Ankleshwar News : અંક્લેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરેથી જતા રહેલ 11 વર્ષના બાળકને અંક્લેશ્વર GIDC પોલીસ ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેનું પરીવાર સાથે પુનઃ મિલન કરાવ્યું હતું.
ગઈ તા.27 ઓગષ્ટના રોજ સવારે અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક 11 વર્ષનું બાળક કોઇક કારણસર લાગી આવતા પોતાના ઘરેથી સાઇકલ લઇને જતો રહ્યો હતો. જેથી બાળકના વાલીએ અંક્લેશ્વર GIDC પોલીસ સ્ટેશને જાણ કરતા પોલીસે તાત્કાલીક જુદી-જુદી ટીમો બનાવી બાળકની શોધખોળ શરૂ કરી હતી. અને બાળકના ઘરેથી લઇ મુખ્ય રસ્તા ઉપરના જુદા-જુદા સીસીટીવી કેમેરા ચેક કરી બાળક પ્રતીન ચોક્ડીથી ભરૂચ તરફ ગયેલ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ તથા બાળકના સગા-સબંધીઓએ ભરૂચમાં બાળકની શોધખોળ કરતા માતરીયા તળાવા પાસેથી બાળક હેમખેમ મળી આવ્યો હતો. અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનના સ્ટાફે ટીમ વર્કથી 11 વર્ષના બાળકને ગણતરીની સમયમાં શોધી તેના પરિવારને સોંપી ગુમ થયેલ બાળકનું તેના પરીવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.