Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી વિશ્વામિત્રી પ્રોજેક્ટની ચાર વિભાગમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં 93,975 ઘન મીટર માટી બહાર કાઢવામાં આવી છે. સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ થતા આશરે 20 લાખ ઘન મીટર માટી બહાર કાઢવામાં આવશે.
વડોદરામાં ચોમાસા દરમિયાન પૂરના આવે તે માટે નિષ્ણાતોની સમિતિ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ બાદ વિશ્વામિત્રી પ્રોજેક્ટની જે કામગીરી ચાલુ કરવામાં આવી છે, તેમાં કોર્પોરેશન દ્વારા 100 દિવસનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે, એટલે કે 10 જૂન સુધીમાં આ કામ પૂર્ણ કરવું પડે તેમ છે. કોર્પોરેશનના તંત્રના કહેવા મુજબ રોજ 18000 ઘન મીટર માટી બહાર કાઢવી પડશે અને આ માટે રાત્રે પણ કામગીરી ચાલુ કરવામાં આવશે. જેમાંથી બહાર કાઢવામાં આવે છે તે લોકો મફત લઈ જઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જે કાંઠા વિસ્તાર સલામત છે, ત્યાં રાત્રે લાઇટો મૂકીને આ કામ વધુ મશીનરી અને મેન પાવર લગાડીને લગાડીને કરવામાં આવશે. બે દિવસ પહેલા અકોટા બ્રિજ નીચે રાત્રે કામ કરવામાં આવ્યું હતું. વિશ્વામિત્રી પ્રોજેક્ટના વિદ્યાકુંજ વડસર કોટનાથ પટ્ટામાં નદી કિનારે જમણી બાજુ ત્રણ કિલોમીટરમાં કામગીરી કરવાની છે, જેમાંથી આશરે સવા કિલોમીટરમાં કામગીરી પૂર્ણતાના આરે છે.