gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શ્રીજીની મૂર્તિ પર ઇંડા ફેંકવાની ઘટનામાં માફિયા ગેંગનો ગુ્રપ એડમિન જુનેદ અને તેના બે સાથીદારો અજમેરથ…

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in GUJARAT
0 0
0
શ્રીજીની મૂર્તિ પર ઇંડા ફેંકવાની ઘટનામાં માફિયા ગેંગનો ગુ્રપ એડમિન જુનેદ અને તેના બે સાથીદારો અજમેરથ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,પાણીગેટ માંડવી રોડ પર શ્રીજીની પ્રતિમા પર ઇંડા ફેંકવાની ઘટનામાં સામેલ માફિયા ગેંગ ગુ્રપના એડમિન સહિત ત્રણ આરોપીઓ અજમેરથી ઝડપાઇ ગયા છે. તેઓને લઇને પોલીસ વડોદરા આવી રહી છે. એડમિનની પૂછપરછ દરમિયાન કેટલીક ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવે તેવી સંભાવના છે.

ગત સોમવારે મોડીરાતે અઢી થી ત્રણ વાગ્યા દરમિયાન પાણીગેટ માંડવી  રોડ પર પૂર્વ આયોજિત  કાવતરા મુજબ એક સગીર તથા સૂફિયાન અને શાહનવાઝે ગણેશજીની મૂર્તિ  પર ઇંડા ફેંકી ધાર્મિક લાગણી દુભાવી અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ગુનામાં  સિટિ પોલીસે અત્યારસુધી કુલ છ ને ઝડપી પાડયા હતા.  જ્યારે આ ઘટનાના મુખ્ય સૂત્રધાર અને માફિયા ગેંગના નામે સોશિયલ મીડિયા પર ચાલતા ગુ્રપના  એડમિન જુનેદ સિન્ધી તથા અનસ  કુરેશી અને સમીર શેખ ઝડપાયા નહતા. પોલીસ તેઓને પકડવા માટે ટેકનિકલ સોર્સની મદદ લઇ રહી હતી. દરમિયાન ત્રણેય આરોપીઓ અજમેરથી ઝડપાઇ ગયા છે. જે અંગે એવી વાત ચાલી રહી છે કે, જુનેદના પરિવાર અને તેના મિત્રોના મોબાઇલ ફોન સર્વેલન્સ પર હતા. તે ફોન પર અજાણ્યા નંબરથી કોલ આવતા પોલીસે તે અજાણ્યા નંબરની ડિટેલ અને લોકેશન મેળવ્યા હતા.આ નંબર જુનેદ ઉપયોગમાં લેતો હતો. તેનું લોકેશન રાજસ્થાનના અજમેર ખાતેનું આવતા શહેર પોલીસે અજમેર પોલીસને જાણ કરી હતી. અજમેર  પોલીસે હોટલમાં રોકાયેલા જુનેદ સહિત ત્રણને ઝડપી પાડયા હતા. દરમિયાન શહેર પોલીસની એક ટીમ જેમાં એક પી.એસ.આઇ. અને પાંચ પોલીસ કોન્સ્ટેબલની ટીમ અજમેર પહોંચી હતી.  ત્યાંથી આરોપીઓને હસ્તગત કરી  વડોદરા લઇ આવવામાં આવ્યા છે. હાલમાં પોલીસ દ્વારા તેઓની ઘનિષ્ઠ પૂછપરછ ચાલી રહી છે. આ સમગ્ર ઘટનામાં સિમિ, સ્લિપર સેલ જેવા આતંકવાદી સંગઠનની શંકા, વિદેશી સંપર્ક તેમન નાણાંકીય સહાયની શંકાઓ સેવાઇ  રહી છે. જુનેદની પૂછપરછ દરમિયાન આ તમામ શક્યતાઓ અંગે સ્પષ્ટતા થશે.

શ્રીજીની પ્રતિમા  પર ઇંડા ફેંકાયા ત્યારે જુનેદ ઘર પાસે જ હતો

આરોપીઓ ભાગીને પહેલા મુસાફર ખાના, સોમા તળાવ,  કવાંટ, ગોધરા ગયા પછી ટ્રેનમાં બેસીને અજમેર પહોંચ્યા

વડોદરા,

પોલીસની  પ્રાથમિક તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી છે કે, ગુનો બન્યો ત્યારે જુનેદ તેના ઘર પાસે જ હતો. ઇંડા ફેંકાયા પછી માહોલ તંગ થતા ધરપકડના ડરથી જુનેદ,સલીમ અને અનસ મુસાફરખાના પહોંચી ગયા હતા. ત્યાંથી રિક્ષામાં બેસીને તેઓ સોમા તળાવ ચાર રસ્તા ત્યાંથી પ્રાઇવેટ વાહનમાં કવાંટ અને કવાંટથી સરકારી બસમાં ગોધરા ગયા હતા. ગોધરાથી તેઓ  ટ્રેનમાં બેસીને અજમેર પહોંચ્યા હતા. ત્યાં તેઓ હોટલમાં રોકાયા હતા. વડોદરા પોલીસને આરોપીઓનું લોકેશન મળતા અજમેર પોલીસને જાણ કરી હતી. અજમેર પોલીસે તેઓને હોટલમાંથી ઝડપી લીધા હતા. આરોપીઓ હોટલમાં પોતાના સાચા નામ સરનામા બતાવી રોકાયા હતા.

