– પંજાબમાં 12 જિલ્લામાં પૂર, ખેતીની એક લાખ હેક્ટર જમીનને અસર
– પંજાબમાં ત્રણ દિવસ તમામ કોલેજો બંધ, યમુના નદી ભયજનક સપાટીએ પહોંચતા દિલ્હી-હરિયાણા એલર્ટ
– જમ્મુ કાશ્મીરમાં આજે ભારે વરસાદની આગાહીને પગલે વૈષ્ણોદેવી યાત્રા સતત સાતમા દિવસે સ્થગિત
નવી દિલ્હી : ઉત્તરાખંડ, હિમાચલ, જમ્મુ કાશ્મીર અને રાજસ્થાન બાદ હવે વરસાદે પંજાબમાં ભારે તારાજી સર્જી છે. પંજાબમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે જેને પગલે આવેલા પૂરમાં ૧૨ જિલ્લાના અનેક ગામડામાં પાણી ઘૂસી ગયા છે. હજારો લોકોને રેસ્ક્યૂ કરીને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા છે.