Rain In Gujarat : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. જ્યારે હવામાન વિભાગે આગામી 6 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે. તેવામાં આજે રવિવારે (31 ઓગસ્ટ) રાજ્યના 128 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મહીસાગરના કડાણામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. જુઓ ક્યાં-કેટલો વરસાદ નોંધાયો.
128 તાલુકામાં વરસાદ
રાજ્યમાં આજે (31 ઓગસ્ટ) સવારના 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં 128 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં દાહોદના સિંગવડમાં 2.28 ઇંચ, સાબરકાંઠાના હિંમતનગરમાં 1.77 ઇંચ, ભાવનગરના મહુવામાં 1.65 ઇંચ, અમદાવાદના દેત્રોજ-રામપુરામાં 1.54 ઇંચ, વલસાડ અને દાહોદ, સુરત સિટી, પંચમહાલે, 1-1 ઇંચ વરસાદ ખાબક્યો છે.
આ પણ વાંચો: આગામી ત્રણ દિવસ બાદ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જુઓ IMDની લેટેસ્ટ આગાહી
જ્યારે સુતરના ઉમરપાડા, મહીસાગરના લુણાવાડા, ખેડાના ગલતેશ્વર વડોદરાના કરજણ, સુરતના પલસાણા, દાહોદના ફતેહપુરા, સુરતના કામરેજ, નવસારીના ગણદેવી સહિત 116 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ વરસ્યો છે.