સરકાર વોટ ચોરીથી બની’
જાણો કયાં રાજ્યોમાં કંઈ તારીખે પડી શકે છે વરસાદ
- 24 ઓગસ્ટ: પૂર્વ રાજસ્થાનમાં અત્યંત ભારે વરસાદનો અંદાજ છે. આ ઉપરાંત, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને ચંડીગઢમાં પણ અતિ ભારે વરસાદની શક્યતા છે.
- 25 ઓગસ્ટ: ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે દિલ્હીમાં પણ હળવા વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહેશે.
- 26 ઓગસ્ટ: પશ્ચિમ કિનારાના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિઓ વધી શકે છે.
- 24 થી 30 ઓગસ્ટ : ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા, મધ્ય પ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત, અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, બિહાર, ઝારખંડ, મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદ થવાનો અંદાજ છે.
- 27 ઓગસ્ટ: જમ્મુ-કાશ્મીરના પહાડી વિસ્તારોમાં વાદળ ફાટવા અને ભૂસ્ખલન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
- 28 ઓગસ્ટ: અરુણાચલ પ્રદેશમાં ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી યથાવત છે.
- 24 થી 19 ઓગસ્ટ સુધી (ઝારખંડ): ઝારખંડમાં પણ ભારે વરસાદ ચાલુ રહેવાનો અંદાજ છે.
હવામાન વિભાગની ચેતવણી
હવામાન વિભાગે ભારે વરસાદને કારણે રસ્તાઓ બંધ થવા અને પાણી ભરાવાની સ્થિતિ સર્જાવાની ચેતવણી આપી છે. આથી, લોકોને સલામત રહેવાની અને મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવે છે.
આ પણ વાંચો : અનિશ દયાલ સિંહની નાયબ NSA તરીકે નિમણૂક, 30 વર્ષ IBમાં ફરજ નિભાવી ચૂક્યા છે