![]()
મુંબઈ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે ભારત પર ૫૦ ટકા ટેરિફ અમલી બનાવીને ભારત સરકાર પર દબાણ વધારવાના કરેલા પ્રયાસે સામે મોદી સરકારે ભારતીય ઉદ્યોગને જીએસટી સહિતમાં રાહત આપવાના આપેલા સંકેત છતાં મામલો વધુ ગૂંચવાવાના સંજોગોમાં ટેક્સટાઈલ, જેમ્સ એન્ડ જવેલરી, મશીનરી, ઓટો ઉદ્યોગની નિકાસ મોરચે હાલત કફોડી બની શકવાના અંદાજોએ આજે શેરોમાં ફંડો, ખેલાડીઓએ હેમરિંગ વધાર્યું હતું. ફંડોએ ખાસ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી કંપનીઓ માટે અમેરિકામાં એચ૧બી વીઝા સહિતના અંકુશોની આશંકાએ હાલત બગડવાની શકયતાએ શેરોમાં સેલિંગ વધ્યું હતું. હેલ્થકેર-ફાર્મા, બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ, મેટલ-માઈનીંગ, એફએમસીજી શેરોમાં ઓફલોડિંગ થયું હતું. અલબત કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પસંદગીનું આકર્ષણ રહ્યું હતું. સેન્સેક્સ ૭૦૫.૯૭ પોઈન્ટ તૂટીને ૮૦૦૮૦.૫૭ અને નિફટી સ્પોટ ૨૧૧.૧૫ પોઈન્ટ ગબડીને ૨૪૫૦૦.૯૦ બંધ રહ્યા હતા.
આઈટી ઈન્ડેક્સ ૫૯૨ તૂટયો : માસ્ટેક રૂ.૧૦૩ તૂટયો : જેનેસિસ, આરસિસ્ટમ, ઝેનસાર, એચસીએલ તૂટયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી કંપનીઓના અમેરિકાના બિઝનેસ પર માઠી અસર થવાના અને કંપનીઓની નફાશક્તિ ભીંસમાં આવવાની શકયતાએ આઈટી શેરોમાં મોટી વેચવાલી થઈ હતી. માસ્ટેક રૂ.૧૦૩.૫૦ તૂટીને રૂ.૨૪૨૨.૫૦, આરસિસ્ટમ્સ રૂ.૧૭.૧૦ ઘટીને રૂ.૪૪૮.૪૦, ઝેનસાર ટેકનોલોજી રૂ.૨૬.૪૫ તૂટીને રૂ.૭૭૭.૬૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૪૨.૫૦ ઘટીને રૂ.૧૪૪૯.૭૫, ક્વિક હિલ રૂ.૮.૨૦ ઘટીને રૂ.૨૯૨.૮૦,ટાટા એલેક્સી રૂ.૧૩૭.૪૦ ઘટીને રૂ.૫૩૪૦.૪૫, ટાટા ટેકનોલોજી રૂ.૧૬.૨૦ ઘટીને રૂ.૬૬૨.૯૦, સિએન્ટ રૂ.૨૮.૫૫ ઘટીને રૂ.૧૧૭૩, નેટવેબ રૂ.૫૪.૩૦ ઘટીને રૂ.૨૨૩૮.૧૫, જેનેસિસ ઈન્ટરનેશનલ રૂ.૧૧.૭૫ તૂટીને રૂ.૫૬૫.૫૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૫૯૨.૪૬ પોઈન્ટ તૂટીને ૩૪૭૬૪.૯૬ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૬૦૫ ગબડયો : આઈનોક્સ વિન્ડ, ભારત ડાયનામિક્સ, ટીટીગ્રહ, ઝેનટેક તૂટયા
ભારતની અમેરિકામાં થતી મશીનરી નિકાસો પર ટેરિફથી અસર થવાની શકયતાએ ફંડોની કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં વેચવાલી વધી હતી. આઈનોક્સ વિન્ડ રૂ.૫.૨૦ તૂટીને રૂ.૧૩૬.૮૦, ભારત ડાયનામિક્સ રૂ.૪૯ તૂટીને રૂ.૧૪૨૮.૯૦, ટીટાગ્રહ રૂ.૨૮.૬૦ તૂટીને રૂ.૮૪૦.૪૫, ઝેનટેક રૂ.૪૭.૬૫ તૂટીને રૂ.૧૪૫૭, કિર્લોસ્કર એન્જિન રૂ.૨૫.૮૫ ઘટીને રૂ.૮૯૯.૧૦, થર્મેક્સ રૂ.૭૪.૧૦ ઘટીને રૂ.૩૧૮૭.૫૦, કોચીન શિપ રૂ.૩૬.૮૦ ઘટીને રૂ.૧૬૦૪.૮૦, મઝગાંવ ડોક રૂ.૫૯.૮૫ ઘટીને રૂ.૨૬૨૮.૫૫, એસ્ટ્રલ રૂ.૩૦.૪૦ ઘટીને રૂ.૧૩૫૯, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૫૬ ઘટીને રૂ.૭૭૨૯.૮૦, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૭૦.૬૦ ઘટીને રૂ.૪૫૦૭.૮૦, ભેલ રૂ.૩.૦૫ ઘટીને રૂ.૨૦૮.૪૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૬૦૫.૦૯ પોઈન્ટ તૂટીને ૬૫૨૭૪.૨૩ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં વેગ પકડતી મંદી : સાંઈ લાઈફ, સુવેન, એનજીએલ, યુનિકેમ, ઓર્ચિડ, વોખાર્ટ ઘટયા
