gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

Explainer: ભારતનું સુદર્શન ચક્ર, દુશ્મનના આક્રમણ સામે અમોઘ સાબિત થતી ભારતની અત્યાધુનિક એર ડિફેન્સ સિ…

G METRO NEWS by G METRO NEWS
August 25, 2025
in INDIA
0 0
0
Explainer: ભારતનું સુદર્શન ચક્ર, દુશ્મનના આક્રમણ સામે અમોઘ સાબિત થતી ભારતની અત્યાધુનિક એર ડિફેન્સ સિ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

IADWS Missiles: તાજેતરમાં ઓડિશાના દરિયાકાંઠે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશને (DRDO) ‘ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ’ (IADWS) નું પ્રથમ ફ્લાઇટ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. બહુસ્તરીય સર્વેલન્સ એટલે કે મલ્ટી લેયર્ડ સર્વેઇલન્સ, લેસર-ગાઈડેડ હુમલા કરવાની ક્ષમતા સહિતની વિશિષ્ટ સુરક્ષા ખાસિયત ધરાવતી આ સિસ્ટમ ભારત માટે સીમાચિહ્નરૂપ સફળતા છે. ભારતના મહત્ત્વપૂર્ણ થાણાને હવાઈ હુમલાથી બચાવવા માટે બનાવાયેલી આ સિસ્ટમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વતંત્રતા દિવસે જાહેર કરાયેલા ‘સુદર્શન ચક્ર’ સંરક્ષણ કવચનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો મનાય છે.

IADWS મલ્ટી લેયર્ડ સર્વેઇલન્સ સિસ્ટમ  

IADWS એક મલ્ટી લેયર્ડ સર્વેઇલન્સ સિસ્ટમ છે, જે સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજી પર આધારિત છે. આ સિસ્ટમ ત્રણ મુખ્ય શસ્ત્રોનો સમન્વય છે.

1) QRSAM – ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલ 

– ટૂંકા અંતરની આ સરફેસ ટુ એર મિસાઈલ ઝડપી પ્રતિક્રિયા આપે છે. 

– તેનું મુખ્ય કાર્ય સૈનિકોને દુશ્મનના હવાઈ હુમલાથી બચાવવાનું છે.

– તે  ત્રણથી 30 કિ.મી. સુધીના અંતરે આવેલા લક્ષ્યોને નિષ્ક્રિય કરવાની ક્ષમતા ધરાવે છે.

– આ પ્રણાલી ગતિશીલ અવસ્થામાં પણ હુમલો કરી શકે છે.

– ‘એક્ટિવ એરે બેટરી સર્વેલન્સ રડાર’ અને ‘એક્ટિવ એરે બેટરી મલ્ટિફંક્શન રડાર’ એમ બે રડાર ધરાવતી આ પ્રણાલી 360 ડિગ્રી સર્વેઇલન્સ અને ટ્રેકિંગ કરી શકે છે.

આ પણ વાંચોઃ ડ્રગ્સ પર અંકુશ મેળવવા માટે રાજ્યભરમાં ઝોન વાઇઝ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ બનાવાશે

2) VSHORADS – વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ

– VSHORADS વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ પેઢીની ડિફેન્સ સિસ્ટમ છે. 

– તે MANPADS મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમને સૈનિકો સરળતાથી તેમના ખભા પર લઈ જઈ શકે છે.

– તે 300 મીટરથી 6 કિ.મી.ના અંતરે ડ્રોન, હેલિકોપ્ટર અને નાના હવાઈ લક્ષ્યોનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે.

– સેના, નૌસેના અને વાયુસેના એમ ત્રણે પાંખની જરૂરિયાતોને પૂર્ણ કરે છે

3) DEW – ડાયરેક્ટેડ એનર્જી વેપન

– DEW લેસર આધારિત હાઇ પાવર શસ્ત્ર છે, જે અત્યાધુનિક લેસરથી 3 કિમીથી ઓછા અંતરના ડ્રોન અને અન્ય હવાઈ લક્ષ્યોને નષ્ટ કરી શકે છે.

– તે ડ્રોનની સર્વેલન્સ સિસ્ટમને અક્ષમ કરવાની ક્ષમતા ધરાવે છે.

– વિશ્વના જૂજ દેશો પાસે આ ટેકનોલોજી છે, જેમાં અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન, જર્મની, ઇઝરાયલ અને હવે ભારત સામેલ છે.

સંયુક્ત પરીક્ષણની વિશેષતા

23 ઓગસ્ટ 2025ના રોજ ઓડિશાના તટીય પ્રદેશમાં આયોજિત પરીક્ષણમાં IADWS ના સામર્થ્યનું સફળતાપૂર્વક પ્રદર્શન કરાયું હતું. આ પરીક્ષણ દરમિયાન બે UAV (અનમેન્ડ એરિયન વ્હિકલ, હાઇ સ્પીડ ફિક્સ્ડ વિંગ તથા એક મલ્ટિ-કોપ્ટર ડ્રોનને એકસાથે, વિવિધ અંતરે અને ઊંચાઈએ સફળતાપૂર્વક નષ્ટ કરવામાં આવ્યા હતા. ચાંદીપુરમાં ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) પર તહેનાત ઉપકરણોએ ફ્લાઇટ ડેટા રેકોર્ડ કર્યો હતો, જે પુષ્ટિ કરે છે કે આ સિસ્ટમ રડાર, ડ્રોન ટ્રેકિંગ સિસ્ટમ અને કમાન્ડ-કંટ્રોલ સિસ્ટમમાં ભૂલ વગર કામ કરી શકે છે. ભવિષ્યમાં આ સિસ્ટમને વધુ અદ્યતન બનાવવાની શક્યતાઓ છે.

