
બંને કેસમાં કુલ ત્રણ વ્યકિતઓની ધરપકડ
દિલ્હી એરપોર્ટ પરથી રૂ ૨૫ કરોડનો ગાંજો અને દિલ્હીના નંદ નગરી વિસ્તારમાંથી રૂ. ૫ કરોડનું હેરોઇન જપ્ત
નવી દિલ્હી: દિલ્હીમાં એક સાથે બે મોટી ડ્રગ્સ સિંડિકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કસ્ટમ વિભાગ અને દિલ્હી પેોલીસની અલગ અલગ કાર્યવાહીમાં કુલ ૩૦ કરોડ રૂપિયાથી વધુ મૂલ્યનું હેરોઇન અને મારિજુઆના જપ્ત કરવામાં આવ્યું છે. બંને કેસોમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.