હા, અમે ઘટનાને અંજામ  આપવા માટે કાવતરું ઘડયું હતું

 વડોદરા,

જુનેદ અને તેની સાથે પકડાયેલા બે આરોપીઓએ પોલીસની પ્રાથમિક પૂછરછ દરમિયાન એવી કબૂલાત કરી હતી કે, હા, અમે ઘટનાને અંજામ આપવા માટે કાવતરું ઘડયું હતું. અમે પડદા પાછળ રહીને અન્ય આરોપીઓને શ્રીજીની મૂર્તિ પર  ઇંડા ફેંકવા માટે તૈયાર કર્યા હતા. પકડાયેલા આરોપીઓનો કોઇ ગુનાઇત ભૂતકાળ નથી. આરોપીઓને ભાગવામાં કોણે મદદ કરી ? તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

ઇંડા ફેંકવાના ગુનામાં કુલ આઠને  પોલીસે ઝડપી પાડયા

 વડોદરા,

પોલીસે આ કેસમાં અગાઉ એક સગીર સહિત પાંચને ઝડપી પાડયા હતા. જે પૈકી બે આરોપી સૂફિયાન અને શાહનવાઝ રિમાન્ડ પૂરા થતા  જેલમાં ગયા છે. જ્યારે અન્ય આરોપીઓ જુનેદ મલેક, જાવીદ મલેક, સલમાન મનસુરી રિમાન્ડ પર છે. જ્યારે આજે ધરપકડ થયેલા ત્રણ આરોપીઓ (૧) જુનેદ સલીમભાઇ સિન્ધી (૨) અનસ મોહંમદઇર્શાદ કુરેશી ( બંને રહે. માસૂમ ચેમ્બર્સ, ખાનગાહ મહોલ્લો, વાડી) તથા (૩) સમીર શેખ ઉર્ફે બંગાળી (રહે. હેવન કોમ્પલેક્સ, આયુર્વેદિક ત્રણ  રસ્તા પાસે,  પાણીગેટ) ને આવતીકાલે રિમાન્ડ માટે  કોર્ટમાં રજૂ કરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટમાં 15 વર્ષની કિશોરી પર 7 શખસનું દુષ્કર્મ, સોશિયલ મીડિયા થકી સંપર્ક, બહેનપણી સામે પણ ફરિયાદ | …
GUJARAT

રાજકોટમાં 15 વર્ષની કિશોરી પર 7 શખસનું દુષ્કર્મ, સોશિયલ મીડિયા થકી સંપર્ક, બહેનપણી સામે પણ ફરિયાદ | …

May 19, 2026
ચોમાસા અંગે હવામાન વિભાગે આપ્યા ગુડ ન્યૂઝ, જાણો આગામી 7 દિવસ કેવું રહેશે રાજ્યનું વાતાવરણ? | Gujarat…
GUJARAT

ચોમાસા અંગે હવામાન વિભાગે આપ્યા ગુડ ન્યૂઝ, જાણો આગામી 7 દિવસ કેવું રહેશે રાજ્યનું વાતાવરણ? | Gujarat…

May 19, 2026
અમદાવાદના SG હાઈવે પર હિટ એન્ડ રન, બેફામ ડમ્પરે મોપેડને મારી ટક્કર, આશાસ્પદ યુવકનું કરુણ મોત | Ahmed…
GUJARAT

અમદાવાદના SG હાઈવે પર હિટ એન્ડ રન, બેફામ ડમ્પરે મોપેડને મારી ટક્કર, આશાસ્પદ યુવકનું કરુણ મોત | Ahmed…

May 19, 2026
Next Post
રૂપિયા 1396 કરોડની બેંક છેતરપિંડી 12 વૈભવી કાર, સુપરબાઇક જપ્ત | Bank fraud worth Rs 1396 crore 12 lu…

રૂપિયા 1396 કરોડની બેંક છેતરપિંડી 12 વૈભવી કાર, સુપરબાઇક જપ્ત | Bank fraud worth Rs 1396 crore 12 lu...

યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં ચાર અને બોયઝ હોસ્ટેલમાં બે નવી મેસના કોન્ટ્રાકટ અપાયા | new 6 hostel mess …

યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં ચાર અને બોયઝ હોસ્ટેલમાં બે નવી મેસના કોન્ટ્રાકટ અપાયા | new 6 hostel mess ...

બાઇકબોટ કૌભાંડ : ઇડીએ રૂ. 394 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી | Bikeboat scam: ED attaches assets worth …

બાઇકબોટ કૌભાંડ : ઇડીએ રૂ. 394 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી | Bikeboat scam: ED attaches assets worth ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતની આગેવાનીએ એશિયાનો ઉત્પાદન PMI 14 મહિનાની ટોચે | India leads Asia’s manufacturing PMI to 14 mon…

ભારતની આગેવાનીએ એશિયાનો ઉત્પાદન PMI 14 મહિનાની ટોચે | India leads Asia’s manufacturing PMI to 14 mon…

6 months ago
વીડિયો બતાવવાના મુદ્દે જાનથી મારી નાખવાની ધમકી

વીડિયો બતાવવાના મુદ્દે જાનથી મારી નાખવાની ધમકી

3 days ago
મુંબઈમાં દ્રશ્યમ સ્ટાઈલમાં મર્ડર: પતિને ટાઈલ્સ નીચે દાટી પ્રેમી સંગ ફરાર થઈ પત્ની | Drishyam style m…

મુંબઈમાં દ્રશ્યમ સ્ટાઈલમાં મર્ડર: પતિને ટાઈલ્સ નીચે દાટી પ્રેમી સંગ ફરાર થઈ પત્ની | Drishyam style m…

10 months ago
‘RSS પર ફરી પ્રતિબંધ લગાવ્યો જોઈએ’, ખડગેએ સંઘ અને ભાજપ પર સાધ્યું નિશાન | My Personal Opinion Is Tha…

‘RSS પર ફરી પ્રતિબંધ લગાવ્યો જોઈએ’, ખડગેએ સંઘ અને ભાજપ પર સાધ્યું નિશાન | My Personal Opinion Is Tha…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News