સુદર્શન ચક્રનો મહત્ત્વપૂર્ણ ઘટક

આ સંપૂર્ણ સ્વદેશી સિસ્ટમ ભારતના સંવેદનશીલ સૈન્ય થાણાને હવાઈ હુમલાથી સુરક્ષિત રાખવા માટે છે. તે ડ્રોન, ક્રુઝ મિસાઇલ, હેલિકોપ્ટર અને નીચી ઉડાન ભરતાં વિમાનો જેવા ટૂંકા અને મધ્યમ અંતરના વિવિધ હવાઈ ખતરાને નિષ્ક્રિય કરવા સક્ષમ છે. તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વાતંત્ર્ય દિને જાહેર કરાયેલા ‘સુદર્શન ચક્ર’ સંરક્ષણ કવચનો મહત્ત્વપૂર્ણ હિસ્સો માનવામાં આવે છે, જેનો હેતુ 2035 સુધીમાં એક મજબૂત, સ્વદેશી સંરક્ષણ કવચ વિકસાવવાનો છે.

આધુનિક યુદ્ધકળાનું અનિવાર્ય અંગ- લેસર શસ્ત્રો

IADWSનું સૌથી નોંધપાત્ર પાસું તેનું લેસર-આધારિત શસ્ત્ર ‘DEW’ છે, જે પ્રકાશની ગતિએ હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે અને તે અત્યંત સચોટ છે. તેનો પુનઃઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત પરંપરાગત શસ્ત્રો કરતાં તે ઓછું ખર્ચાળ છે. આ ભારત માટે એક મોટી સિદ્ધિ છે, કારણ કે તે હવે લેસર શસ્ત્રો ટેકનોલોજીમાં નિપુણતા મેળવનારા દેશોની યાદીમાં જોડાઈ ગયું છે.

રાષ્ટ્રીય સુરક્ષામાં IADWS નું મહત્ત્વ

IADWS ભારત માટે અનેક રીતે મહત્ત્વપૂર્ણ છે:

– સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજી પર આધારિત છે, જે આત્મનિર્ભર ભારતના ધ્યેયને મજબૂત બનાવે છે.

– ડ્રોનથી લઈને હાઇ-સ્પીડ એરક્રાફ્ટ સુધીના દરેક પ્રકારના હવાઈ ખતરાનો સામનો કરીને બહુસ્તરીય સુરક્ષા પ્રદાન કરે છે.

– અસરકારક અને ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવે છે.

– ઓછી ખર્ચાળ છે.

– વૈશ્વિક સંરક્ષણ ટેકનોલોજીમાં ભારતની સ્થિતિ મજબૂત કરે છે.

Explainer: ભારતનું સુદર્શન ચક્ર, દુશ્મનના આક્રમણ સામે અમોઘ સાબિત થતી ભારતની અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વડોદરા-કરજણ હાઇવે પર ટ્રાફિક વ્યવસ્થા પડી ભાંગી, સવારથી 10 કિલોમીટરનો જામ | 10 km traffic jam since …

વડોદરા-કરજણ હાઇવે પર ટ્રાફિક વ્યવસ્થા પડી ભાંગી, સવારથી 10 કિલોમીટરનો જામ | 10 km traffic jam since ...

જંબુસર બાયપાસ ચોકડીએ રિક્ષામાં પેસેન્જર બેસાડવાની તકરારમાં રીક્ષા ચાલક પર ચાકુથી હુમલો, હત્યાના પ્રય…

જંબુસર બાયપાસ ચોકડીએ રિક્ષામાં પેસેન્જર બેસાડવાની તકરારમાં રીક્ષા ચાલક પર ચાકુથી હુમલો, હત્યાના પ્રય...

ED એ દરોડા પાડ્યા તો દીવાલ કૂદીને ભાગ્યા ધારાસભ્ય, ફોન તળાવમાં ફેંક્યો; કીચડમાંથી ઝડપ્યા | TMC MLA j…

ED એ દરોડા પાડ્યા તો દીવાલ કૂદીને ભાગ્યા ધારાસભ્ય, ફોન તળાવમાં ફેંક્યો; કીચડમાંથી ઝડપ્યા | TMC MLA j...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મિડલ ઈસ્ટ યુદ્ધઃ ભારત પાસે 25 દિવસનો ઓઈલ સ્ટોક, પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે: સૂત્ર | india crude oil…

મિડલ ઈસ્ટ યુદ્ધઃ ભારત પાસે 25 દિવસનો ઓઈલ સ્ટોક, પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે: સૂત્ર | india crude oil…

4 months ago
ત્રણ ગાય પકડી એક ગાયબ કરી! જામનગર મનપાનો રખડતાં ઢોર બાબતે ઢંગધડા વગરનો વહીવટ, કટકીબાજીનો આરોપ | Jamn…

ત્રણ ગાય પકડી એક ગાયબ કરી! જામનગર મનપાનો રખડતાં ઢોર બાબતે ઢંગધડા વગરનો વહીવટ, કટકીબાજીનો આરોપ | Jamn…

5 months ago
વડોદરાના સાવલીમાં સ્વામિનારાયણ મંદિર બનાવવાના નામે 4.50 કરોડની છેતરપિંડી આચરી | vadodara savli swami…

વડોદરાના સાવલીમાં સ્વામિનારાયણ મંદિર બનાવવાના નામે 4.50 કરોડની છેતરપિંડી આચરી | vadodara savli swami…

9 months ago
ભારત-અમેરિકા ટ્રેડ ડીલની ગાડી ફરી પાટે ચઢી, સાત કલાક મંત્રણા

ભારત-અમેરિકા ટ્રેડ ડીલની ગાડી ફરી પાટે ચઢી, સાત કલાક મંત્રણા

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News