અમેરિકામાં દવાઓના ભાવ ઘટાડવા ફાર્મા કંપનીઓ પર દબાણ વધી રહ્યું હોઈ કંપનીઓની નફાશક્તિ ઘટવાના અંદાજોએ આજે હેલ્થકેર શેરોમાં વેચવાલી વધી હતી. સાંઈ લાઈફ રૂ.૪૨.૯૫ તૂટીને રૂ.૮૧૬.૫૫, સુવેન રૂ.૧૦.૮૦ ઘટીને રૂ.૨૦૯.૫૦, એનજીએલ ફાઈન રૂ.૬૪.૨૦ ઘટીને રૂ.૧૩૬૭.૪૦, યુનિકેમ લેબ. રૂ.૨૧.૮૦ ઘટીને રૂ.૫૦૭.૩૫, ઓર્ચિડ ફાર્મા રૂ.૨૬.૨૦ ઘટીને રૂ.૭૪૫, સિન્જેન રૂ.૨૧.૩૫ ઘટીને રૂ.૬૨૭.૩૦, વોખાર્ટ રૂ.૪૪.૩૫ ઘટીને રૂ.૧૪૨૬.૫૫, બ્લુજેટ રૂ.૨૦.૪૦ ઘટીને રૂ.૬૮૬.૯૫, ગ્લેન્ડ રૂ.૪૮.૬૫ ઘટીને રૂ.૧૮૭૯.૬૦, એમક્યોર રૂ.૩૫.૪૫ ઘટીને રૂ.૧૪૩૧.૭૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૮૧.૮૯ પોઈન્ટ ઘટીને ૪૩૬૯૪.૦૫ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં વેચવાલી વધી : ટીઆઈ ઈન્ડિયા રૂ.૮૮ તૂટયો : હ્યુન્ડાઈ મોટર, અશોક લેલેન્ડ, મહિન્દ્રા ઘટયા
ચોમાસાની સારી પ્રગતિ છતાં અમેરિકાના ટેરિફ અને ઘરઆંગણે જીએસટી માળખામાં ફેરફાર સાથે દરોમાં ઘટાડો થવાની રાહમાં હાલ તુરત વાહનોની ખરીદી તહેવારોની સીઝન છતાં અટકી હોઈ ઓટો શેરોમાં વેચવાલી વધી હતી. ટીઆઈ ઈન્ડિયા રૂ.૮૭.૯૫ ઘટીને રૂ.૨૯૪૨.૬૫, હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા રૂ.૪૬.૨૫ ઘટીને રૂ.૨૪૪૫.૩૦, અશોક લેલેન્ડ રૂ.૧.૯૫ ઘટીને રૂ.૧૨૯.૫૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૩૫.૨૫ ઘટીને રૂ.૩૨૯૫.૬૫, ટાટા મોટર્સ રૂ.૬.૧૦ ઘટીને રૂ.૬૭૫.૪૫, બોશ રૂ.૨૭૧.૧૦ ઘટીને રૂ.૩૯,૨૩૦.૨૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૯૫.૩૮ પોઈન્ટ ઘટીને ૫૬૪૩૨.૯૮ બંધ રહ્યો હતો.
બેંકેક્સ ૫૮૨ પોઈન્ટ તૂટયો : બેંકિંગ શેરોમાં એચડીએફસી, ઈન્ડસઈન્ડ, આઈસીઆઈસીઆઈ ઘટયા
ટેરિફના પરિણામે ભારતના ઉદ્યોગોની નિકાસોને અસર થવાની અને એના પરિણામે બેંકોની ધિરાણ વૃદ્વિ મંદ પડવાની સાથે એનપીએનું જોખમ વધવાની આશંકાએ ફંડોએ બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં મોટી વેચવાલી કરી હતી. એચડીએફસી બેંક રૂ.૧૫.૦૫ ઘટીને રૂ.૯૫૮, યશ બેંક રૂ.૧૮.૬૯, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૯.૯૫ ઘટીને રૂ.૭૪૬.૭૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૭.૯૦ ઘટીને રૂ.૧૩૯૮.૮૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૯.૨૦ ઘટીને રૂ.૧૯૪૬.૧૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૫૮૧.૬૭ પોઈન્ટ ગબડીને ૬૦૧૧૩.૪૧ બંધ રહ્યો હતો.
મેટલ શેરોમાં સતત સેલિંગ : એપીએલ અપોલો, હિન્દુસ્તાન ઝિંક, એનએમડીસી, જેએસડબલ્યુ ઘટયા
ચાઈનાની ઝડપી રિકવરી સામે ભારતીય એલ્યુમીનિયમ, સ્ટીલ સહિતની નિકાસોને ટ્રમ્પ ટેરિફથી અસર થવાની શકયતાએ આજે મેટલ-માઈનીંગ શેરોમાં સતત સેલિંગ થયું હતું. એપીએલ અપોલો રૂ.૨૭.૫૫ ઘટીને રૂ.૧૫૯૮, હિન્દુસ્તાન ઝિંક રૂ.૬.૮૫ ઘટીને રૂ.૪૨૩.૨૫, એનએમડીસી રૂ.૧.૦૯ ઘટીને રૂ.૬૮.૭૭,, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૧.૬૦ ઘટીને રૂ.૧૦૩૫.૯૦, ટાટા સ્ટીલ રૂ.૧.૪૫ ઘટીને રૂ.૧૫૩.૫૫, વેદાન્તા રૂ.૪ ઘટીને રૂ.૪૨૪.૨૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૨૦.૪૦ પોઈન્ટ ઘટીને ૩૦૫૬૨.૬૮ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૩૬૨ પોઈન્ટ વધ્યો : કલ્યાણ જવેલર્સ, વ્હર્લપુલ, બાટા, ટાઈટનમાં તેજી
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આજે ફંડોની પસંદગીની ખરીદી થઈ હતી. કલ્યાણ જવેલર્સ રૂ.૧૧.૭૫ વધીને રૂ.૫૦૯.૮૦, વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૨૧.૫૫ વધીને રૂ.૧૩૦૬, બાટા ઈન્ડિયા રૂ.૧૪.૯૫ વધીને રૂ.૧૦૮૦, ટાઈટન કંપની રૂ.૪૪ વધીને રૂ.૩૬૩૬.૯૦, વોલ્ટાસ રૂ.૧૧.૮૦ વધીને રૂ.૧૩૫૮.૯૫, બર્જર પેઈન્ટ રૂ.૪.૬૦ વધીને રૂ.૫૨૯.૮૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૩૬૧.૯૨ પોઈન્ટ વધીને ૬૦૪૩૨.૩૭ બંધ રહ્યો હતો.
એફએમસીજી શેરોમાં ફંડો હળવા થયા : એડીએફ, ડોડલા ડેરી, ગ્લોબસ સ્પિરીટ, ગોદાવરી બાયો ઘટયા
એફએમસીજી શેરોમાં પણ ફંડોએ તેજીનો વેપાર વધુ હળવો કર્યો હતો. એડીએફ ફૂડ્સ રૂ.૯.૬૫ ઘટીને રૂ.૨૧૦, ડોડલા ડેરી રૂ.૪૮.૭૦ તૂટીને રૂ.૧૩૪૫.૪૦, ગ્લોબસ સ્પિરીટ રૂ.૩૯.૭૫ ઘટીને રૂ.૧૨૦૩.૧૫, ગોદાવરી બાયો રૂ.૭.૬૫ ઘટીને રૂ.૨૫૨.૫૦ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૨૦૦.૩૯ પોઈન્ટ ઘટીને ૨૦૪૨૬.૨૭ બંધ રહ્યો હતો.
મંદી, મંદી, મંદી : સ્મોલ, મિડ કેપ શેરોમાં ઓલ રાઉન્ડ ઓફલોડિંગ : ૨૭૪૪ શેરો નેગેટીવ બંધ
સેન્સેક્સ, નિફટી બેઝડ સતત મોટા ગાબડાં પડવા સાથે આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં ઓલ રાઉન્ડ ઓફલોડિંગ વધતાં અને એ ગુ્રપના પણ ઘણા શેરોમાં વેચવાલીના દબાણે માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ રહી હતી. બીએસઈમાં આજે કુલ ટ્રેડિંગ થયેલી ૪૨૬૮ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૩૭૪ અને ઘટનારની ૨૭૪૪ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૪.૨૮ લાખ કરોડ ઘટીને રૂ.૪૪૫.૧૭ લાખ કરોડ
શેરોમાં ઈન્ડેક્સ બેઝડ કડાકા સાથે ફંડો, ખેલંદાઓએ મોટું ઓફલોડિંગ ચાલુ રાખતાં અનેક શેરોના ભાવો તૂટતાં રોકાણકારોની સંપતિ પણ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં સાધારણ રૂ.૪.૨૮ લાખ કરોડ ધોવાઈને રૂ.૪૪૫.૧૭ લાખ કરોડ રહ્યું હતું.










